Only Gujarat

Bollywood FEATURED

બહેનો હોય તો આવી…! ‘ધક ધક ગર્લ’ માધુરીની કરિયર બનાવવા સગી બહેનોએ આપ્યું બલિદાન!

મુંબઈ: બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેમની બહેનો અને પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. માધુરીએ પોતાની બહેન સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંને સ્કૂલ કોમ્પિટિશન દરમિયાન ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ ફોટોમાં એ ઓળખવું મુશ્કેલ છે કે કોણ માધુરી છે અને કોણ તેની બહેન. માધુરી વિશે ઘણા લોકો જાણે છે પરંતુ તેની બે બહેનો રુપા અને ભારતી દીક્ષિત વિશે લોકોને વધુ જાણકારી નથી.

મોટી બહેનો ભારતી અને રુપા સાથે માધુરી દીક્ષિત તથા પરિવાર.

બે બહેનોની સાથે માધુરીનો એક ભાઈ પણ છે, જેનું નામ અજીત દીક્ષિત છે. જોકે, માધુરીનું સ્ટારડમ એટલું વધારે રહ્યું કે તેમના પરિવાર વચ્ચે લોકોને કોઈ જાણકારી નથી.

માધુરીની જેમ તેની બંને બહેનો પણ ટ્રેઈન્ડ કથ્થક ડાન્સર છે. કહેવાય છે કે માધુરીને એક્ટ્રેસ બનાવવા માટે રુપા અને ભારતીએ ક્યારેય બોલીવુડમાં જવાનું ના વિચાર્યું.

જોકે માધુરીની બંને બહેનો હવે સેટલ થઈ ચુકી છે. પરંતુ તેમના વિશે વધુ જાણકારની નથી મળી.

માધુરીના પિતાનું નામ શંકર દીક્ષિત અને માતા સ્નેહલતા દીક્ષિત છે. શંકર દીક્ષિત એન્જીનિયર હતા અને ખુદની ફેક્ટરી ધરાવતા હતા. સપ્ટેમ્બર 2019માં 91 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થઈ ગયું.

80 અને 90ના દાયકામાં ટોચની અભિનેત્રી રહેલા માધુરીએ 1999માં લૉસ એન્જેલસ, કેલિફોર્નિયાના કાર્ડિયોવાસ્કુલર સર્જન શ્રી રામ માધવ નેને સાથે લગ્ન કર્યા.

માધુરી અને શ્રી રામના લગ્નમાં બોલીવુડના પીઢ અભિનેતા દિલીપ કુમાર, તેમની પત્ની અને અભિનેત્રી સાયરા બાનો, શ્રીદેવી, તેમના પતિ બોની કપૂર, અમરીશ પૂરી, પ્રેમ ચોપરા, નમ્રતા શિરોડકર અને મશહૂર એમએફ હુસૈન સહિત અને સેલેબ્સ હાજર રહ્યા હતા.

માધુરી દીક્ષિતનો જન્મ 15 મે, 1967માં મુંબઈમાં થયો હતો. માધુરી છેલ્લા 36 વર્ષથી ફિલ્મોમાં એક્ટિવ છે. તેમણે 1984માં આવેલી ફિલ્મ ‘અબોધ’થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને સફળતા ના મળી પરંતુ માધુરીના કામના વખાણ કરવામાં આવ્યા હતા.

માધુરી એક્ટ્રેસની સાથે સારી ડાન્સર પણ છે. તે માત્ર 3 વર્ષની ઉંમરે ડાન્સ શિખવા લાગી હતી. તે એક ટ્રેઈન્ડ કથ્થક ડાન્સર છે.

માધુરી બે દીકરા અરીન અને રિયાનના પેરેન્ટ્સ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page