Only Gujarat

Bollywood FEATURED

દિલ્હીમાં પત્ની ગૌરીને જાહેરમાં ભાભી કહીને બોલાવે છે શાહરૂખ ખાન, જાણો રસપ્રદ કારણ

શાહરુખ ખાનનો દિલ્લી સાથે ગાઢ સંબંધ છે. 2 નવેમ્બર, 1965માં તેમનો અહીં જ જન્મ થયો અને જે બાદ તેમનો અભ્યાસ પણ થયો. શાહરુખને પ્રેમ દિલ્લીની પંજાબી છોકરી સાથે થયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા. 2016માં શાહરુખે દિલ્લીમાં હતા ત્યારની એક રોચક ઘટનાનો ઉલ્લેખ ધ કપિલ શર્મા શોમાં કર્યો હતો.

ગુંડાઓએ કરી હતી પિટાઈ
શાહરુખે જણાવ્યું હતું કે કેટલાક બદમાશ છોકરાઓએ એક છોકરીને ગર્લફ્રેન્ડ કહેવા પર તેને માર માર્યો હતો. શાહરુખે કહ્યું હતું કે, “હું ગ્રીન પાર્કમાં હતો. મે એક ગર્લફ્રેન્ડ બનાવી હતી નવી નવી. ગર્લફ્રેન્ડ શું હતી. દિલ્લીવાળા જેવી બોલે છે એવી ગર્લફ્રેન્ડ.કાંઈ જ નહોતી, આમ જ સાથે ફરી રહી હતી બિચારી છોકરી. જ્યારે અમે સાથે ફરી રહ્યા હતા તો કેટલાક ગુંડા જેવા છોકરાઓના ગ્રુપે મને પકડી લીધો અને એક છોકરાએ મને રોક્યો અને પુછ્યું કે ‘આ કોણ છે?’ હું થોડો સેન્ટ કોલંબસ સ્કૂલનો હતો, મે અંગ્રેજીમાં કહ્યું- she’s my girlfriend (મારી ગર્લફ્રેન્ડ) છે. તેણે કહ્યું ગર્લફ્રેન્ડ નથી, તારી ભાભી છે.”

દિલ્લીમાં પત્નીને કહે છે ભાભી
શાહરુખે ભાર દઈને વારંવાર કહ્યું કે એ તેની ગર્લફ્રેન્ડ છે. શાહરુખે શોમાં આગળ કહ્યું કે, “ગર્લફ્રેન્ડનું ફ્રેન્ડ ખતમ નહોતું થયું કે છોકરાઓએ મને ખૂબ માર્યો. એકના તો હાથમાં કુલ્હડ હતું, જે મારા મો પર માર્યું. હવે એક જમાનો આવી ગયો છે કે હું મારી પત્ની સાથે રસ્તા પર નિકળું અને કોઈ પૂછે તો પણ કહું છું કે આ મારી ભાભી છે.”

1991માં થયા લગ્ન
શાહરુખ અને ગૌરીએ 1991માં લગ્ન કર્યા હતા. હાલમાં જ તેમણે લગ્નની 29મી વર્ષગાંઠ મનાવી હતી. બંનેના 3 બાળકો છે. જેમનું નામ આર્યન, સુહાના અને અબરામ છે.

વર્કફ્રંટની વાત કરીએ તો છેલ્લા શાહરુખ 2018માં ફિલ્મ ઝીરોમાં દેખાયા હતા. હવે જલ્દી જ છે પોતાની આગામી ફિલ્મ પઠાણનું શૂટ શરૂ કરશે.

You cannot copy content of this page