Only Gujarat

National TOP STORIES

કોરોના સામે લડવામાં કારગર સાબિત થઈ રહ્યો છે આ સ્પેશિયલ ઉકાળો, 800 વર્ષ જૂનો છે આ નુસખો

રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના ગાંધી વિદ્યા મંદિરની શ્રી ભંવર લાલ દૂગડ વિશ્વભારતી કેમિકલ લેબમાં બનેલ આ રોગ પ્રતિકારક ઉકાળો કોરોના વાયરસ (કોવિડ-19) ના ઈલાજમાં ખૂબજ અસરકારક સાબિત થઈ રહ્યો છે. સરદાર શહેરના ગાંધી વિદ્યા મંદિર સંસ્થાનો દાવો છે કે, આયુર્વેદિક ઔષધિઓના ઉકાળાની માંગણી રાજસ્થાન સિવાય પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બંગાળ સહિત ઘણાં રાજ્યોમાંથી થઈ રહી છે.

સરદાર શહેરના ગાંધી વિદ્યા મંદિર સંસ્થાનો દાવો છે કે, તેમનો આયુર્વેદિક ઉકાળો કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થઈ રહ્યો છે. ઉકાળાની રોગ પ્રતિકારક ક્ષમતાને જોતાં સંસ્થા રોજનાં એક લાખ ઉકાળાનાં પેકેટ તૈયાર કરે છે, પરંતુ માંગ બહુ વધુ હોવાથી આ ઉત્પાદન ક્ષમતા બહુ જલદી એક લાખથી વધારીને રોજિંદાં ત્રણ લાખ પેકેટ કરશે.

ગાંધી વિદ્યા મંદિરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળો બનાવતાં મશીનો સતત કામ કરી રહ્યાં છે. સંસ્થાના અધ્યક્ષ હિમાંશુ દુગડનું કહેવું છે કે, ‘કોરોના વાયરસના ઈલાજમાં આયુર્વેદિક ઉકાળો કારગર સાબિત થઈ રહ્યો છે. જેને જોતાં ગાંધી વિદ્યા મંદિર દ્વારા રોજનાં એક લાખ પેકેટ તૈયાર કરવામાં આવે છે. અહીંનું એક મશીન રોજનાં 30 લાખ પેકેટ તૈયાર કરશે. ગાંધી વિદ્યા મંદિરમાં 6 મશીન લગાવેલાં છે આવાં, જે રોજનાં બેથી ત્રણ લાખ સુધીનાં ઉકાળાનાં પેકેટ બનાવશે.’ હિમાંશુ દૂગડે જણાવ્યું કે, દેશનાં બધાં જ રાજ્યોને આ ઉકાળો મફતમાં આપવામાં આવશે.

વધુમાં હિમાંશુ દૂગડે જણાવ્યું, ‘શ્રી ભંવરલાલ દૂગડ વિશ્વભારતી રસાયણશાળાએ સર્વ જ્વરહર ચૂર્ણ બનાવ્યું છે, જેની માંગ રાજસ્થાન અને ગુજરાતના અમદાવાદમાં ખૂબજ છે. ચુરૂ જિલ્લાના ગાંધી વિદ્યા મંદિર, સરદાર શહેરમાં આવેલ આ રસાયણશાળાના ચૂર્ણને રાજસ્થાન આયુર્વેદની માન્યતા મળેલ છે. રસાયણશાળાનાં અધિકારીઓ આ ચૂર્ણને દરેક પ્રકારના વાયરસથી થતા જ્વરનું નાશક જણાવે છે. આયુષ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, ઘણાં રાજ્યોમાં આ પ્રકારના અલગ-અલગ પ્રયોગ ચાલી રહ્યા છે.’

