Only Gujarat

National

19 વર્ષીય નવ પરિણીતા પ્રિયા સાથે ક્રૂર વર્તન કર્યું, બધાની વચ્ચે કપડાં ફાડીને…

કોટા: અઢી મહિના પહેલાં લગ્ન કરનારી 19 વર્ષીય પ્રિયા હવે આ દુનિયામાં નથી. શનિવારે રાજસ્થાનના કોટાની એમબીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. મોત પહેલાં પ્રિયાએ વીડિયો બનાવ્યો અને પોતાની સાથે થયેલી જબરદસ્તી જણાવી હતી. યુવતીએ સાસરિયાઓની એક એક કરતૂત ઉજાગર કરી દીધી હતી. આરોપ છે કે, જંલગમાં જઈને તેના પહેલાં કપડાં ઉતારી દીધા પછી તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધા વચ્ચે તે ત્યાંથી ભાગી ગઈ હતી.

પ્રિયાના પિતા ભેરુલાલ ભીલવાડામાં હેડ કોન્સ્ટેબલ છે. દીકરીએ મોત પહેલાં વીડિયો બનાવ્યો હતો. પછી હોસ્પિટલમાં પણ પરિજનોથી વાતચીતનો વીડિયો બનાવ્યો છે. બંને વીડિયોમાં પ્રિયાએ કહ્યું હતું કે, સાસુ-સસરાએ તેના કપડાં ફાડી નાખ્યા હતાં. ઝેર ખવડાવી દીધું. અઢી મહિના પહેલાં જહાજપુરના પંડેર ગામમાં વિક્રમ સાથે તેના લગ્ન થયાં હતાં. પિકા ભેરુલાલે પતિ, સાસુ, સસરા, જેઠાણી સહિત સાસરિયા પક્ષના લોકો સામે દહેજની માંગ કરી મારઝૂડ કરી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તો પોલીસે આને આત્મહત્યા ગણાવી છે.

વીડિયોમાં અત્યાચારની દાસ્તા
પ્રિયાએ પોતાના વીડિયો વાઇરલ કરતાં સાસરી પક્ષના લોકોને પર ખોટી રીતે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ પ્રિયાએ જણાવ્યું કે, મારઝૂડ પછી તેના બધાં કપડાં ફાડી તેના સસરા સામે લાવવામાં આવી હતી. જેથી તે ખૂબ જ ડરી ગઈ હતી. આ પછી પ્રિયાનો બીજો વીડિયો હોસ્પિટલના બેડ પર પરિજનોએ બનાવ્યો હતો. જેમાં પ્રિયાએ કહ્યું હતું કે, મને જબરદસ્તી ઝેર ખવડાવવામાં આવ્યું હતું. વીડિયો બનાવ્યા દરમિયાન તે આ વાત કહેતાં કહેતાં ચૂપ થઈ ગઈ હતી.

પિતાએ જણાવી આખી વાત
પિતા ભેરુલાલે જણાવ્યું કે, 5 છોકરીઓ અને 2 છોકરામાં પ્રિયા છઠ્ઠા નંબરની હતી. આ વર્ષે 26 એપ્રિલે તેના લગ્ન કરવામાં આવ્યા હતાં. લગ્નમાં 4 તોલા સોનુ, ટીવી, ફ્રિઝ, ડબલ બેડ સહિત ઘરેલુ સામાન આપવામાં આવ્યો હતો. લગ્નના 5થી 7 દિવસમાં જ સાસરિયાઓએ પ્રિયા સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. 6 લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. દીકરી સાથે મારઝૂડ કર્યાની ફરિયાદ બાગોર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી સાસરિયાઓએ પ્રિયા સાથે મારઝૂડ કરતાં હતાં. મારઝૂડથી પ્રિયા હેરાન થઈને પ્રિયાને જુલાઈ મહિનામાં પોતાના પિયરમાં બોલાવી લેવામાં આવી હતી. 18 જુલાઈએ પ્રિયા પોતાના પતિની વાતોમાં આવીને સાસરીમાં પાછી ગઈ હતી. 19 જુલાઇએ પ્રિયા સાથે મારઝૂડ શરૂ કરવામાં આવી હતી. આ પછી પ્રિયાએ પંડેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. રાજીનામા પછી પ્રિયા સાસરીમં જતી રહી હતી.

ભાગીને બચાવ્યો જીવ
પ્રિયાના પિતાએ કહ્યું કે, દીકરીને 22 જુલાઇએ જંગલમાં લાવવામાં આવી હતી. ત્યાં અમાનવીય હરકત કરવામાં આવી હતી. પ્રિયાએ માંડ-માંડ ત્યાંથી જીવ બચાવ્યો હતો. ફોન કરી દરેક વાત જણાવી હતી. થોડીવાર પછી કોઈ વ્યક્તિએ ફોન કરી માહિતી આપી કે તમારી દીકરીએ ઝેર ખાઈ લીધું છે. તેને સારવાર માટે ભિલવાડા લઈ જવામાં આવી છે. સાસરિયાવાળા પ્રિયાને ભિલવાડાની જગ્યાએ કોટા એમબીએસમાં દાખલ કરાવવા જતાં રહ્યાં હતાં. એક દિવસ સુધી દીકરી હોસ્પિટલમાં એકલી રહી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

પોલીસની કહાની
પંડેર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભંવરનાથે જણાવ્યું કે, 21 તારીખે પ્રિયા પંડેર બસ સ્ટેન્ડ પર હતી. આસપાસના લોકોએ જણાવ્યું કે, તે ઝેર ખાઈ રહી હતી. લોકોએ તેની સાથે ગોળી છીનવી લઈને હોસ્પિટલ પહોંચાડી હતી. પછી કોટા લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં પ્રિયાએ નિવેદન આપવાની સ્થિતિમાં નહોતી. શનિવાર સવારે તેનું મોત થઈ ગયું હતું. મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ પછી શબ પરિજનોને સોંપી દેવામાં આવ્યો હતો. પરિજનોએ સાસરિયા પક્ષ સામે દહેજ માંગવાની ફરિયાદ કરી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

You cannot copy content of this page