બોલિવૂડના આ એક્ટર્સ-એક્ટ્રેસિસની જોડી બેડરૂમમાંથી ઝડપાઈ હતી રંગેહાથ, ખુલી ગઈ હતી પોલ

મુંબઈઃ બોલિવૂડમાં ક્યારે કોનું બ્રેકઅપ થાય ને ક્યારે પેચઅપ થાય તે કંઈ જ કહી શકાય તેમ નથી. એક સમયે જેઓ ગળાડૂબ પ્રેમમાં હોય અને બીજી જ ક્ષણે તેઓ એકબીજાથી અલગ પણ થઈ જતા હોય છે. આજે આપણે એવા કલાકારોની વાત કરીશું, જેઓ એક્ટ્રેસ સાથે રૂમમાં પકડાયા હોય અને પછી આ વાતે વિવાદ પણ થયો હોય.

જ્યારે કરિશ્માએ અજય-કાજોલને રંગે હાથ પકડ્યાં હતાં
90ના દાયકામાં કરિશ્મા કપૂર તથા અજય દેવગનના સંબંધો ઘણાં ચર્ચાસ્પદ રહ્યાં હતાં. બંનેએ પાંચ ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. સૂત્રોના મતે, બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હતાં. જોકે, અજય આ સંબંધને લઈ કરિશ્મા જેટલો ગંભીર નહોતો. એકવાર કરિશ્માએ અજયને ફોન કર્યો હતો. આ સમયે અજય આઉટડોર શૂટિંગ પર હતો. અજયના રૂમમાંથી મહિલાનો અવાજ આવતો હતો. આ અવાજ અન્ય કોઈ નહીં પરંતુ કાજોલનો હતો. કરિશ્માને જેવી જાણ થઈ કે અજયના બેડરૂમમાં કાજોલ છે તો તે ઘણી જ ગુસ્સે થઈ હતી. આટલું જ નહીં તે કાજોલ તથા અજયને ઘણું જ બોલી હતી. કરિશ્માએ અજય સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતાં. તો કાજોલે પણ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ કાર્તિક સાથેના સંબંધો પૂરા કરીને અજય સાથે સંબંધો જોડ્યાં હતાં. 1995માં અજય તથા કાજોલ એકબીજાને ગાઢ પ્રેમ કરવા લાગ્યા હતાં અને બંનેએ 1999માં લગ્ન કર્યાં હતાં.

મનિષાએ નાના પાટેકર-આયેશા ઝુલ્કાને બંધ રૂમમાં પકડ્યાં હતાં
એક સમય હતો જ્યારે મનિષા કોઈરાલા પોતાનાથી 20 વર્ષ મોટા એક્ટર નાના પાટેકર સાથે રિલેશનશિપમાં હતી. જોકે, આ બંનેના રિલેશનશિપ લાંબો સમય ચાલ્યા નહોતાં. આ માટે નાના પાટેકરનો સ્વભાવ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. નાના પાટેકર ઘણાં જ ગુસ્સાવાળા તથા પઝેસિવ નેચરના છે. મનિષા સાથે લવ અફેર હોવા છતાંય નાનાના સંબંધો એક્ટ્રેસ આયેશા ઝુલ્કા સાથે હતાં. એકવાર મનિષાએ હોટલના રૂમમાં નાના તથા આયેશાને રંગે હાથ પકડ્યાં હતાં અને હોટલમાં મનિષાએ ધમાલ મચાવી હતી અને બંને પર ઘણો જ ગુસ્સો કર્યો હતો અને વાત મારપીટ સુધી પહોંચી ગઈ હતી. જોકે, પછી મનિષાએ નાના સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. નાન તથા મનિષા ફિલ્મ ‘અગ્નિસાક્ષી’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નિકટ આવ્યાં હતાં.

