Only Gujarat

FEATURED National

દિલ્હીમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું

દિલ્હી એનસીઆરમાં સવારના વરસાદથી પ્રશાસનનાં ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થાના દાવાનો પર્દાફાશ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. સાયબર સિટીના રસ્તાઓમાં પાણી એટલું ભરેલું છે કે વાહનો પણ ડૂબી ગયા છે. અન્ડર પાસ ભરાઈ ગયો છે, જેના કારણે પોલીસે ટ્રાફિક પણ ડાયવર્ટ કરાવવો પડ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી પણ કરી છે.

પાણીમાં ડૂબી રાજધાની
એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે દિવસભર અંધકાર છવાયેલો રહ્યો. રસ્તાઓ ઉપર ગાડીઓની રોશની કરવી પડી છે. ગુરુગ્રામની નવી કોલોનીમાં, ભારે વરસાદને કારણે કાર અહીં ડૂબી ગઈ હતી. અનેક જગ્યાએ વાહનોને કાઢવા માટે જેસીબી બોલાવવુ પડ્યુ હતુ. જૂના ગુરુગ્રામની હાલત સૌથી ખરાબ છે. બસ સ્ટેન્ડ જોતા લાગે છે કે તે કોઈ નદીમાં બનાવવામાં આવ્યું છે. આખા બસ સ્ટેન્ડની આજુબાજુ પાણી હતું, સવારી બસ સ્ટેન્ડની અંદર આવવાથી ડરે છે. આવી સ્થિતિ જોઈને લોકો પ્રશાસનને લઈને ગુસ્સામાં છે.

આગામી 7 દિવસ વરસાદની સંભાવના
ભારે વરસાદને કારણે, દિલ્હીમાં વાહનોની ગતિ ઓછી થઈ અને આને કારણે, કામકાજના દિવસને કારણે દિલ્હીના આઇટીઓ ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો. રાષ્ટ્રપતિ ભવન અને ઉત્તર દક્ષિણ બ્લોક જેવા વીઆઇપી વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી સાત દિવસ સુધી દિલ્હી-એનસીઆરમાં આ જ હવામાન રહેવાની સંભાવના છે. ક્યારેક હળવા વરસાદ પડશે, ક્યારેક ઝરમર વરસાદ થશે પણ લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રીની વચ્ચે રહેશે. બુધવાર અને ગુરુવારે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

કાળા વાદળોને કારણે અંધારું છવાયુ
ગુરુગ્રામમાં વરસાદ બાદ ક્યાંક કાર ડૂબેલી જોવા મળી, ક્યાંક અંડરપાસમાં પાણી ભરાયેલા દેખાયા, તો ક્યાંક લાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયેલા લોકો જોવા મળ્યા. આ ચોંકાવનારા ફોટા દિલ્હી અને આસપાસના વિસ્તારોના હતા. વરસાદની ઋતુ દરમિયાન મુશળધાર વરસાદની સંભાવના રહે છે ત્યારે બુધવારે કંઈક એવું બન્યું હતું જેના કારણે આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો.

બુધવારે સવારે કાળા વાદળોને કારણે અંધારું છવાઈ ગયુ હતુ. આ વાદળોએ વિવિધ સ્થળોએ ભારે વરસાદ વરસાવ્યો હતો. સવારે સાડા આઠ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી જાણે આકાશ ખુલી ગયું હોય એવું લાગ્યું. ખાસ કરીને દક્ષિણ દિલ્હી અને ગુરુગ્રામમાં આ ત્રણ કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો.

જૂની ગટર વ્યવસ્થા ન કરી શકી પાણીનો નિકાલ
દિલ્હી પ્રાદેશિક હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ આનંદ શર્માએ કહ્યું કે, “ગુરુગ્રામમાં સોહના ઓબ્ઝર્વેટરીમાં આ ત્રણ કલાકમાં 83 મીમી વરસાદ થયો હતો જ્યારે આયાનગરમાં 60 મીમી, પાલમમાં આ ત્રણ કલાકમાં 44 મીમી અને લોધી રોડ પર 25 મીલીમીટર વરસાદ પડ્યો હતો. અને અચાનક ખાબકેલાં વરસાદને કારણે જ પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.”

વાસ્તવમાં, દિલ્હી અને એનસીઆરની ગટર અને પાણીના પ્રવાહની વ્યવસ્થા એટલી ખરાબ છે. જ્યારે ઓછા સમયમાં ભારે વરસાદ આવી જાય ત્યારે સમસ્યાઓ સર્જાય છે. આવી સ્થિતિમાં ગટર વ્યવસ્થા ઉપર દબાણ વધે છે અને જેટલો વરસાદ વરસે છે, તે મુજબ જૂની ગટર વ્યવસ્થામાં પાણીનો નિકાલ થતો નથી.

IMDએ આપી હતી ભારે વરસાદની ચેતવણી
બુધવારે સવારે વરસાદ પડ્યો હતો ત્યારે ઓફિસ જવાનો સમય હતો, જેના કારણે રસ્તાઓ પર મુશ્કેલી અનેકગણી વધી ગઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેઓએ પહેલાંથી જ બુધવારે ભારે વરસાદની ચેતવણી આપી હતી.

આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના છે, પરંતુ હવામાન વિભાગ હાલમાં આવા મુશળધાર વરસાદને નકારી રહ્યુ છે કારણ કે ચોમાસાના પવનને કારણે રચાયેલી સિસ્ટમ અને પ્રવર્તમાન ભેજવાળા પવનની ચક્રવાતની સ્થિતિ થોડી નબળી પડી ગઈ છે. આને કારણે ગુરુવારે પણ વરસાદ પડશે, પરંતુ તે વરસાદ ધીમો રહેશે.

દિલ્હીમાં પડેલા ધોધમાર વરસાદની તસવીરો…..

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page