Only Gujarat

FEATURED National

દીકરો હંદવાડામાં શહીદ થયો, માતા લાડલાના યુનિફોર્મને જોઈ વહાવી રહી છે આંસુઓ

પંજાબઃ પંજાબ-હરિયાણાની સીમા પાસે આવેલા ગામ રાજરાણાના નાયક રાજેશ કુમાર 4 મેના દિવસે જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં થયેલી આતંકી મુઠભેડમાં શહીદ થઈ ગયા હતા. 29 વર્ષના આ વીરે માતૃભૂમિનું ઋણ અદા કર્યું, પરંતુ પરિવારે મજૂરી કરીને ત્રણ દીકરામાંથી વચ્ચેના દીકરાને સેનામાં મોકલ્યો અને હવે તેઓ એકલા પડી ગયા છે. દીકરાના જવાનું દુઃખ અને ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા આ શહીદના પરિવારના સપના પળવારમાં વિખેરાઈ ગયા. માતા સેનામાં નાયક દીકરાનો સહેરો સજાવીને રહી ગઈ અને દીકરો ભાઈઓ અને પિતાને આત્મનિર્ભર બનાવવાનું સપનું દિલમાં લઈને દેશ પર કુરબાન થઈ ગયો. હવે આ પરિવારના માટે આ દુઃખ ભુલાવવું પડ્યું અને મુશ્કેલીથી પાટા પર ચડેલી ઘરની આર્થિક સ્થિતિ અને પરિવાર વિખેરાઈ ગયો. નાયક રાજેશના શહીદ થયા બાદ પરિવારનો કોઈ આર્થિક સહારો નથી રહ્યો.

એ આખરી બોલ…ક્યારેય નહીં ભૂલે પિતાઃ પિતા રામ સિંહ જણાવે છે કે દીકરો રાજેશ આ વખતે રજામાં કહીને ગયો હતો કે, પાપા આ વખતે હું જલ્દી આવીશ. પરંતુ તેની સાથે ગામ કરંડીનો પણ એક નાયક તેની યુનિટમાં જ તહેનાત હતો, જે પહેલા રજા પર આવ્યો હતો. આ દરમિયાન લૉકડાઉન થઈ ગયું અને તે જવાન રજા પર પાછા ના જઈ શક્યા. જેનાથી રાજેશ કુમારને રજા મળવામાં વાર લાગી ગઈ. જો લૉકડાઉન ના થયું હોત તો રાજેશ રજા ઘરે આવી ગયા હોત. જ્યારે દીકરીના લગ્ન હતા ત્યારે અમારી પાસે રૂપિયાની કમી હતી ત્યારે રાજેશે ઉત્સાહ આપ્યો હતો કે પાપા લગ્નમાં પૈસાની ફિકર ન કરો. તેમની આ જ શબ્દોએ ચહેરા પર હાસ્ય લાવ્યું અને જીવનભરના થાકને દૂર કરી દીધો. ખુશીથી દીકરીના લગ્ન કરાવ્યા હતાં.

માતાએ કહ્યું….પોતાના વિશે ક્યારેય નહોતું વિચાર્યું રાજેશેઃ આંખોમાં બેચેની, યુનિફોર્મ પર હાથ અને લાંબા દિવસો દીકરાના ઘરે પાછા આવવાની રાહ જોઈ રહેલી માતાના સપના પળભરમાં ચકનાચૂર થઈ ગયા. દીકરાના ગમમાં બેસુધ માતા વારંવાર યુનિફોર્મ પર નજર રાખીને બેઠા જ રહે છે કે કદાચ તેમનો દીકરો આવીને કહેશે, કે મા હું રજા માણવા આવી ગયો. શહીદ નાયકના માતા બદામી દેવી ભીની આંખે કહે છે કે આખી ઉંમર અમે મજૂરી કરતા રહ્યા. દીકરાની ભરતી થઈ તો લાગ્યું કે, ખુશીઓ પાછી આવશે. ઘર બરાબર નહોતું. દીકરાને અમારી ચિંતા રહેતી હતી. અમને સુખના દિવસો બતાવવા પહેલા ઘર સરખું કરાવ્યું. જ્યારે પણ તેણે લગ્ન કરવાનું કહેતા તો, તે કહેતો કે, પહેલા બહેનના લગ્ન કરાવી દો, પછી કહ્યું કે હું તમને ઘર બનાવી આપું, અને હવે તેનું સપનું પિતા અને ભાઈઓને પોતાના ખેતરમાં કામ કરતા જોવા માંગતો હતો. પોતાના માટે ક્યારેય કાંઈ વિચાર્યું જ નહીં. તેને ખબર નહોતી કે જેના લગ્નના સપના જોયા હતા, તેની અર્થી જોવી પડશે.

