Only Gujarat

FEATURED National

બહાર માર્યું હતું સ્પા સેન્ટરનું પાટિયું ને અંદર ચાલતી હતી દેહની રમત ને અચાનક આવી પોલીસ

પોલીસે એક સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને 7 મહિલાઓ સહિત 18 લોકોની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, દરોડા દરમિયાન તેઓ ત્યાંના જુદા જુદા રૂમમાં વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા હતા. પોલીસે ત્યાંથી વાંધાજનક માલ પણ મેળવ્યો છે. સતત ફરિયાદો થતાં પોલીસે આ કાર્યવાહી કરી હતી.

મામલો ગ્રેટર નોઈડાના જગત ફાર્મ કમર્શિયલ કોમ્પ્લેક્સનો છે. જ્યાં સોમવારે સાંજે પોલીસે સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્પા સેન્ટરના જુદા જુદા રૂમમાં ઘણા યુવક-યુવતીઓને પકડ્યા હતા. આટલું જ નહીં યુવક અને મહિલાઓ પાસેથી પૈસા, કોન્ડોમ અને અન્ય તમામ વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. પોલીસે સ્થળ પરથી 7 મહિલા સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી હતી.

પોલીસ સ્પા સેન્ટરના સંચાલક અને યુવક-યુવતીઓને બીટા -2 પોલીસ સ્ટેશન લાવી હતી. આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, જગત ફાર્મમાં ચાલતા સ્પા સેન્ટરમાં દેહ વેપારનો અનૈતિક વ્યવસાય ચાલે છે. પોલીસે તપાસ કરી અને આક્ષેપોને સાચા માની લીધા. આ પછી ગ્રેટર નોઈડાના ડીસીપી રાજેશકુમાર સિંહની સૂચના પર મંગળવારની સાંજે સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

બીટા -2 કોટવાલીના એસએચઓ સુજિત ઉપાધ્યાય ભારે પોલીસ બળ સાથે સ્પા સેન્ટર પહોંચ્યા હતા. પોલીસે કરેલા દરોડાથી સ્પા સેન્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન ઓપરેટર અને ત્યાં આવેલા યુવક-યુવતીઓને છટકી જવાનો મોકો મળ્યો ન હતો. પોલીસે જ્યારે દરેક રૂમોને ખોલીને તલાશી લીધી ત્યારે તમામ યુવક-યુવતીઓ પકડાયા હતા. તેમાંના મોટાભાગના વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે, સ્પા સેન્ટરના સંચાલક સહિત તમામ યુવક-યુવતીની ધરપકડ કરીને કોતવાલી લાવવામાં આવ્યા છે. બધાની ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી યુવક અને યુવતીઓના પરિવારનાં લોકોને પણ સૂચના આપવામાં આવી છે.

You cannot copy content of this page