પ્રિયંકા ચોપરાના ઘરે ઈનકમ ટેક્સની રેડ પડી ત્યારે શાહિદે દરવાજો ખોલ્યો..
વર્ષ 2011માં જાન્યુઆરી મહિનામાં પ્રિયંકા ચોપરાના ઘરે સવારે સાડા સાત વાગે રેડ પડી હતી. જ્યારે ઈનકમટેક્સ ઓફિસર્સે પ્રિયંકા ચોપરાના ઘરના દરવાજે બેલ માર્યો ત્યારે શાહિદ કપૂરે દરવાજો ખોલ્યો હતો. આટલું જ નહીં આ સમયે શાહિદ કપૂરે માત્ર શોર્ટ્સ પહેર્યાં હતાં. એક મિનિટ માટે ઈનકમટેક્સ ઓફિસર્સને પણ થયું કે તેઓ ભૂલથી શાહિદના ઘરે તો નથી આવી ગયા ને? મુંબઈમાં યારી રોડ સ્થિત ક્લાસિક બિલ્ડિંગના છઠ્ઠા માળે પ્રિયંકા રહેતી હતી. જોકે, પછી ઈનકમ ટેક્સ ઓફિસર્સને ખ્યાલ આવ્યો કે શાહિદ તથા પ્રિયંકા સારા મિત્રો છે. ઈનકમ ટેક્સ ઓફિસરે જ આ વાતનો ખુલાસો તે સમયે મીડિયામાં કર્યો હતો. જોકે, શાહિદ રેડ પડ્યાં બાદ તરત જ કપડાં પહેરીને નીકળી ગયો હતો. શાહિદના નિકટના સૂત્રોએ એવો બચાવ કર્યો હતો કે શાહિદ કપૂર એક્ટ્રેસ પ્રિયંકાના ઘરે હતો પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહોતો. પ્રિયંકાના ઘરે નોકર હોય છે તો એક્ટર શા માટે આ કામ કરે. શાહિદ તથા પ્રિયંકા રાત્રે શબાના આઝામીના ફેશન શોમાં ગયા હતાં અને ત્યાંથી મોડું થતાં એક્ટર અહીંયા જ રોકાઈ ગયો હતો. પ્રિયંકાએ આ મુદ્દે અલગ જ વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યારે તેના ઘરે રેડ પડી ત્યારે શાહિદ કપૂર હાજર હતો અને તે તેના ઘરથી માત્ર ત્રણ મિનિટ દૂર રહે છે. જ્યારે તેના ઘરે રેડ પડી તો તેને ખ્યાલ નહોતો આવતો કે તેણે શું કરવું જોઈએ, તેણે માતા મધુ ચોપરાને ફોન કર્યો પરંતુ તેમને ફોન ના લાગતે તેણે તાત્કાલિક શાહિદને બોલાવ્યો હતો. શાહિદ તે સમયે ઘરે માત્ર શોર્ટ્સમાં હતો અને તે એ જ રીતે આવી ગયો હતો.

જ્યારે પત્રકારે રાની-ગોવિંદાને બેડરૂમમાં સાથે જોયાઃ
‘હદ કર દી આપને’ના શૂટિંગ દરમિયાન રાની તથા ગોવિંદા એકબીજાની નિકટ આવ્યા હતાં. આ સમયે ગોવિંદા પરિણીત હતો અને બે સંતાનોનો બાપ હતો. રાની તથા ગોવિંદા એકબીજાના પ્રેમમાં એ હદે ગળાડૂબ હતાં કે એક્ટરે પોતાના સંતાનો તથા પત્ની ને ઘરબાર છોડીને એક્ટ્રેસના ઘરે આવીને રહેવા લાગ્યો હતો. એકવાર પત્રકાર રાનીના ઘરે ઈન્ટરવ્યૂ માટે આવ્યો ત્યારે બેડરૂમમાંથી ગોવિંદા નાઈટ ડ્રેસ પહેરીને બહાર આવ્યો હતો. આ વાતની જાણ જ્યારે ગોવિંદાની પત્ની સુનિતાને થઈ તો તે સંતાનો સાથે ઘરમાંથી નીકળી ગઈ હતી. ગોવિંદા પત્નીને ડિવોર્સ આપીને રાની સાથે લગ્ન કરવા તૈયાર નહોતો અને તેથી જ પછી રાનીએ ગોવિંદા સાથેના સંબંધો તોડી નાખ્યા હતાં. કહેવાય છે કે ગોવિંદાએ રાનીને મોંઘી મોંઘી ગિફ્ટ્સ આપી હતી, જેમાં ડાયમંડ રિંગ, મોંઘી કાર તથા લક્ઝૂરિયસ ફ્લેટનો સમાવેશ થાય છે. હાલ તો રાનીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધા છે અને તે એક દીકરીની માતા બનીને ખુશ છે.

સુસ્મિતા સેનના રૂમમાં હતો સંજુબાબા
સંજય દત્ત તથા સુસ્મિતા સેન સ્ટેજ શો દરમિયાન એકબીજાને મળ્યાં હતાં અને પછી ગાઢ મિત્રો અને પ્રેમી બન્યાં હતાં. આ સમયે સંજય દત્ત પરિણતી હતો. (તેણે બીજા લગ્ન રેહા પિલ્લાઈ સાથે કર્યાં હતાં) એકવાર સુસ્મિતા સેન વિદેશ ગઈ હતી અને અહીંયા સંજય દત્ત એક્ટ્રેસને મળવા આવ્યો હતો. આ સમયે સંજય દત્ત સુસ્મિતા સેનના રૂમમાં રોકાયો હતો. આટલું જ નહીં જ્યારે રિપોર્ટર સુસ્મિતાનો ઈન્ટરવ્યૂ કરવા આવ્યો ત્યારે સંજય દત્તના હાથોમાં હાથ નાખીને સુસ્મિતા સેન હોટલના રૂમમાં બેઠી હતી. બીજા દિવસે આ તસવીરોએ બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો હતો. સંજય દત્તની પત્ની રેહા પિલ્લાઈને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે સંજય દત્તને ડિવોર્સ આપવાનો નિર્ણય લીધો હતો. સંજય દત્તે ત્રીજા લગ્ન માન્યતા સાથે કર્યાં હતાં અને બંનેને ટ્વિન્સ (દીકરો-દીકરી) છે.