Only Gujarat

Bollywood FEATURED

પ્રેગનેન્ટ કરીના કપૂરે દીકરા તૈમુરની ખુશી માટે રાખી ‘હેલોવીન પાર્ટી’, આવો હતો માહોલ

મુંબઈ: દુનિયાભરમાં હેલોવીન ઉજવવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ પણ તેની ઉજવણી કરી રહ્યા છે. તો પ્રેગનેન્ટ કરીના કપૂર ખાને દીકરા તૈમૂર માટે ઘરમાં હેલોવીન પાર્ટી રાખી. આ પાર્ટીમાં તૈમૂરના મિત્રો હતા. કરીનાએ પાર્ટીના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોમાં તમે જોશો કે તૈમૂરે પોતાના ચહેરા પર રેડ પેઈન્ટ લગાવ્યું છે અને બ્લેક આઉટફિટ પહેર્યું છે. તૈમૂરના મિત્રો પણ હેલોવીનના લૂકમાં નજર આવી રહ્યા છે. કરીનાએ પણ આ પાર્ટીના ફોટોસ શેર કર્યા છે. આ દરમિયાન તેણે જે ડ્રેસ પહેર્યો છે એમાં તેનો બેબી બંપ સાફ નજર આવી રહ્યો છે. કરીનાની સાથે તૈમૂરના મિત્રોની મમ્મી પણ નજર આવી રહી છે.

પાર્ટીમાં તૈમૂરે મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી. આ મોકા પર તેમના માટે કેટલીક ગેમ્સ પણ રાખવામાં આવી હતી.

પાર્ટીમાં સામેલ તૈમૂરના મિત્રો પર અલગ-અલગ હેલોવીન કોસ્ચ્યૂમ પહેરીને મસ્તી કરતા નજર આવ્યા.

પાર્ટીમાં બાળકોના મનોરંજન માટે ગેમ પણ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકોએ ખૂબ જ મજા કરી.

એક ગેમ દરમિયાન કેટલાક ગુડિઝને હવામાં ઉછાળવામાં આવ્યા. જેને તૈમૂર સહિતના તમામ બાળકોએ પોતાના પંપકિન આકારના બાસ્કેટમાં રાખ્યા. મસ્તીના આ ફોટોસ શેર કરતા કરીનાએ લખ્યું કે સૌથી શાનદાર હેલોવીનન પાર્ટી.

કરીનાએ તૈમૂરના મિત્રોની મમ્મી સાથે પણ પોઝ આપ્યો.

હાલમાં જ કરીના પોતાના ઘરની નીચે દેખાઈ હતી. જે દરમિયાન તેના પગમાં સોજા આને બેબી બંપ નજર આવી રહ્યો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો તેણે હાલમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું છે.

You cannot copy content of this page