Only Gujarat

Business TOP STORIES

સામાન્ય લોકોની જેમ જ નીતા અંબાણી ધનતેરસે કરે છે ખાસ લક્ષ્મીપૂજન, બનાવ્યું છે અલગ મંદિર

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પરિવારમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. દિવાળી પહેલા ધનતેરસ પર નીતા અંબાણી પોતે ખાસ પૂજા કરે છે. જે બાદ અંબાણી પરિવાર દિવાળીની પાર્ટી આપે છે. નીતા અંબાણી પોતાના ઘર એન્ટીલિયામાં દિવાળીની અનેક પાર્ટીઝ આપે છે, જેમાં બોલીવુડથી લઈને ક્રિકેટ અને ગ્લેમર વર્લ્ડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થાય છે. આ મોકા પર દુનિયાના સૌથી મોંઘા ઘરમાં સામેલ એન્ટીલિયાની રોનક જોવા જેવી હોય છે. જણાવી દઈએ કે એન્ટીલિયામાં અનેક રૂમ ખાસ પૂજા માટે બનાવવામાં આવ્યા છે. એન્ટીલિયામાં અલગથી મંદિર પણ બનાવાયું છે, જે ખૂબ જ ભવ્ય છે. જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણીના સમયથી જ દેશના સૌથી મોટા બિઝનેસ ફેમિલીમાં ધનતેરસ પર ખાસ પૂજાની પરંપરા ચાલી આવી છે. જુઓ તેની કેટલીક જૂની તસવીરો.

ધનતેરસના મોકા પર નીતા અંબાણી પોતે ખાસ તૈયારી કરે છે. આ પૂજામાં અંબાણી પરિવારનો દરેક સભ્ય સામેલ થાય છે. નીતા અંબાણી આ મોકા પર ખાસ લાખો રૂપિયાની કિંમતની કાંજીવરમ સિલ્કની સાડી અને ઘરેણાં પહેરે છે. અંબાણી પરિવાર માટે ધનતેરસની પૂજા ખૂબ જ ખાસ રહે છે.

એન્ટીલિયામાં એક ખાસ રૂમ છે, જેમાં પ્રાચીન મૂર્તિઓનું કલેક્શન છે. જેમાં ધનની દેવી લક્ષ્મી અને ગણેશની અનેક પ્રાચીન મૂર્તિઓ રાખવામાં આવી છે. આ કક્ષમાં બેઠેલા નીતા અંબાણીની એક ક્લાસિક તસવીર.

એન્ટીલિયામાં બનેલો ખાસ પૂજાનો રૂમ. જેમાં ગણેશ-લક્ષ્મીની સ્થાપના કરવામાં આવી છે. આ રૂમમાં ધીરુભાઈ અંબાણીની વિશાળ તસવીર લાગી છે. દિવાળી અને ધનતેરસના મોકા પર આ પૂજાઘરની ખાસ સજાવટ કરવામાં આવે છે.

એન્ટીલિયામાં અલગથી બનેલું વિશાળ મંદિર. જેમાં રોજ પૂજા થયા છે. જેના માટે ખાસ પૂજારી પણ છે. અંબાણી પરિવારમાં ધાર્મિક આયોજનો થતા જ રહે છે.

ગઈ ધનતેરસ અને દિવાળીના મોકા પર એન્ટીલિયામાં ખાસ ફૂલથી સજાવટ કરવામાં આવી હતી. આ મોકા પર ઈશા અંબાણીની તસવીર. જેણે લાખો રૂપિયાની સિલ્કની સાડી પહેરી છે. આ મોકા પર ઈશાના સાસુ પણ સામેલ થયા હતા.

મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે. તે કોઈ મહેલ જેવું છે. તેની સાજ-સજાવટ અનોખી છે. ધનતેરસ અને દિવાળીના મોકા પર તેને ખાસ રીતે સજાવવામાં આવે છે.

એન્ટીલિયામાં પૂજા માટે બનાવવામાં આવેલો વધુ એક કક્ષ. તેમાં પણ લક્ષ્મી, ગણેશ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તહેવારોમાં તેની ખાસ સજાવટ કરવામાં આવે છે.

ધનતેરસ અને દિવાળીના મોકા પર નીતા અંબાણી પોતાની સૌથી મોંઘી જ્વેલરી પહેરે છે. પતિ મુકેશ અંબાણી સાથે તેમની આ તસવીર બેહદ ખૂબસૂરત છે.

ધનતેરસ અને દિવાળીના મોકા પર તમામ લોકો એકઠા થાય છે. આ મોકા પર ઈશા અંબાણી પણ જરૂર આવે છે. આ તસવીરોમાં ઈશા ટ્રેડિશનલ ડ્રેસિસમાં ખૂબસૂરત લાગી રહી છે.

નીતા-મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની ભવ્યતા જોવા જેવી છે. જેના વિશે દુનિયાભરના મીડિયામાં ઘણું લખાયું છે. તે દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. તેની કિંમત 200 કરોડ અમેરિકી ડૉલર છે. એન્ટીલિયાના એક કક્ષમાં લેવામાં આવેલી આ તસવીર તેમની સૌથી ખૂબસૂરત તસવીરોમાંથી એક છે.

You cannot copy content of this page