Only Gujarat

Business

આ રીતે અનિલ અંબાણી ડૂબતા ગયા દેવામાં ને હવે માત્ર 2 હજાર કરોડની છે માર્કેટ કેપ

મુંબઈઃ વિશ્વના સૌથી જાણીતા ઉદ્યોગપતિઓમાં સામેલ અનિલ અંબાણી હવે નાદારીની સ્થિતિમાં પહોંચી ગયા છે. તેમણે પોતે બ્રિટનના કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમની પાસે વકીલની ફી ભરવાના પૈસા પણ નથી. તે પોતાની પત્નીના ઘરેણાં વેચીને વકીલની ફી ભરી રહ્યાં છે. જોકે દેશમાં એકમાત્ર અનિલ અંબાણી જ એવા બિઝનેસમેન નથી જેઓ હવે અબજોપતિની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ અગાઉ કેફે કોફી ડેના ફાઉન્ડર- વી.જી.સિદ્ધાર્થ, જેટ એરવેઝના ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ નરેશ ગોયલ, યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર માલવિંદર સિંહ અને શિવિંદર સિંહ પણ હવે અબજોપતિ બિઝનેસમેનમાંથી બહાર થઈ ચૂક્યા છે. અમે તમારી સમક્ષ આ જાણીતા બિઝનેસમેનના ઊંચાઈએથી પડતી તરફ જવાની કહાણી જણાવી રહ્યાં છીએ.

1. અનિલ અંબાણીઃ એકસમયે વિશ્વના છઠ્ઠા ધનિક વ્યક્તિ હતા
બિઝનેસમેન અનિલ અંબાણી આજથી 15 વર્ષ અગાઉ દેશના ટોપ 10 બિઝનેસમેનમાં સામેલ હતા. 2005માં વારસમાં પિતા પાસેથી મળેલી સંપત્તિના ભાગલા થયા બાદ મુકેશ અને અનિલ અંબાણી લગભગ બરાબરીએ હતા. 2007માં અનિલ પાસે 45 અબજ અને મુકેશ અંબાણી પાસે 49 અબજ ડૉલરની સંપત્તિ હતી. વર્ષ 2008માં જાહેર થયેલી ફોર્બ્સની યાદીમાં અનિલ અંબાણી 42 અબજ ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. પરંતુ એવું તો શું થયું કે તેમનો આટલો મોટો બિઝનેસ ડૂબી ગયો.

નિષ્ણાંતોના મતે વારસામાં અનિલ અંબાણીને જે કંપનીઓ મળી તેના પર ધ્યાન ના આપી અનિલ અંબાણીએ ઘણા નવા સેક્ટરમાં રોકાણ કર્યું હતું અને તેના કારણે તેમની કંપનીઓ એક પછી એક ડૂબતી ગઈ. ઉદાહરણ તરીકે 2017માં રિલાયન્સ કોમ્યુનિકેશને પોતાનો વાયરલેસ બિઝનેસ બંધ કર્યો. મે 2018માં અનિલ અંબાણીએ આ કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો જે પછી આ કંપની નાદારીની કાર્યવાહી હેઠળ આવી ગઈ. મે 2019માં રિલાયન્સ કેપિટલે પોતાના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ વેચી દીધો. 2020માં રિલાયન્સ પાવર 685 કરોડ રૂપિયાની લોન ચૂકવવા બાબતે ડિફોલ્ટ બની. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ફ્રા પર 148 અબજ રૂપિયાનું દેવું હતું, આ રીતે અન્ય કંપનીઓ પણ દેવામાં ઉતરતી ગઈ.

2. વી.જી. સિદ્ધાર્થઃ એક એવું નામ, જેની ઓળખ નામથી ઓછી ને કામથી વધારે હતી
કેફે કોફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનું નામ કોણ ભૂલી શકે. જેમણે દેવાના કારણે 2019માં એક નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. વી.જી. સિદ્ધાર્થ, ભારતના સફળ વેપારીઓમાંથી એક એવું નામ છે જેમની ઓળખ તેમના કામને કારણે થતી હતી. કેફે કોફી ડેના ફાઉન્ડરે 5 લાખ રૂપિયા સાથે પોતાના વેપારનો પ્રારંભ કર્યો હતો અને 1 અબજ ડૉલરથી વધુની સંપત્તિના માલિક બની ગયા. જોકે તેઓ દેવા હેઠળ ફસાતા ગયા અને આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેમણે પોતાના સુસાઈડ લેટરમાં લેણદારોના દબાણ અને આવકવેરા વિભાગના અધિકારીઓના ત્રાસ અંગે ઉલ્લેખ કર્યો હતો.

3. નરેશ ગોયલઃ એક સમયે એવિએશન કિંગ તરીકે ઓળખાતા હતા
જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ એક સમયે એવિએશન કિંગ ગણાતા હતા. ગોયલે 1991માં જેટ એરવેઝનો પ્રારંભ કર્યો હતો. કંપની ઝડપથી એવિએશન ક્ષેત્રમાં આગળ વધવા લાગી. જોકે પછી નરેશ ગોયલના એક નિર્ણયના કારણે કંપની દેવામાં ડૂબી. જેટને વિદેશી ફ્લાઈટ્સ માટેની એકમાત્ર કંપની બનાવવા માટે ગોયલે 2007માં એર સહારાને 1450 કરોડમાં ખરીદી હતી.

