લગ્નના બંધનમાં બંધાઈ જશે સાઉથનો આ સુપરસ્ટાર, દુબઈમાં ચાલશે બે દિવસ ફંક્શન

હૈદરાબાદ: સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર નિતિન પોતાની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ શાલિનીની સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. નીતિન અને શાલિનીની સાથે ડેસ્ટિનેશન વેડિંગ એટલે કે બન્નેના મેરેજ ફંક્શન દુબઈમાં રાખવામાં આવ્યા છે. બન્ને 16 એપ્રિલે લગ્નગ્રંથીથી જોડાશે. વેડિંગ ફંક્શન બે દિવસ ચાલશે. બંન્ને તમામ તૈયારી કરી લીધી છે.

અભિનેતા નીતિનના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેણે ગેસ્ટ માટે એર ટીકિટનું પણ બુકિંગ કરાવી લીધું છે. લગ્નમાં લગભગ 50-60 જ મહેમાનો સામેલ થાય તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રી-વેડિંગ ફંક્શન 15 એપ્રિલે યોજાશે. બન્નેના લગ્ન સમાજના રિત-રિવાજ પ્રમાણે 16 એપ્રિલે કરવામાં આવશે. મહેમાનોને આમંત્રણ કાર્ડ પણ મોકલી આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, નીતિન અને શાલિની બન્ને એકબીજાને છેલ્લા 4 વર્ષથી ડેટ કરી રહ્યાં છે. આ લગ્ન અરેન્જની સાથે લવ મેરેજ પણ છે. બન્નેના માતા-પિતાએ બન્નેની મિત્રતાને લઈને લગ્નનો કરાવવાનો નિર્ણય કર્યો હતો.

નીતિનની ફિયાન્સી શાલિની એમબીએ ગ્રેજ્યુએટ છે અને તેણે યુકેમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. લગ્ન બાદ નીતિનના પરિવારજનોએ હૈદરાબાદમાં એક રિસેપ્શનનું આયોજન કર્યું છે જેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તમામ સેલેબ્સ સામેલ થશે.

નીતિનના પિતા સુધાકર રેડ્ડુ પ્રોડ્યુસર અને ડિસ્ટ્રીબ્યૂટર છે. તેની મોટી બહેન છે જેનું નામ નિતિકા છે. નીતિનની અપકમિંગ ફિલ્મ ભીષ્મા છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. નીતિન લગ્ન પહેલાં જ ફિલ્મનું શૂટિંગ ખત્મ કરવા માગે છે.

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →