Only Gujarat

Bollywood FEATURED

અનુષ્કા શર્માને જાય છે આઠમો મહિનો, એકલી જ દવાખાનાની બહાર મળી જોવા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આવતા મહિને માતા-પિતા બનશે. અનુષ્કાને હાલમાં આઠમો મહિનો જાય છે. જોકે, છેલ્લો મહિનો જતો હોવા છતાંય અનુષ્કાએ કામ કરવાનું બંધ કર્યું નથી. હાલમાં જ અનુષ્કા શર્મા ડોક્ટરના દવાખાનાની બહાર જોવા મળી હતી. અનુષ્કા શર્માએ ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું.

અનુષ્કા શર્મા મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે આવી હતી. આ સમય દરમિયાન અનુષ્કા એકલી જ હતી. તેની સાથે તેના પેરેન્ટ્સ કે ભાઈ નહોતા. વિરાટ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. તે એક ટેસ્ટ રમીને ભારત પરત આવશે. અનુષ્કા માસ્કમાં જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું હતું. 

અનુષ્કાએ બ્લેક રંગના આઉટફિટ પહેર્યાં હતાં. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. પ્રેગ્નન્સીનો ગ્લે અનુષ્કાના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળતો હતો. અનુષ્કા કારમાંથી નીચે ઊતરી નહોતી અને ફોટો ક્લિક કરાવ્યા વગર જ નીકળી ગઈ હતી. 

અનુષ્કા-વિરાટ કોહલીએ તાજેતરમાં જ થર્ડ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. વિરાટ તથા અનુષ્કાએ વેડિંગ ફોટો શૅર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે વિરાટ તથા અનુષ્કાએ 2017માં 11 ડિસેમ્બરના રોજ ઈટલીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં નિકટના પરિવારજનો તથા ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. લગ્ન બાદ વિરાટ તથા અનુષ્કાએ દિલ્હી તથા મુંબઈમાં એમ બે જગ્યાએ રિસેપ્શન આપ્યા હતા. 

You cannot copy content of this page