Only Gujarat

Bollywood

અરમાન જૈનની દુલ્હન અનીસા લગ્ન મંડપમાં પિતાનો હાથ પકડીને પહોંચી

મુંબઈ: કરીના કપૂરની ફુઈનો દીકરો અરમાન જૈન લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. મંગળવારે અરમાન જૈને ધામધૂમથી લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન પહેલાં અરમાન મમ્મી રીમા જૈનનો ગળે લગાવીને ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો. એટલું જ નહીં તેને આંસુ પણ આવી ગયા હતા. અરમાન જૈનની જાન કારથી પહોંચી હતી.

અરમાન જૈનના લગ્નમાં બોલિવૂડના મોટાભાગના સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા. ખાન પરિવારથી લઈને બચ્ચન પરિવાર આ લગ્નમાં સામેલ થયું હતું. આ ઉપરાંત અંબાણી પરિવારે પણ લગ્નમાં હાજરી આપી હતી.

અરમાનની દુલ્હન અનીસા લગ્ન મંડપમાં પિતાનો હાથ પકડીને પહોંચી હતી. અનીસાએ લાલ રંગનું પાનેતર સાથે હેવી જ્વેલરી કેરી કરી હતી.

લગ્ન પછી એક-બીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા અરમાન-અનીસા.

સાસુ સસરા અને પત્ની સાથે અરમાન જૈને પોઝ આપ્યા હતા.

મલ્હોત્રા અને જૈન ફેમિલીએ દુલ્હા-દુલ્હન સાથે ફોટો ખેંચાવ્યા હતા.

પતિ, દિયર અને સાસુ-સસરા સાથે પોઝ આપતી નવી નવેલી દુલ્હન અનીસા.

 

You cannot copy content of this page