Only Gujarat

National

ટાટાની આ પોપ્યુલર કાર આગમાં સ્વાહા, જાહેરમાં રોડ પર જ ધૂમાડાના ગોટેગાટા વચ્ચે બળીને ખાખ

અત્યાર સુધી ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવતી હતી, હવે ટાટાની નેક્સન EVમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા ઉપર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફાયરબ્રિગેડની ટીમ કારની આગ ઓલવતા દેખાય છે. નેક્સન EVમાં આગ લાગવાની આ ઘટના મુંબઈના વસઈ વિસ્તારની છે.

રિપોટ્સ પ્રમાણે કાર માલિકે તેને તેની ઓફિસમાં રેગ્યુલર સ્લો ચાર્જર પર ચાર્જિંગમાં મુકી હતી. ત્યારપછી તેઓ જ્યારે ત્યાંથી કાર લઈને નીકળ્યા ત્યારે કારમાંથી કઈક અવાજ આવવા લાગ્યો હતો. કારમાં ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટમાં એલર્ટ મળવા લાગ્યું હતું. આ જોઈને તેમણે કારને સાઈડમાં કરીને બહાર આવી ગયા અને થોડી જ વારમાં કારમાં આગ લાગી ગઈ હતી.

ટાટા મોટર્સે તપાસ શરૂ કરી
ટાટાએ જણાવ્યું છે કે, અમે આ ઘટના વિશે તપાસ કરી રહ્યા છીએ. તપાસ પછી માહિતી આપવામાં આવશે. અમે અમારા વ્હિકલ અને યુઝર્સની સેફ્ટી માટે છીએ. દેશમાં લગભગ 4 વર્ષમાં 30,000થી વધારે ઈલેક્ટ્રિક વ્હિકલે 10 લાખ કિમી કરતા વધારે અંતર પસાર કર્યું છે. પરંતુ તેમાં કારમાં આગ લાગવાની આ પ્રથમ ઘટના છે.

નેક્સન EV ફૂલ ચાર્જ કરવાથી 312 કિમીની રેન્જ
ટાટા નેક્સન ઈવીની વાત કરીએ તો તે ભારતમાં સૌથી વધારે વેચાતી ઈલેક્ટ્રિક કાર છે. આ ઈલેક્ટ્રિક કારમાં ઈલેક્ટ્રિક મોચર સાથે 30.2kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. તેની મોટર 129Bhpની પાવર અને 245Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનું ઓપ્શન છે. એક વાર ફૂલ ચાર્જ થયા પછી આ કાર 312 કિમીની રેન્જ આપે છે.

60 મિનિટમાં થઈ જાય છે ચાર્જ
આ ઈલેક્ટ્રિક કારને DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને માત્ર 60 મિનિટમાં 0થી 80% સુધી ચાર્જ કરી શકાય છે. રેગ્યુલર ચાર્જરથી તેને 8 કલાકમાં 20થી 100% સુધી ચાર્જ કરી શકાય છે. Tata Motorsએ તાજેતરમાં ભારતમાં Nexon EV Max પણ લોન્ચ કરી છે. તેમાં એખ મોટી બેટરી પેક મળે છે. તેને એક વાર ફૂલ ચાર્જ કરવાથી 437 કિમીની રેન્જ આપે છે.

You cannot copy content of this page