Only Gujarat

National

પતિએ માની ના શકાય તે રીતે કરી પત્નીની હત્યા, પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ

એક બેંક અધિકારીની પત્નીનું ઘરમાં જ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે, સાપ કરડવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે મહિલાના પિતાનો આરોપ હતો કે, પુત્રીને પતિએ ઝહેર આપીને મારી નાખી છે અને સબુત માટે મરેલા સાપને પલંગની પાસે મુકી દીધો હતો. આરોપ એ પણ હતાં કે, જમાઈ કોઈ બીજી મહિલાની સાથે રહેતો હતો. આ જ કારણે મારી પુત્રીને પરેશાન કરતો હતો. તેણે મરેલા સાપને વેટનરી ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરવાની માંગ પણ કરી હતી. પોલીસે પીએમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો.

સંચાર નગર એક્સટેંશનમાં રહેનાર શિવાની પટેરિયાના મોતનો ખુલાસો થયો હતો. તેની હત્યા બેંક અધિકારી અને પતિ અમિતેષ પટેરિયાએ તકિયાથી મોંહ દબાવીને કરી હતી. પોલીસે ગોળ ગોળ ફેરવવા માટે એક મહિના પહેલા પ્લાનિંગ કર્યું હતું અને પછી રાજસ્થાનથી કોબરા લઈને પત્ની પાસે મુકી દીધો હતો. એટલે કહી શકાય કે, સાપ કરડવાથી મોત થયું છે. પોલીસના પરિવારજનોને ગુમરાહ કરવા માટે તે પત્નીનો મૃતદેહ અને એક મરેલો સાપ લઈને એમવાયએચ પહોંચ્યો હતો. પોલીસે અમિતેષની અટાકયત કરી હતી.

ઘટના કનાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અમિતેષે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. જણાવ્યું હતું કે, પત્ની હત્યા માટે ઘણાં દિવસોથી પ્લાનિંગ કરી રહ્યો હતો. તેની પત્ની સાપથી ડંખ મારીને હત્યા કરવાની યોજના બનાવી હતી. તે રાજસ્થાનના અલવર વિસ્તારથી કોબરા સાપ લાવ્યો હતો એટલે પોલીસ અને પરિવારજનો ગુમરાહ થઈ જાય. તેણે પ્લાનિંગ પ્રમાણે પોતાના પિતા અને બાળકોને ફરવા માટે બહાર મોકલી દીધા હતાં અને સુઈ રહેલી પત્નીને તકિયાથી મોંઢુ દબાવીને મારી નાખી હતી.

ગળું દબાવીને મારી નાખી છે તે વાત સામે ના આવે એટલે આ પ્લાનિંગ કર્યું હતું. ત્યાર બાદ મરેલા સાપને મૃતદેહ પાસે મુકી દીધો હતો. હાથ પર સાપે ડંખ માર્યા હોય તેવા નિશાન બનાવ્યા જેનાથી પોલીસ તેના પર વિશ્વાસ કરી લે. ત્યાં એકવાત જાણવા મળી કે આરોપીએ પહેલા પત્નીનું મોંહ તકિયાથી દબાવી દીધું પછી સાપનું મોંઢું પકડીને હાથ પર ડંખ મરાવ્યો. શિવાનીની હત્યામાં અમિતેષ પટેરિયાની બહેન પણ સામેલ હોવાનું પોલીસને જાણ થઈ હતી.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અમિતેષ પોતાની પત્ની શિવાની સાથે છેલ્લા 7 વર્ષથી મનમેન નહોતી. તેનું કારણ એ હતું કે, તેની દિલ્હીમાં બેંકમાં કામ કરી રહેલ યુવતી સાથે અફેર ચાલતું હતું. આજ કારણે શિવાનીને રસ્તામાંથી હટાવવાનું વિચારી રહ્યો હતો. આ પહેલા પણ ચાર વખત તેણે શિવાનીની હત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ સફળતા મળી નહોતી.

શિવાનીના પિતા આનંદ દીક્ષિતનું કહેવું હતું કે, જમાઈએ જ તેની બહેન સાથે મળીને મારી પુત્રીની હત્યા કરી હતી. પ્લાનિંગ પ્રમાણે ઘટનાના દિવસે શિવાનીના બન્ને બાળકોને લઈને તેની બહેન મોલમાં ફરવા માટે ગઈ હતી. સાંજે બાળકો ઘરે પરત ફર્યા તો તે હોસ્પિટલમાં હતી. જ્યારે તે હોસ્પિટલ લઈને પહોંચ્યો તો ડોક્ટરે કહ્યું કે તેનું મોત તો 10થી 12 કલાક પહેલા જ થઈ ગઈ હતી. મારી પુત્રીનું શરીર કાળાની જગ્યાએ પીળું પડી ગયું હતું. તેણે તેને કયું ઝહેર આપ્યું હતું કે કહેવું મુશ્કેલ હતું પરંતુ સાપના ડંખ મારવાથી તેનું મોત થયું નથી.

You cannot copy content of this page