બોલિવૂડની આ એક્ટ્રેસે 64ની ઉંમરે કર્યાં લગ્ન તો ‘મર્દાની’એ 36ની ઉંમરે ફર્યાં ફેરા

મુંબઈઃ એ વાત સાચી છે કે પ્રેમ કરવાન કોઈ ઉંમર હોતી નથી. મોહબ્બત કોઈ પણ ઉંમરે અને ગમે તે સમયે થઈ જાય છે. સામાન્ય જીવનમાં પણે અનેક વાર આ વાતો સાંભળી હશે. જોકે, આપણે તો એમ જ માનીએ છીએ કે મોટી ઉંમરે આપણને પ્રેમ મળે નહીં અને સિંગલ રહીને જ જીવન પસાર કરવું સારું. જોકે, બોલિવૂડમાં આ વાત તદ્દન અલગ છે. બોલિવૂડની કેટલીક મહિલાઓ મોટી ઉંમરે લગ્ન કરીને એ વાત સાબિત કરી કે પ્રેમ કરવામાં કોઈ ઉંમર હોતી નથી.

1. સુહાસિની મૂલે: જે ઉંમરમાં મહિલાઓ પોતાના પૌત્ર-પૌત્રીઓના લગ્ન કરવાની તૈયારી કરે છે, તે ઉંમરમાં સુહાસિનીએ પોતાના લગ્ન કર્યાં હતાં. સુહાસનીએ 64ની ઉંમરમાં 65 વર્ષીય અતુલ ગુર્ટુ સાથે લગ્ન કર્યાં છે. બંનેની મુલાકાત ફેસબુક પર થઈ હતી.

2. પ્રિટી ઝિન્ટા: બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રિટીએ 41 વર્ષની ઉંમરમાં લગ્ન કરીને એ વાત સાબિત કરી હતી કે નવું જીવન શરૂ કરવાની કોઈ ઉંમર હોતી નથી.

3. ઉર્મિલા માતોંડકર: એક્ટ્રેસે ઉર્મિલા એટલે કે રંગીલા ગર્લે 39 વર્ષની ઉંમરે કાશ્મીરના મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં હતાં.

4. ફરાહ ખાન: કોરિયોગ્રાફર ફરાહ ખાને 39 વર્ષે લગ્ન કર્યાં અને હાલમાં ત્રણ સંતાનોની માતા છે.

5. લીઝા રે: લીઝા રેએ 40 વર્ષે જેસન દેહની સાથે લગ્ન કર્યાં હતાં અને તેને બે દીકરીઓ છે. હાલ તે કેન્સર ફ્રી લાઈક જીવી રહી છે.

6. ઐશ્વર્યા રાય: વિશ્વસુંદરી તથા બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે 34 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યાં હતાં. આટલું જ નહીં તે પતિ અભિષેક બચ્ચન કરતાં બે વર્ષ મોટી છે.

7. શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીએ 34 વર્ષની ઉંમરમાં રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યાં હતાં. હાલમાં તે એક દીકરાની માતા છે અને બિઝનેસ વુમન તરીકે લોકપ્રિય છે.

8. રાની મુખર્જી: રાની મુખર્જીએ 36 વર્ષની ઉંમરમાં આદિત્ય ચોપરા સાથે ઈટલીમાં લગ્ન કર્યાં હતાં. રાનીના લગ્નની એક તસવીર બહાર આવી નથી.

આશા રાખીએ કે લગ્ન તથા પ્રેમને લઈ મુશ્કેલી અનુભવતી યુવતીઓને બોલિવૂડની આ એક્ટ્રેસિસ પાસેથી પ્રેરણા મળશે.

About Vaibhav Balar

Vaibhav Balar has been part of the industry when digital media was referred to as "online" media.

View all posts by Vaibhav Balar →