Only Gujarat

National

પોતાની સામે સંબંધ બાંધવાનું કહ્યું, પછી ફેવીક્વિક નાંખીને પ્રાઈવેટ પાર્ટ ચોંટાડી દીધા

એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. તમે પણ કલ્પના પણ ન કરી હોય એ રીતે ષડયંત્ર કરી બે-બે લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તાંત્રિકે પહેલા યુવક-યુવતીને પોતાની સામે જ સંબંધ બાંધવા રાજી કર્યા હતા. યુવક-યુવતી નગ્ન થઈને જ્યારે રતિક્રિડામાં મગ્ન હતા ત્યારે તાંત્રિકે તેમના પ્રાઈવેટ પાર્ટ પર ફેવીક્વિક નાખી દીધી હતી. જેથી બંનેના પ્રાઈવેટ પાર્ટ ચોંટી ગયા હતા. બાદમાં તાંત્રિકે બંનેના પ્રાઈવેટ પાર્ટ પર લાકડી અને પથ્થરોના વાર કર્યા હતા. યુવક-યુવતીના તડપી તડપીને મોત થયા હતા.

લોહીલુહાણ બે લાશ મળી આવી અને…
આ ચકચારી કિસ્સો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાનો છે. અહીંના મજાવદ નામના ગામ પાસેના જંગલી વિસ્તારમાં બે લાશો મળી આવી હતી. મૃતકોમાં એક મહિલા અને પુરુષ હતો. બંનેના શરીર લોહીલુહાણ અને અર્ધનગ્ન હાલતમાં હતા. એવું લાગતું હતું કે હત્યારાઓએ તેમના શરીર પર ખરાબ રીતે છૂંદી નાખ્યું હતું. એટલું જ નહીં તેમના પ્રાઈવેટ પર પણ ખરાબ હાલતમાં હતા. બંનેની લાશ જોઈને કોઈએ પોલીસને જાણકારી આપી હતી. તપાસ પછી પોલીસે મૃતકોની ઓળખ રાહુલ મીણા અને સોનુ કુંવર તરીકે કરી હતી. રાહુલ મીણા ટીચરની નોકરી કરતો હતો.

રાહુલ અને સોનુ વચ્ચે હતું અફેર
ઉદયપુર એસપી વિકાસ કુમારે જણાવ્યું હતું કે રાહુલ અને સોનુ બંને પરિણીત હોવા છતાં બંને વચ્ચે લગ્નેત્તર સંબંધો હતા. ત્યાર પછી પોલીસે તપાસ આગળ વધારે તો બહાર આવ્યું કે આ મામલો તંત્ર-મંત્ર સાથે જોડાયેલો છે. ત્યાર પછી પોલીસે 200થી વધુ લોકોની પૂછપરછ કરી અને અનેક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ત્યાર બાદ પોલીસે 52 વર્ષના ભાલેશ કુમાર જોશીની ધરપકડ કરી હતી.

રાહુલની પત્નીએ મદદ માગી
ભાલેશ કુમારે પોલીસેને જણાવ્યું કે તે 8 વર્ષથી શેષનાગ ભાવજી મંદિરમાં લોકોના દુખ-દર્દ નિવારણ માટે તાવીજ બનાવે છે. જ્યારે સોનુ કુંવર નામની યુવતી રાહુલ મીણાના ઘરે આવતી-જતી હતી. દરમિયાન રાહુલ અને સોનુ વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. બીજી તરફ રાહુલ મીણા અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થવા લાગ્યા હતા. જેથી કંટાળીને રાહુલ મીણાની પત્ની તાંત્રિક ભાલેશ કુમાર પાસે પહોંચી હતી. જ્યાં તાંત્રિક ભાલેશ કુમારે રાહુલ અને સોનુના અનૈતિક સંબંધ બાબતે બધું જાણાવી દીધું હતું.