પાંચ ભાઈ-બહેનોનો હતો સહારોઃ આર્થિક રીતે મજૂર પરિવાર રાજેશ પર જ નિર્ભર હતો. સેનામાં ભરતી થયા બાદ પોતાની નાની બહેનના લગ્ન કરાવ્યા. ફરી ગામના મકાનને પાક્કુ કરાવ્યું, જેથી વૃદ્ધ માતા-પિતા સુખના દિવસો જોઈ શકે. હવે તે પિતા અને બંને ભાઈઓને આત્મનિર્ભર બનાવવાના સપના જોતા હતા. નાયક રાજેશના કહેવા પર જ પિતાએ જમીન ઠેકા પર લઈને બંને દીકરા સહિત ખેતી કરવાની શરૂ કરી દીધી હતી. જો કે રાજેશની શહીદીએ તેમના આત્મનિર્ભર થવાના સપના ફરી એકવાર પસ્ત થઈ ગયા. કારણ કે રાજેશ જ પરિવારનો એકમાત્ર સહારો હતો. પિતા રામ સિંહના પ્રમાણે નાયક રાજેશ કુમારે પ્રાથમિક શિક્ષણ ગામની સ્કૂલમાં લીધું. જે બાદ વર્ષ 2010 દરમિયાન તેણે સેવા જોઈન કરી. અભ્યાસના સમયે જ રાજેશને કુસ્તીના ખેલમાં રુચિ હતી તેને અનેક ઈનામો મળી ચુક્યા હતા. જેથી સેનામાં તેનું સિલેક્શન જલ્દીથી થઈ ગયું. પરિવારના પાંચ ભાઈ બહેનોમાં રાજેશ વચ્ચેના હતા. તેના પર જ આખો પરિવાર નિર્ભર હતો. બંને ભાઈ અને પિતા મજૂરી કરતા હતા અને હવે રાજેશના કહેવા પર ખેતી કરતા હતા.

70 વર્ષ પહેલા હરિયાણા ફતેહબાદથી આવીને વસ્યો હતો પરિવારઃ લગભગ 70 વર્ષ પહેલા ફતેહાબાદના સાબરપુરાથી રાજરાણામાં આવીને વસ્યા હતા. પિતાના પાસે પોતાની કોઈ જમીન ના હોવાના કારણે તેમણે ખેતરમાં મજૂરી કરીને પોતાના બાળકોને ભણાવ્યા. મજૂરી કરીને અને વ્યાજે પૈસા લઈને મોટી દીકરી ગીતાના લગ્ન કર્યા. જે દરમિયાન દીકરા જુવાન થવા લાગ્યા તો રામ સિંહને લાગ્યું કે તેમના સારા દિવસો આવવાના છે. મજૂરીની સાથે સાથે પોતાની ગામમાં એકથી દોઢ એકર જમીન ઠેકા પર લઈને ખેતી પણ કરવા લાગ્યા. જેમાં બંને દીકરા દેવીલાલ અને સુભાષચંદ તેમની મદદ કરતા હતા. મોટો ભાઈ દેવીલાલ હજુ પણ કુંવારા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page