Only Gujarat

National TOP STORIES

ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી કોરોનો વાયરસની રસી માટેની રેસમાં સૌથી આગળ

ઓક્સફર્ડની કોરોના વાયરસની રસી ઉપર આખી દુનિયા પર નજર નાખી છે. જોકે થોડા દિવસો પહેલા જ્યારે ટ્રાયલ બંધ કરાયા બાદ થોડી નિરાશાની લાગણી થવા લાગી હતી, પરંતુ ફરી ટ્રાયલ શરૂ થયા બાદ લોકોની ચિંતા થોડી ઓછી થઈ છે. તો, હવે એ પણ વાત જાણવા મળી છેકે, આ વોલેન્ટિયર્સમાં સાઈડઈફેક્ટ દેખાવાને કારણે ટ્રાયલ રોકવામાં આવ્યુ હતુ. તેનો વેક્સિન સાથે શું સંબંધ છે.

ઓક્સફર્ડ તરફથી બધા વોલેન્ટિયર્સને એક દસ્તાવેજ મોકલવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રાયલમાં વોલેન્ટિયર્સની સમસ્યાઓ પ્રાયોગિક એસ્ટ્રાઝેનેકા રસીને લીધે નથી થઈ. એક સ્વયંસેવકે ઓક્સફર્ડના આ દસ્તાવેજો ઓનલાઇન પોસ્ટ કર્યા છે. જણાવી દઇએ કે 6 સપ્ટેમ્બરના રોજ, ટ્રાયલમાં વોલેન્ટિયરના કરોડરજ્જુમાં તીવ્ર સોજો હોવાને કારણે એસ્ટ્રાઝેનેકા રસીનું ટ્રાયલ બંધ કરાયુ હતુ.

ઓક્સફર્ડનાં દસ્તાવેજમાં લખ્યપં છે,’ટ્રાયલની સ્વતંત્ર સમીક્ષામાં એવી કોઈ સંભાવના દેખાઈ નથી કે વોલેન્ટિયર્સને આવેલી સમસ્યા કોઈપણ રીતે રસી સાથે સંબંધિત હતી. રસીના કારણે વોલેન્ટિયરની તબીયત બગડવાના પૂરતા પુરાવા નથી. આ માહિતી મળ્યા પછી સમીક્ષકોએ ટ્રાયલ ચાલુ રાખવાની સલાહ આપી છે.

એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ ટ્રાયલ બંધ થયા પછી ઘણા સવાલોનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે અમેરિકામાં ઓક્સફર્ડ રસીનો અભ્યાસ નિયંત્રક સમીક્ષા નહીં આવે ત્યાં સુધી અટકાવી દેવામાં આવ્યો છે. ટ્રાયલમાં આવતી સમસ્યાને કારણે રસીની સલામતી અંગે પણ સવાલો ઉભા થયા છે.

વેક્સિનનાં ટ્રાયલમાં આવેલો વિક્ષેપ સૂચવે છેકે,સંશોધનકારોએ ને કેવી રીતે એક વેક્સિન બનાવવામાં અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે. આવી પરીક્ષણોમાં વિક્ષેપ સામાન્ય નથી, જ્યારે ઓક્સફોર્ડ અભ્યાસને અટકાવવાથી વાયરસથી બચાવ કરતી રસીનો પ્રથમ ડોઝ ક્યારે તૈયાર થશે તે અંગે ચિંતા ઉભી થઈ છે.

ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી કોરોનો વાયરસની રસી માટેની રેસમાં સૌથી આગળ છે. તેમનો પ્રયાસ રસીને વહેલી તકે બનાવવાનો છે. એસ્ટ્રાઝેનેકા એ કંપનીઓમાંથી પણ એક છે જે યુ.એસ. સરકારના ઓપરેશન રેપ સ્પીડ રસી પ્રોગ્રામમાં ભાગ લઈ રહી છે.

એવી અપેક્ષા છે કે એસ્ટ્રાઝેનેકાના અંતિમ તબક્કાના ટ્રાયલના પરિણામો આવતા મહિને જારી કરવામાં આવશે. કંપની વતી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ઓક્સફર્ડ રસી તૈયાર થઈ જશે.

જણાવી દઈએ કે, યુકે અને દક્ષિણ આફ્રિકામાં ફરીથી ઓક્સફર્ડ વેક્સીનની ટ્રાયલ શરૂ થઈ છે. આ સાથે જ ભારતને પણ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page