Only Gujarat

Bollywood FEATURED

સુશાંત માટે ન્યાય માગતી પૂર્વ પ્રેમિકા પર આવી મુસીબત, અચાનક પિતા પડ્યાં બીમાર

મુંબઈઃ અભિનેત્રી અંકિતા લોખંડે હાલમાં પોતાના પૂર્વ બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગણી કરવામાં વ્યસ્ત છે, જેના કારણે તે સમાચારોમાં છે. તે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે અને પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. હાલમાં જ અંકિતાએ પોતાના પિતા શશિકાંત લોખંડેનો ફોટો શેર કર્યો હતો, તે હૉસ્પિટલમાં ભરતી છે. તેણે લખ્યું કે- પાપા તમે જલ્દી ઠીક થઈ જાઓ. જો કે, અત્યાર સુધી એ નથી ખબર પડી કે અંકિતાના પિતા હૉસ્પિટલમાં કેમ ભરતી છે.

પાપાની ખૂબ જ નજીક છે અંકિતાઃ ઉલ્લેખનીય છે કે અંકિતા પોતાના પેરેન્ટ્સની સાથે ખૂબ જ ક્લોઝ બૉન્ડ શેર કરે છે. તે ઘણી વાર પોતાની માતા સાથે ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે. એ સાથે જ તે તેમના માટે ઈમોશનલ અને દિલને સ્પર્શી જાય તેવી પોસ્ટ પણ લખી છે. કેટલાક સમય પહેલા જ અંકિતાએ પિતાની હૉસ્પિટલમાંથી ફોટો શેર કર્યો છે.

પિતાને હૉસ્પિટલમાં બેડ પર સુતેલા જોઈ શકાય છે. તેની સાથે જ અંકિતાએ હાર્ટ ઈમોજી પર ફોટો બનાવ્યો છે.

આ માટે છે ચર્ચામાંઃ અંકિતા હાલ શિબાની દાંડેકર સાથે શાબ્દિક યુદ્ધને લઈને ચર્ચામાં છે. રિયા ચક્રવર્તીની સામે અંકિતાના બોલવા પર નારાજ શિબાનીએ હાલમાં જ અંકિતા પર હુમલો કરી દીધો અને તેના પર બે સેકંડ માટે પ્રસિદ્ધી પામવા સુધીનો આરોપ લગાવ્યો હતો.

બન્યું એવું કે, અંકિતાએ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સામે આવેલા ડ્રગ્સ કનેક્શને લઈને રિયા પર સવાલ ઉઠાવ્યા હતા, જે બાદ શિબાનીએ તેના પર નિશાન સાધ્યું હતું.

You cannot copy content of this page