ગોવિંદાએ એક અભિનેત્રી માટે સગાઈ તોડી નાંખી, તો બીજીના બેડરૂમમાંથી ઝડપાયો હતો

મુંબઈ: ગોવિંદાએ 80ના દાયકામાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપીને ધમાકો મચાવ્યો હતો. ગોવિંદાએ એક્શનથી લઈને કોમેડી દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદની પર્સનલ લાઈફ પણ ખૂબ ફિલ્મી રહી છે. એક સમયે તેનું નામ અભિનેત્રી નીલમ સાથે જોડાયું હતું. એવું પણ કહેવાય છે કે ગોવિંદાએ નીલમ માટે પોતાની સગાઈ પણ તોડી નાંખી હતી. એટલું જ નહીં લગ્ન થયા પછી ગોવિંદા અભિનેત્રી રાની મુખરજીના બેડરૂમમાંથી નાઈટ શૂટમાં બહાર નીકળતો પણ જોવા મળ્યો હતો.

નીલમે જીત્યું ગોવિંદાનું દીલ
નીલમ એક વખત મુંબઈ ફરવા આવી હતી, એ સમયે તેને ડિરેક્ટર રમેશ બહલે જોઈ અને એક ફિલ્મ માટે અપ્રોચ કર્યો. નીલમે 1984થી ફિલ્મ ‘જવાની’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કરણ શાહ હતો. આ ફિલ્મ ફ્લોપ રહી હતી, પણ નીલમની સુંદરતા અને એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. ત્યાર પછી તેને સારી ઑફર મળવા લાગી. નીમલે આમિર ખાન અને સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. તેણે ગોવિંદા સાથે 10 ફિલ્મો કરી, જેમાં 6 હિટ રહી હતી. તેનીછેલ્લી ફિલ્મ ‘કસમ’ હતી, જે વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. નીલમનું ગોવિંદા સાથે લાંબા સમય સુધી અફેર રહ્યું હતું. એ સમયે ગોવિંદા પણ નવો હતો. તેને નીલમ મળતા બંને વચ્ચે પ્રેમ થયો હતો.

સુનીતા સામે કરતો નીલમના વખાણ
આ દરમિયાન ગોવિંદા સુનીતાને પણ ડેટ કરી રહ્યો હતો. નીલમના કારણે સુનીતા અને ગોવિંદા વચ્ચે ખૂબ લડાઈ થતી હતી. એટલું જ નહીં નીલમ માટે ગોવિંદાએ સુનીતા સાથે પોતાની સગાઈ પણ તોડી નાંખી હતી. તે નીલમ સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ ગોવિંદાની મા ઈચ્છતી હતી કે તેણે સુનીતાને વચન આપ્યું છે તો તેની સાથે જ લગ્ન કરે.

નીલમની પાછળ પાગલ થયો ગોવિંદા
એક ઈન્ટર્વ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું, ”નીલમ સાથે મારી પહેલી મુલાકાત પન્નાલાલ મહેરાની ઑફિસમાં થઈ હતી. એણે મને હેલ્લો કહ્યું, પણ અંગ્રેજી નબળું હોવાના કારણે હું તેની સાથે વાત કરતાં સંકોચ કરતો હતો. મને એ વાતનો ડર લાગત હતો કે હું સેટ પર તેની સાથે કેવી રીતે વાત કરીશ. હું નીલમ બાબતે વધુને વધુ જાણવા માંગતો હતો. મને વિશ્વાસ નહોતો થતો કે ફેમસ થવા છતાં પણ તે આટલી દયાળું હોઈ શકે છે.”

કારણે સુનીતા સાથે કર્યા લગ્ન
ગોવિંદાએ કહ્યું હતું કે, ”હું ઘર પર પણ નીલમની વાત કરતો હતો. એટલું જ નહીં સુનીતા સાથે સંબંધ જોડાયા બાદ પણ હું તેને નીલમ જેવું બનવાનું કહેતો હતો. હું સુનીતાને કહેતો કે તમારે નીલમ પાસેથી શીખવું જોઈએ. આ વાતથી સુનીના પરેશાન થઈ જતી. એક દિવસ સુનીતાએ નીમલ અંગે કંઈક કહી દેતા હું અગ્રેસિવ થઈ ગયો હતો અને સુનીતા સાથે મેં સગાઈ તોડી નાંખી હતી. મારા પિતા પણ ઈચ્છતા હતા કે હું નીલમ સાથે લગ્ન કરું, કેમ કે તે એને ખૂબ પસંદ કરતાં હતા. પણ મારી માનું માનવું હતું કે મેં સુનીતાને વચન આપ્યું છે, એટલે મારે એ પૂરું કરવું જોઈએ.” નોંધનીય છે કે ગોવિંદાએ 11 માર્ચ, 1987ના રોડ સુનીતા સાથે લગ્ન કરી લીધા હતા. પણ નીલમ ત્યાર પછી ઘણા વર્ષ સુધી કુંવારી રહી હતી. બાદમાં 2011માં નીલમે એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન પછી રાણી મુખરજીના બેડરૂમમાંથી બહાર નીકળતા દેખાયો
એવું કહેવાય છે કે લગ્ન પછી ગોવિંદાનું દીલ રાણી મુખરજી પર આવી ગયુ હતું. બંનેની પહેલી મુલાકાત ‘હદ કરી દી આપને’ ફિલ્મના સેટ પર થઈ હતી. ગોવિંદા સેટ પર બધાને હસાવતો હતો, તેથી રાની તેના તરફ આકર્ષાઈ હતી. બાદમાં બંને નજીક આવી હતા. ગોવિંદા પણ રાની મુખરજીના નામની બધા ડિરેક્ટરને ભલામણ કરતો હતો. ધીમે ધીમે તેમના અફેરની વાત સુનીતા સુધી પહોંચી ગઈ. અહેવાલ મુજબ ગોવિંદા થોડોક સમય સુધી તેનું ઘર છોડીને રાની સાથે રહેવા જતો રહ્યો હતો. એક જર્નલિસ્ટે ગોવિંદાને રાનીના બેડરૂમથી નાઈટ શૂટ પહેરીને નીકળતો પણ જોયો હતો. તેની તસવીર પણ સામે આવી હતી. આ બધાના લીધે સુનીતાએ ગોવિંદાને છોડવાનો નિર્ણય કર્યો ત્યારે તેની આંખ ખુલ્લી હતી. બાદમાં બંને વચ્ચે વિવાદનો અંત આવ્યો હતો. હાલ ગોવિંદા તેની પત્ની સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યો છે.

About Vaibhav Balar

Vaibhav Balar has been part of the industry when digital media was referred to as "online" media.

View all posts by Vaibhav Balar →