ગાંધી વિદ્યા મંદિરના અધ્યક્ષ હિમાંશુ દુગડનો દાવો છે, ‘કેટલાંક રાજ્યો તેને દવા સ્વરૂપે અપનાવવા લાગ્યાં છે, પરંતુ ભારત સરકારનું આયુષ મંત્રાલય અને આયુષ પદ્ધતિના વિશેષકો, આઈસીએમઆર અને સીએસઆરની અધ્યક્ષતા નીચે હવે તેને પ્રામાણિક ઈલાજ રૂપે સ્વિકાર્ય કારવાનું છે. આઈસીએમઆરના સહયોગથી આયુષ વિશેષકે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કોવિડ-19 ના સંક્રમિતો પર કર્યો છે. તેનાં ખૂબ સારાં પરિણામ આવ્યાં છે. ત્યારબાદ આઈસીએમઆરે પણ તેના પર પોતાની સહમતિ જણાવી છે.’

સંસ્થાનો દાવો છે કે, આ ઈલાજ અસરકારક છે એવું સામે આવ્યા બાદ આખી દુનિયામાં આયુષ પદ્ધતિનો ડંકો વાગી શકે છે. દુગડે જણાવ્યું, ‘ગુજરાત પોલીસનો ફોન આવ્યો છે કે, ત્યાં હાલત ખૂબજ ખરાબ છે. તેમને સર્વ જ્વરહર ચૂર્ણની તાત્કાલિક જરૂર છે. તો સીઆરપીએફના બધા જ જવાનો માટે 20 હજાર પેકેટ મંગાવ્યાં છે.’

વધુમાં દુગડે જણાવ્યું, ‘અમદાવાદમાં પોલીસ વહિવટી તંત્રે રાજસ્થાનના ચુરૂ શહેરથી કોવિડ-19 સંક્રમણ સામે લડવા આ ઉકાળો મંગાવ્યો તો બીજી તરફ ભીલવાડાના જિલ્લાધિકારી અને રાજસ્થાન સરકારે પણે આ પ્રકારની પહેલ શરૂ કરી દીધી છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં પણ હવે આ આયુર્વેદિક ઉકાળાના ઉપયોગ માટે સલાહ આપવામાં આવે છે.’

ગાંધી વિદ્યા મંદિર સંસ્થાના અધ્યક્ષ હિમાંશુ દુગડનું કહેવું છે કે, ગાંધી વિદ્યા મંદિર સંસ્થાના અમારા બધા જ સભ્યોને એવું લાગી રહ્યું છે કે, અમારી સેવા કરવાની જે ઇચ્છા છે તે હજી પૂર્ણ નથી થઈ. તેને હવે અમારે આખા દેશમાં પહોંચાડવો છે. જો કોઇપણ સરકાર માંગશે તો અમે લોકો ઉકાળાનાં પાઉચ દેશભરમાં મફતમાં પહોંચાડશું.

અધ્યક્ષ હિમાંશુ દુગડે જણાવ્યું, ‘ઉકાળો એક 800 વર્ષ જૂની આયુર્વેદિક પરંપરા છે. આ પરંપરાને શી એ. નાગરાજજીએ અમને એક ઉપાય તરીકે આપી છે. તેમના જ પરિવારની પરંપરાનો નુસખો છે. આ નુસખો અમે બધાંને જાહેરમાં જણાવ્યો છે. જેમાં 10 વસ્તુઓનો ઉપયોગ થાય છે. સૂંઠ, કાળામરી, પીપળો, જાવિત્રી, લવિંગ, નાની ઈલાયચી, મોટી ઈલાયચી અને તુલસીનાં પાનનો સમાવેશ થાય છે.’

હિમાંશુ દુગડનો દાવો છે કે, આ ઉકાળાનાં જબરદસ્ત પરિણામો અમે બધાંએ જોયાં છે, તાજેતરમાં જ સરદાર શહેરમાં 7 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમના પરિવારના 103 લોકો ક્વોરન્ટીન સેન્ટરમાં છે. અત્યારે બધા જ નેગેટિવ થઈ ગયા છે. તેમણે બધાંએ આ જ ઉકાળાનું સેવન કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page