Only Gujarat

National

અનિલ અંબાણી અને બંને પુત્રો વચ્ચે સારું બોન્ડિંગ, ટીનાએ શેર કર્યા ફેમિલી ફોટોઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરુ ભાઈ અંબાણીના નાના પુત્ર અને મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ભાઈ અનિલ અંબાણી કોઈ ઓળખનાં મોહતાજ નથી. એક સમયે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં શામેલ અનિલ અંબાણીનો ધંધો છેલ્લા કેટલાક સમયથી ખાસ કં ચાલી રહ્યો નથી. જો કે, તે ધંધાના ઉતાર-ચડાવની અસર તેના પારિવારિક જીવન ઉપર થવ દેતા નથી. તે પરિવાર સાથે ઘણો સમય વિતાવે છે. તેમની પત્ની ટીના અંબાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તસવીરોમાં અનિલ અંબાણી માટે પરિવાર કેટલો મહત્વનો છે તે દર્શાવે છે.

અનિલ અંબાણીએ અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા છે. ટીના સાથે લગ્ન કરવા માટે અનિલ અંબાણીએ ઘણાં પાપડ વણવા પડ્યા હતા.

અનિલ અંબાણીને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ જય અનમોલ અને નાના પુત્રનું નામ જય અંશુલ છે.

અનિલ અંબાણી દરેક નાની મોટી સિદ્ધિમાં બાળકો સાથે ઉભા જોવા મળે છે.

અનમોલ અને અંશુલ બંને તેમના પિતા અનિલ અંબાણી સાથે ખૂબ સારી બોન્ડિંગ શેર કરે છે.

અનિલ અંબાણી પોતાના વ્યસ્ત રૂટિનમાંથી સમય કાઢીને પરિવાર સાથે જરૂર સમય વિતાવે છે.

ટીના અંબાણીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર આવી ઘણી તસવીરો શેર કરી છે જેમાં અનિલ અંબાણી પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતો જોવા મળી રહ્યો છે.

ટીના અને અનિલ અંબાણી તેમના બંને બાળકો સાથે.

મોટા પુત્ર અનમોલને તેડીને અનિલ અંબાણી અને ટીના.

You cannot copy content of this page