Only Gujarat

National

એકના એક લાડલા ભાઈનું ભાઈનુ મોત, બહેનનું હૈયાફાટ રૂદન, રડાવી દેતો બનાવ

જયપુરઃ ભરતપુરથી ઉદયપુર જતા સમયે ટોંકમાં એક કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કારમાં ટોટલ 5 લોકો હતા, જેમાંથી ચારનું ઘટનસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ પોલીસ આવી હતી અને ગામવાસીઓની મદદથી કારનો દરવાજો તોડીને લાશો બહાર કાઢી હતી. એક વ્યક્તિ ઘાયલ હતો, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. ચારમાંથી એક અરિહંત નામના યુવાનનો બીજા દિવસે એટલે કે 31 જુલાઈએ બર્થ-ડે હતો. અરિહંતને તેના પિતા પોતાનો બિઝનેસ સોંપીને સરપ્રાઈઝ આપવાના હતા.

શું હતી પૂરી ઘટનાઃ ઘટના રાજસ્થાનના ધાડ વિસ્તારના સરોલી ત્રણ રસ્તાની છે. પોલીસ ભંવરલાલ મીણાએ કહ્યું હતું કે તમામ મૃતકો તથા ઘાટલ ભરતપુર જિલ્લાના કામના છે. આ તમામ શુક્રવાર, 30 જુલાઈની રાત્રે ઉદયપુર ફરવા જતા હતા. આ પહેલાં રાત્રે અંદાજે 12.45 વાગે સરોલી ત્રણ રસ્તા પર આ કમકમાટીભર્યો અકસ્માત થયો હતો. કહેવાય છે કે ડિવાઇડર સાથે કાર અથડાઈ પછી અનેકવાર પલટી મારી હતી. કારમાં પાંચ લોકો બેઠાં હતા અને પાંચમાંથી ચારના તરત જ મોત નીપજ્યા હતા.

તમામે તમા ભરતપુરનાઃ ઘટનામાં જે ચારના મોત થયા તેમાં રાજેન્દ્ર અગ્રવાલનો પુત્ર હેમંત, દિવાકર શર્માનો પુત્ર પવન શર્મા કુમકુમ જૈનનો પુત્ર અરહિંદ તથા બાબુલાલ સૈનીનો પુત્ર કૃષ્ણા હતા. હરભજન રાજપૂતનો પુત્ર ગુલશન ગંભીર રીતે ઘાયલ છે. આ તમામની ઉંમર 20-22 વર્ષની આસપાસ છે. ગુલશનને ટોંક હોસ્પિટલમાંથી જયપુર હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે. અરહિંત, ગુલશન, દિવકાર તથા હેમંત ચારેય મિત્રો છે અને ઉજ્જૈન જતા હતા. જોકે, આ ચારમાંથી ત્રણના મોત થયા હતા. પાંચમો ડ્રાઇવર કૃષ્ણાનું પણ મોત થયું છે. ગુલશનની સારવાર જયપુરમાં થઈ રહી છે.

ઉદયપુરમાં બર્થડે સેલિબ્રેટ કરવાનો હતોઃ આ ચારેય મિત્રો ભરતપુરથી ઉજ્જૈન ફરવા માટે નીકળ્યા હતા. શુક્રવાર, 30 જુલાઈના રોજ સાંજે સાડા ચાર વાગે નીકળ્યા હતા. ઉદયપુરમાં નાઇટ સ્ટે કરવાનો હતો. અરિહંતનો 31 જુલાઈના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ ઉદયપુરમાં સેલિબ્રેટ કરવાનો હતો. ત્યાંથી પછી ઉજ્જૈન જવાનું હતું.

એકનો એક દીકરો હતો અરિહંતઃ હેમંતની વાસાણોની દુકાન હતી. દિવાકર જીમ ચલાવતો હતો. ગુલશન અભ્યાસ કરે છે. અરહિંતના પિતાની સિમેન્ટની દુકાન છે. તે માતા-પિતાનો એકનો એક દીકરો હતો. આ ઘટના બાદ વેપાર મહાસંઘે કામ જિલ્લાના બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ફોન આવ્યા બાદ ઓળખવિધિ થઈઃ અકસ્માત થતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. અચાનક એક મૃતકનો ફોન વાગ્યો હતો અને તે ફોન પર દીપિક નામના એક મિત્રનો કોલ હતો. પોલીસે વાત કરી અને પૂછપરછમાં તમામ વાતો સામે આવી હતી. ઘટના બાદ હોસ્પિટલ આવેલા કુમકુમ જૈન, અરિહંતના પિતાએ કહ્યું હતું કે તેમણે રાતના સાડા દસ વાગે દીકરા સાથે વાત કરી હતી. તેમણે ત્યારે જ દીકરાને ટોક્યો હતો કે તે રાતે કાર ના ચલાવે અને ટોંકમાં જ રોકાઈ જાય. જોકે, તેણે એવો જવાબ આપ્યો હતો કે તે કોટા જઈને રોકાશે. ટોંક પહોચ્યાં અને આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર અરિહંત જ ચલાવતો હતો.

પરિવારમાં મોટી બહેનઃ કુમકુમ જૈનને મોટી દીકરી મહેક છે અને નાનો દીકરો અરહિંત છે. દીકરાના મોતના સમાચાર સાંભળ્યા બાદ બહેન તથા માતા સુધાની હાલત ઘણી જ ખરાબ છે. તેઓ વારેઘડીએ બેહોશ થઈ જાય છે. 22 ઓગસ્ટે રક્ષાબંધન છે અને રક્ષાબંધનના બરોબર 23 દિવસ પહેલાં અરહિંતનું મોત થયું હતું. અરિહંત પરિવારમાં ઘણો જ લાડકો હતો.

પરિવાર સરપ્રાઈઝ આપવાનું હતુંઃ અરહિંતના પિતા સિમેન્ટનો બિઝનેસ કરે છે. તેમણે નક્કી કર્યું હતું કે અરિહંત મહાકાળના દર્શન કરીને પાછો આવશે, પછી તેને તમામ કારોબાર આપી દેશે. જોકે, તેમને ખ્યાલ જ નહોતો કે મહાકાળ પહોંચે તે પહેલાં જ તેમનો દીકરો મોતને ભેટશે. અરિહંદ બીએનો અભ્યાસ કરતો હતો. લૉકડાઉન દરમિયાન અરહિંત તથા કુમકુમ જૈને અનેક જરૂરિયાતમંદની મદદ કરી હતી.

You cannot copy content of this page