Only Gujarat

Bollywood

જન્મતાં જ ગોવિંદાના પિતાએ દીકરાને હાથમાં લેવાની પાડી હતી ના, આ કારણે મળી હતી આકરી સજા

મુંબઈઃ સલમાન ખાનનો એક સમયનો ખાસ ફ્રેન્ડ ગોવિંદાનો 21 ડિસેમ્બરે 56મો જન્મદિવસ હતો. વિરારમાં જન્મેલો ગોવિંદા આજે તો મુંબઈના પોશ એરિયામાં રહે છે. જોકે, ગોવિંદાનો જન્મ થયો ત્યારે પિતાએ તેને હાથમાં લઈ રમાડવાનો ઈનકાર કરી દીધો હતો. ગોવિંદાએ આ વાતનો ખુલાસો વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

શું કહ્યું હતું ગોવિંદાએ?
ગોવિંદાએ કહ્યું હતું કે જ્યારે તે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતાએ સાધ્વી બનવાનું નક્કી કર્યું હતું. તે પતિ સાથે સાધ્વીની જેમ જીવન જીવતા હતાં. આ સમયે ગોવિંદાના પિતાને એમ હતું કે સંતાનને કારણે તેમની પત્નીએ આ નિર્ણય લીધો છે. થોડાં મહિના બાદ દીકરાનો એટલે કે ગોવિંદાનો જન્મ થયો હતો. જ્યારે ગોવિંદાનો જ્મ થયો ત્યારે એક્ટરના પિતાએ તેને હાથમાં લેવાનો ઈનકાર કર્યો હતો. જોકે, થોડાં મહિના બાદ આસપાસના લોકો તથા સગા-વ્હાલાની વાતો સાંભળ્યા બાદ પિતાએ દીકરા ગોવિંદા પર વ્હાલ વરસાવ્યું હતું.

માતા નહોતી ઈચ્છતી ગોવિંદા એક્ટર બને
ગોવિંદાના માતા ક્લાસિકલ સિંગર હતાં અને તેઓ ક્યારેય હંમેશાં ઈચ્છતા કે દીકરો બેંકમાં કામ કરે. જોકે, પિતાએ હંમેશાં એક્ટર બનવા માટે સપોર્ટ કર્યો હતો. ગોવિંદાએ શરૂઆતમાં માતાને કહ્યાં વગર રાજશ્રી પ્રોડક્શનના આંટફેરા પણ માર્યાં હતાં. જોકે, ગોવિંદાને લાગતું કે માતાની ઈચ્છા નથી, માટે તેને કામ મળતું નથી. ત્યારબાદ ગોવિંદાએ માતા પાસે ફિલ્મમાં કામ કરવાની મંજૂરી માગી હતી. માતાએ શરત મૂકી હતી કે ગોવિંદા ક્યારેય દારૂ કે સિગારેટને હાથ લગાડશે નહીં. આ શરત સ્વીકાર્યાં બાદ જ ગોવિંદાએ ફિલ્મી કરિયર શરૂ કરી હતી.

એક્ટિંગ સ્કૂલમાં ગયો
માતાની મંજૂરી મળ્યા બાદ ગોવિંદાએ રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં જવાની શરૂઆત કરી. સરોજ ખાને ગોવિંદાને ડાન્સ શીખવ્યો. ફાઈટ માસ્ટર રામે એક્શન શીખવી હતી.

50 દિવસની અંદર 49 ફિલ્મ્સ સાઈન કરી
ભાઈ કીર્તિ આહુજાની ફિલ્મ ‘હત્યા’થી ગોવિંદાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે ગોવિંદાની ઉંમર માત્ર 21 વર્ષની હતી. 21 વર્ષની ઉંમરમાં ગોવિંદાએ 50 દિવસની અંદર 49 ફિલ્મ્સ સાઈન કરી હતી. ગોવિંદા 6 ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે.

પિતાનો પાકિસ્તાનમાં થયો હતો જન્મ
ગોવિંદાના પિતા અરૂણ આહુજાનો જન્મ બ્રિટિશ સમયકાળમાં ગુજરાનવાલામાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. ગોવિંદાના પિતા એક સફળ એક્ટર હતાં અને કાર્ટર રોડ પર તેમનો ભવ્ય બંગલો હતો. જોકે, ગોવિંદાના પિતાએ એક ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી અને તે સુપરફ્લોપ થતાં દેવું ચૂકવવા માટે બંગલો વેચી નાખ્યો હતો અને તેઓ વિરારની ચાલીમાં રહેવા આવી ગયા હતાં.

પરિવારના 11 લોકોના મોત જોયા
ગોવિંદાએ કહ્યું હતું કે તેણે પોતાની અત્યાર સુધીની લાઈફમાં પરિવારના 11 લોકોના નિધન થયા છે. ગોવિંદાની દીકરી ચાર મહિનાની હતી ને તેનું નિધન થયું હતું. ત્યારબાદ માતા-પિતા, બે પિતરાઈ ભાઈ, જીજાજી, બહેનના નિધન જોયા છે. તેણે બહેનના બાળકોને મોટા કર્યાં છે.

માતાની દરેક ભવિષ્યવાણી સાચી પડી
ગોવિંદાએ કહ્યું હતું કે તેની માતાએ કહેલી દરેક વાત સાચી પડી હતી. તે જ્યારે 17નો હતો ત્યારે માતાએ કહ્યું હતું કે 21 વર્ષે તે ધમાલ મચાવશે અને એવું જ થયું. ગોવિંદાની માતાએ સગી દીકરીને લઈને કહ્યું હતું કે પદ્માનું (કૃષ્ણા અભિષેકની માતા) નિધન દીકરીના જન્મ બાદ થશે અને તે એમ જ થયું. ગોવિંદાની માતાએ પોતાના મોતને લઈને કહ્યું હતું કે તેઓ ત્રણ મહિના બાદ મરી જશે.

1987મા લગ્ન કર્યાં
ગોવિંદાએ 1987માં સુનીતા સાથે લગ્ન કર્યાં હતાં. પહેલી દીકરીના નિધન બાદ સુનિતાને બે સંતાનો થયાં, જેમાં દીકરી નર્મદા તથા દીકરો યશવર્ધન છે.

You cannot copy content of this page