Only Gujarat

National TOP STORIES

નવું સંશોધન: જો પહેલાં આ બીમારી થઈ હશે તો કોરોના સામે લડી શકશો મજબૂતીથી

વૈજ્ઞાનિકોના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અમુક પ્રકારની સામાન્ય શરદીથી ઉત્પન્ન થતી ઈમ્યૂનિટી કોવિડ -19 સામે રક્ષણ આપી શકે છે. સિંગાપોરની ડ્યુક-એનયૂએસ મેડિકલ સ્કૂલના ઇમ્યુનોલોજીના પ્રોફેસર એન્ટોનિયો બર્ટોલેટ્ટી અને તેના સાથીએ આ અભ્યાસ કર્યો છે. આ અધ્યયનમાં સમજાવ્યું હતું કે T-cells કોરોના સામે લડવામાં કેવી અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

ડેઇલી મેલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે શરદીથી જન્મેલા કેટલાક પ્રકારની સામાન્ય રોગપ્રતિકારક શક્તિ કોરોનાથી 17 વર્ષ સુધી સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જો કે, આ અભ્યાસને અત્યારે અંતિમ નિષ્કર્ષ તરીકે ગણી શકાય નહીં. હજી સુધી, કોઈ અન્ય દેશના આરોગ્ય અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સંશોધનકારો કહે છે કે જે લોકો અગાઉ બીટા કોરોના વાયરસને કારણે સામાન્ય શરદીનો ભોગ બન્યા છે તેઓની પાસે કોવિડ -19 સામે ઈમ્યૂનિટી હોઈ શકે છે અથવા તેઓ કોવિડ -19નો માત્ર નજીવો ભોગ બનશે. ખાસ કરીને OC43 અને HKU1 નામના Betacoronavirusesથી સામાન્ય શરદી થવા પર ઘરડા અને યુવાનોની છાતીમાં ગંભીર ચેપ લાવે છે. પરંતુ આ વાયરસની ઘણી આનુવંશિક ફીચર કોવિડ -19, મર્સ અને સાર્સને મળતા આવે છે.

અધ્યયન મુજબ, શરદીનાં આવા મામલાઓની સંખ્યા વધારે છે જે કોરોના ફેમિવીના વાયરસને કારણે થાય છે. જોકે, અત્યાર સુધી તેની જાણકારી નથી કે, Betacoronavirusesથી કેટલાં શરદીનાં મામલા થાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ સમાન જિનેટિક મેક-અપવાળા વાઈરસનો પહેલાં શિકાર બન્યો છે, તો પછી તે વર્ષો પછી શરીરમાં મેમરી ટી-સેલ્સની હાજરીને કારણે રોગપ્રતિકારક બની શકે છે. જો કે, આ અભ્યાસને નિષ્કર્ષ પર લઈ જવા માટે હજી વધુ પરીક્ષણોની જરૂર છે.

સ્ટડી માટે, કોરોનાથી સાજા થયેલા 24 દર્દીઓ, સાર્સથી બીમાર પડેલા 23 દર્દીઓ અને આવા 18 દર્દીઓના લોહીના નમુનાઓ કે જેઓ કોવિડ -19 કે સાર્સથી સંક્રમિત નથી. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોવિડ -19 અથવા સાર્સથી સંક્રમિત ન થનારા અડધા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ધરાવતા ટી સેલ્સ હતા.

જો કે, કેટલાક નિષ્ણાતો કહે છે કે, 2003માં સાર્સનાં શિકાર થનારા લોકોમાં કોવિડ -19માં મળી આવતાં પ્રોટીનને લઈને રોગપ્રતિકારક પ્રતિક્રિયા જોવા મળી છે. એવા સંકેત પણ છે કે કોવિડ -19 દર્દીઓમાં લાંબા સમય સુધી ટી-સેલ ઈમ્યૂનિટી ડેવલોપ થઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page