Only Gujarat

Bollywood FEATURED

આખી દુનિયા જેને ફ્રેન્ડ સમજતી હતી તે જ રિઅલ લાઇફમાં નીકળ્યા પતિ-પત્ની પછી…

બૉલિવૂડમાં લગ્નની સિઝન પરી એકવાર શરૂ થઈ ગઈ છે અને ઘણી ફૅમશ હસ્તીઓ લગ્નના બંધનમાં પણ બંધાઈ ગઈ છે. તો કેટલાક સ્ટારના લગ્નની આજે પણ ચર્ચા થાય છે. હવે તો સ્ટારના લગ્નના સમાચાર પહેલાંથી ચર્ચામાં આવી જાય છે, પણ ઘણાં સ્ટાર એવા પણ છે જેમણે છુપાઈને લગ્ન કરવા યોગ્ય લાગ્યા હતાં. ત્યાં સુધી કે સ્ટારને પહેલાં લોકો માત્ર સારા ફ્રેન્ડ સમજતાં હતાં. એવામાં હવે આ સ્ટારના લગ્નના સમાચાર સામે આવ્યા તો ફેન્સ પણ ચોંકી ગયાં હતાં.

જૉન અબ્રાહમ અને પ્રિયા રુંચલ
બૉલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ અને લુક્સથી ધૂમ મચાવનારા જૉ લગભગ 9 વર્ષ સુધી બિપાશા બસુ સાથે રિલેશનશિપમાં રહ્યાં હતાં. તો ફેન્સને પણ લાગતું હતું કે, જૉન અને બિપાશા લગ્ન કરી લેશે. જોકે, એક પોસ્ટ દ્વારા ફેન્સ સામે જૉન અને રુંચલના લગ્નનો અચાનક ખુલાસો થયો હતો. તેમના લગ્નની વાત ખૂબ જ ચર્ચામાં રહી હતી.

રેખા અને વિનોદ મહેરા
બૉલિવૂડની સદાબહાર એક્ટ્રસ રેખા અને એક્ટર વિનોદ મહેરાનો સંબંધ પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શક્યો નહોતો. એવું કહેવામાં આવે છે કે, બંનેએ છુપાઈને લગ્ન કરી લીધા હતાં. રેખા અને વિનોદ મહેરાના લગ્ન વિશે કહેવામાં આવે છે કે, વિનોદ મહેરાની માને રેખા પસંદ નહોતી. જ્યારે તે કોલકાતામાં લગ્ન કરી રેખાને સીધા એરપોર્ટથી પોતાના ઘરે લઈ ગયા અને રેખાએ વિનોદ મહેરાની મા કમલા મહેરાને પગે લાગવ કહ્યું તો તેમણે તેને ધક્કો મારી દીધો હતો.

સાજિદ નડિયાડવાલા અને દિવ્યા ભારતી
ઘણાં સમય પહેલાં દુનિયાને અલવિદા કહી દેનારી એક્ટ્રસ દિવ્યા ભારતીએ 19 વર્ષની ઉંમરમાં જ દુનિયાભરમાં ઓળખ મેળવી લીધી હતી. ત્યાં સુધી કે ઓછી ઉંમરમાં તેમણે પ્રોડ્યુસર સાજિદ નડિયાડવાલા સાથે લગ્ન પણ કરી લીધા હતાં. દિવ્યા ભારતીએ જ્યારે લગ્ન કર્યાં ત્યારે તે કરિયરના પીક પર હતી. આ લગ્ન છુપી રીતે કર્યાં હતાં. જેની જાણ માત્ર તેમના કેટલાક ખાસ ફ્રેન્ડને જ હતી.

જૂહી ચાવલા અને જય મહેતા
જૂહી ચાવલાની સ્માઇલ સામે તેમના કરોડો ફેન્સ પોતાનું દિલ હારી જાય છે. જૂહી પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાથી દરેક લોકોના દિલ પર રાજ કરે છે. એવામાં જ્યારે જૂહીના લગ્નની વાત સામે આવી ત્યારે તેમના કરોડો ફેન્સનું દિલ તૂટી ગયું હતું. આશ્ચર્યની વાત હતી કે, જૂહી ઘણાં સમય સુધી જય મહેતાનો પોતાનો ફ્રેન્ડ ગણાવતી હતી, પણ જ્યારે તેમના લગ્નનો ખુલાસો થયો તો દરેક લોકો હેરાન રહી ગયાં હતાં. જૂહી ચાવલા અને જય મહેતાએ છુપાઈને લગ્ન કરી લીધાં હતાં. જેમાં તેમના નજીકના લોકો સામેલ થયાં હતાં.

You cannot copy content of this page