Only Gujarat

Bollywood

39 વર્ષની ઉંમરમાં પણ કરીનાનો જલવો એવો ને એવો, યલો સાડીમાં લાગી ગોર્જિયસ

મુંબઈ: 39 વર્ષની ઉંમરમાં પણ કરીના કપૂરનો જાદુ એવોને એવો છે. બોલિવૂડની કોઈ પણ ઈવેન્ટ હોય એમાં કરીનાની હાજરી હોય એટલે ઈવેન્ટમાં ગ્લેમર આવી જ જાય. મુંબઈમાં હાલમાં ફુઈના દીકરાના લગ્નમાં કરીના કપૂરે ખૂબ મોજ-મસ્તી કરી હતી. આ લગ્નમાં કરીના કપૂર છેક સુધી છવાયેલી રહી હતી. વરરાજા સાથે કરીનાએ પણ કેમેરાનું ધ્યાન ખેંચ્યું હતું. યલો રંગની સાડીમાં કરીના ખૂબ જ સુંદર અને હોટ લાગતી હતી.

ભાઈ અરમાન જૈનના લગ્નમાં સામેલ થવા કરીના સજીધજીને આવી હતી. યલો રંગની સાડી અને બેકલેસ બ્લાઉઝમાં કરીના આકર્ષણનું કેન્દ્ર બની હતી. કરીનાએ આ ઉપરાંત મોટા ઈયરિંગ્સ પહેરીને લૂકને વધુ ગોર્જિયસ બનાવી દીધો હતો. કરીનાએ પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે લગ્નમાં હાજરી આપી હતી.

લગ્ન અગાઉ કરીનાએ દીકરા સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તૈમૂર બ્લૂ કૂર્તા અને વ્હાઈટ પાયજામામાં ખૂબ જ ક્યૂટ લાગતો હતો. મા-દીકરાએ કેમેરામેન સામે અલગ અલગ પોઝ આપ્યા હતા.

મામાના લગ્નમાં તૈમૂરે પણ ખૂબ ડાન્સ કર્યો હતો. તૈમૂરને પિતા સૈફ અલી ખાને ખભા પર બેસાડ્યો હતો. પપ્પાના ખભા પર જ તૈમૂરે ઉછળી ઉછળીને ડાન્સ કર્યો હતો.

અરમાન જૈનની જાનની કારમાં પણ કરીના અને કરિશ્મા સાથે જ હતા. કરીના અને કરીશ્માએ વરરાજા સાથે ડાન્સ કરતાં કરતાં એન્ટ્રી મારી હતી.

આ લગ્નમાં કરીના અને કરીશ્મા કપૂરના પપ્પા રણધીર કપૂર જમાઈ સૈફ અલી ખાન અને દાહિત્ર તૈમૂર સાથે એક જ ફ્રેમમાં નજર આવ્યા હતા.

 

You cannot copy content of this page