બદનામીના ડરથી બનાવ્યો ખોફનાક પ્લાન
ત્યાર બાદ તાંત્રિક ભાલેશ કુમારની નજર સોનુ કુંવર પર હતી. એટલા માટે તેણે સોનુ કુંવર સાથે ધરોબો વધારવાનું શરૂ કરી દીધું. પણ રાહુલ મીણાને બધી વાતની ખબર પડી ગઈ. ત્યાર પછી રાહુલ અને સોનુ તાંત્રિત ભાલેશ કુમાર પાસે પહોંચ્યા અને તેને બદનામ કરવાની ધમકી આપી. તાંત્રિક તેમની ધમકીથી ડરી ગયો. તેને ભક્તો વચ્ચે પોતાનું નામ અને ઓળખ ખરાબ થવાનો ડર લાગવા લાગ્યો. આ પરેશાનીમાં તાંત્રિક ભાલેશ કુમારે એક ખોફનાક ષડયંત્ર રચ્યું, જેને બાબતે કોઈ વિચારી પણ ન શકે.

વિધિના બહાને જંગલમાં બોલાવ્યા
તાંત્રિકે હત્યાને અંજામ આપવા માટે ફેવીક્વિક કે 50 પાઉચ ખરીદ્યા. જેને તેણે એક બોટલમાં ભરીને રાખી દીધા. એક દિવસ તાંત્રિકે ભાલેશે કુમારે એક વિધિના બહારને રાહુલ-સોનુને ગોગુંદા વિસ્તારના સૂમસામ જંગલમાં બોલાવ્યા હતા

રાહુલ-સોનુ રતિક્રિડામાં મગ્ન હતા અને ઉપર ફેવીક્વિક નાખી દીધી
તાંત્રિકે રાહુલ અને સોનુને કહ્યું કે જો તમે હંમેશા માટે એક થવા માંગતા હોવ તો હું કહું તેમ કરતા જાવ. સૌથી પહેલા ભાલેશે બંનેને પોત-પોતાના કપડાં ઉતારવા માટે કહ્યું. જ્યારે બંને નગ્ન થઈ ગયા તો તાંત્રિકે બંનેને પોતાની સામે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું. તાંત્રિકની વાત માનીને રાહુલ-સોનુ તેની સામે જ સંબંધ બાંધવા લાગ્યા. ત્યારે અચાનક તાંત્રિકે બોટલમાં ભરેલું ફેવીક્વિક તે બંને ઉપર ફેંકી દીધું. હજી તો રાહુલ અને સોનુ કંઈ સમજે એ પહેલા જ બંને એકબીજા સાથે ખરાબ રીતે ચોંટી ગયા.

બંનેના પ્રાઈવેટ પાર્ટ પર વાર કર્યા
બંને અલગ થવાનો પ્રયત્ન કરવા લાગ્યા તો તેમની ચામડી ઉખડવા લાગી. રાહુલ અને સોનુ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ તાંત્રિકે બંને પર ચાકુ અને પથ્થરોથી હુમલો કરી દીધો. તેણે બંનેના પ્રાઈવેટ પાર્ટ પર એક પછી એક અનેક વાર કર્યા. પથ્થરોથી પ્રાઈવેટ પાર્ટને કચડી નાખ્યા. અંતે બંને લોહીલુહાણ થઈને ત્યાં જ પડી ગયા અને તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ત્યાર પછી લાશ પર કેમિકલ નાખી લાશને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પછી તાંત્રિક ત્યાંથી ફરાર થઈ ગયો.

સોનુ પતિથી અલગ રહેતી હતી
ટીચરની નોકરી કરતા રાહુલ મીણાના પિતા હેડ કોન્સ્ટેબલ હતા. જ્યારે બીજી તરફ સોનુ પતિ સાથે ઝઘડા પછી બડગામમાં ભાડાના મકાનમાં અલગ રહેતી હતી. તે સિલાઈ કામ કરીને ઘર ચલાવતી હતી. ઘટનાસ્થળ પાસે કોઈ રાહદારીને એપ્પલનો મોબાઈલ મળ્યો હતો. જે રાહુલનો હતો. પોલીસે મોબાઈલના વોલપેપર પરના ફોટો દ્વારા પહેલા રાહુલની ઓળખ કરી હતી. ત્યાર પછી સીમના કોન્ટેક્ટ નંબરથી સોનુની ઓળખ થઈ હતી.

You cannot copy content of this page