એર સહારા ખરીદી થયા ‘બેસહારા’
આ નિર્ણયને ત્યારે જ તેમની ભૂલ તરીકે જોવામાં આવ્યું અને ત્યારથી જ કંપની નાણાંકીય સંકટનો સામનો કરી રહી હતી અને તેમાંથી બહાર આવી શકી નહીં. જેટ એરવેઝ પર 26 બેંકોના 8500 કરોડનું દેવું હતું અને તેના દબાણના કારણે નરેશ ગોયલ માર્ચમાં કંપનીના ચેરમેન પદેથી હટી ગયા. ઈડી આ કેસમાં તપાસ કરી રહી છે.

4. રાણા કપૂરઃ યસ બેંકના કો-પ્રમોટર્સ હવે જેલમાં
ઈડીએ તાજેતરમાં જ યસ બેંકના કો-પ્રમોટર રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ સીઝ કર્યો હતો. ઈડીએ આ અગાઉ મની લોન્ડ્રીંગ મામલે પીએમએલએ હેઠળ રાણા કપૂરની 2203 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી છે. રાણા કપૂરની કેન્દ્રીય તપાસ એજન્સીએ માર્ચમાં ધરપકડ કરી હતી. હાલ તેઓ જેલમાં છે.

અમેરિકામાં સિટી બેંકમાં ઈન્ટર્ન રહેવાથી બેંકર સુધીની શાનદાર સફરનો અંત
1979માં એમબીએ કરતા સમયે જ રાણાએ અમેરિકાની સિટી બેંકમાં ઈન્ટર્ન તરીકે પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેઓ આઈટી વિભાગમાં હતા. બેંકિંગ ક્ષેત્રની ચમક જોઈ તેમને આ સેક્ટરમાં પ્રવેશમાં રસ જાગ્યો. આ ક્ષેત્રમાં બિઝનેસમેન તરીકે આગળ વધતા પહેલા તેઓ અનુભવ મેળવવા માગતા હતા. રાણા કપૂર પર આરોપ છે કે તેમણે વ્યક્તિગત સંબંધોના આધાર પર યસ બેંક તરફથી લોન વહેંચી હતી. યસ બેંકે અનિલ અંબાણી ગ્રૂપ, આઈએલએન્ડએફએસ, સીજી પાવર, એસ્સાર પાવર, એસ્સેલ ગ્રૂપ, રેડિયસ ડેવલપર્સ અને મંત્રી ગ્રૂપ જેવી કંપનીઓને લોન આપી હતી.

5.મલવિંદર સિંહ અને શિવિંદર સિંહઃ એકસમયે ફોર્બ્સની લિસ્ટમાં સામેલ હતા
દિગ્ગજ ફાર્મા કંપની રેનબેક્સીના પૂર્વ પ્રમોટર ભાઈઓ મલવિંદર અને શિવિંદર સિંહને જાપાની કંપની દાઈચી સાંક્યો કેસમાં અવમાનના દોષી સાબિત થવા પર જેલ જવાનો વારો આવ્યો હતો. ફાર્મા કંપની દાઈચી સાંક્યોએ 3500 કરોડની ચૂકવણી ના કરવા પર સિંહ બંધુઓ પર સુપ્રીમમાં કેસ દાખલ કર્યો હતો. ફોર્બ્સે 2015માં ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં તેમને 2015માં 35મા ક્રમે રાખ્યા હતા. ત્યારે તેમની સંપત્તિ 2.5 અબજ ડૉલર આંકવામા આવી હતી.

2008માં શરૂ થઈ હતી બંને ભાઈઓની બરબાદીની કહાણી
બંને ભાઈઓની બરબાદીની કહાણીનો પ્રારંભ તો 2008માં જ થઈ ગયો હતો, જ્યારે તેમણે રેનબેક્સીમાં પોતાની ભાગીદારી જાપાનની દાઈચી સાંક્યોને 9576 કરોડમાં વેચી હતી. તેનાથી મળેલા પૈસા તેમણે 2009-10માં 2000 કરોડનો ટેક્સ ચૂકવવા માટે કર્યો હતો. જ્યારે 1700 કરોડ રૂપિયા નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની રેલિગેયરમાં અને 2230 કરોડ રૂપિયા પોતાની હોસ્પિટન ચેન ફોર્ટિસમાં રોક્યા હતા.

એક સમયે અબજોમાં આળોટતા અંનિલ અંબાણી થયા દેવાળિયા, કહ્યું- મારી પાસે માત્ર એક જ કાર
મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની સ્થિતિ એ હદે થઈ ખરાબ કે…
અનિલ અંબાણી અને બંને પુત્રો વચ્ચે સારું બોન્ડિંગ, ટીનાએ શેર કર્યા ફેમિલી ફોટોઝ
જુવાન થઈ ગયો છે અનિલ અંબાણીનો દીકરો, માતા ટીના અંબાણીએ લખ્યો ખાસ સંદેશ

You cannot copy content of this page