Only Gujarat

National

શું છે S400 જેના કારણે ચીનના પેટમાં તેલ રેડાયું? નથી ઇચ્છતું કે ભારતને મળે આ અભેદ્ય ક્વચ

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર 15 જુનની રાતે ભારત અને ચીની સેના વચ્ચે હિંસક ઝડપ થયા બાદ ભારતી સેના સંપૂર્ણ રીતે સતર્ક અને તૈયાર છે. ચીનની કોઇપણ ચાલબાજી અને વિપરીત પરિસ્થિતિઓનો જવાબ આપવા માટે ભારત પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીનો ભાગરૂપે ટૂંક સમયમાં જ S400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મેળવવાનું છે જેથી કોઇપણ દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાય.

આ ખાસ ડીલને લઇને રક્ષા મંત્રી રાજનાથ સિંહનો રશિયાનો પ્રવાસ ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. રશિયા જ્યારે ભારતને હથિયાર વેંચી રહ્યું છે એ વાતથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઇલી તરફથી એક ફેસબૂક પોસ્ટ શેર કરવામાં આવી જે હથિયારોના ડિલની વિરુદ્ધ છે.

હવે જ્યારે ભારતને S400 મળશે તો ચીન થરથર કાંપવા લાગ્યું છે. S400ને દુનિયાની સૌથી શક્તિશાળી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે અને તેમાં ભારતના દુશ્મનોને પળવાળમાં ધૂળ ચખાડી દેવાની શક્તિ છે. તેનું પુરું નામ S400 ટ્રાયમ્ફ છે.

S400 એરક્રાફ્ટ ક્રૂઝ મિસાઇલ અને એટમી મિસાઇલને પણ હવામાં જ તોડી પાડી શકે છે. તેને દુનિયાની સૌથી ખતરનાક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ઉપાધી મળી ચૂકી છે. તેની શક્તિનું રહસ્ય છૂપાયેલું છે તેમા લાગેલી ત્રણ ટેક્નોલોજીમાં.

S400માં ત્રણ ટેક્નોલોજી એક સાથે કામ કરે છે. પ્રથમ ટેક્નિક છે મિસાઇલ લોન્ચર, બીજી રડાર સિસ્ટમ અને ત્રીજી કમાન્ડ સેન્ટર. આ મિસાઇલની રડાર 600 કિમીની દૂરીના ટારગેટને ઓળખી શકે છે અને એક સાથે 100થી લઇને 300 ટારગેટ્સને ટ્રેક કરી શકે છે.

S400માં ફિટ મિસાઇલ 400 કિમી સૂધીની દૂરી સુધી માર કરી શકે છે. તેની મારક ક્ષમતા એટલી અચૂક છે કે તે એક સાથે ત્રણ દિશામાં મિસાઇલ દાગી શકે છે અને હવામાં ઉડતા 36 ટારગેટ્સને એક સમયમાં નિશાન બનાવી શકે છે.

આ સિસ્ટમ મિસાઇલથી લઇને ડ્રોન સુધી કરવામાં આવતા હુમલાને નિષ્ફળ બનાવી શકે છે. માત્ર આટલું જ નહીં S400 સિસ્ટમ મિસાઇલ હુમલાની સ્થિતિમાં જાતે જ એક્ટિવ થઇ જાય છે અને દુશ્મનની મિસાઇલ હોય કે લડાકુ વિમાન હવામાં જ તેને ધ્વસ્ત કરી શકે છે.

S400ની ટેસ્ટિંગ ખુબ જ કઠોર હોય છે. તેના એક એક પાર્ટને ધૂળ, વરસાદ, ઠંડી જેવી દરેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. દુનિયામાં અત્યારસુધી આવું કોઇ ફાઇટર જેટ નથી જે S400ની રડારથી બચી શકે.

નાટો આ સિસ્મટની દૂર સુધી વાર કરવાની ક્ષમતાને કારણે તેને દુનિયાના સૌથી ખતરનાક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માને છે. S400ની ખુબીઓ અને ખાસિયતોના કારણે રક્ષા વિશેષજ્ઞ તેને ભારતના એર ડિફેન્સ માટે પાયાનો પથ્થર ગણી રહ્યાં છે.

S400ની જરૂરિયાત ભારતી સેના ઘણા સમયથી અનુભવી રહી છે. હવે રાજનાથ સિંહ પોતાની યાત્રામાં S400ની ડિલિવરી ઝડપથી કરવાને પોતાનો પ્રમુખ એજન્ડા બનાવ્યો છે. આશા છે કે S400 માટે ભારતીય સેનાની આતૂરતાનો ઝડપથી અંત આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page