Only Gujarat

National TOP STORIES

આખી દુનિયામાં ફક્ત 112 લોકો જ કરે છે આ નોકરી, જાણો એવું તો શું કામ કરવાનું હોય છે?

એક સમયે બહુ મર્યાદિત ક્ષેત્રો એવાં હતાં, જેમાં લોકો કરિયર બનાવવાનું સપનું જોતા, પરંતુ હવે સમય બદલાઇ ગયો છે. ઉદારીકરણના આ સમયમાં એક-બાદ એક એમ ઘણાં અલગ-અલગ ક્ષેત્રોમાં નોકરીઓ ઊભી થઈ છે. તમને કદાચ વિશ્વાસ નહીં થાય કે, એક એવું પણ ક્ષેત્ર છે, જેમાં આખી દુનિયામાં માત્ર 112 લોકો જ આ કામમાં છે. આ પ્રોફેશન છે પાણીના ટેસ્ટિંગનો. જી હા, જે રીતે ખાવા-પીવાની વસ્તુઓનું અને વાઇનનું ટેસ્ટિંગ થાય છે, એ જ રીતે હવે પાણીના ટેસ્ટિંગનો પ્રોફેશન પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, પાણીના પણ અલગ-અલગ ટેસ્ટ થાય છે, જેમાં હલકો, ફ્રૂટી, વુડી એમ અલગ-અલગ ટેસ્ટ હોય છે. ધ હિંદૂ બિઝનેસ લાઇનના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રોફેશનમાં માત્ર એકજ વ્યક્તિ છે, જેનું નામ છે ગણેશ અય્યર. ગણેશ અય્યર દેશના એકમાત્ર સર્ટિફાઇડ વોટર ટેસ્ટર છે. ગણેશે જણાવ્યું કે, આગામી 5-10 વર્ષમાં પાણી ટેસ્ટિંગ સેક્ટરમાં માંગ બહુ વધશે.

ગણેશ અય્યરના જણાવ્યા અનુસાર, પાણીની અલગ-અલગ ઓળખ હોય છે અને તે પોતાની રીતે યૂનિક હોય છે. તેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ હોય છે. ગણેશનું કહેવું છે કે, આગામી દિવસોમાં રેસ્ટોરેન્ટ બિઝનેસમાં આ પ્રોફેશનની માંગ બહું વધશે. ગણેશ અય્યર બેવરેજ કંપની Veen ના ભારત અને ભારતીય મહાદ્વિપના ઓપરેશન નિર્દેશક છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page