Only Gujarat

FEATURED National

આ બકરો આપે છે દૂધ તે જોઈને ડોક્ટર સહિત ભલભલા લોકો રહી ગયા દંગ

રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક બકરો દૂધ આપે છે. રોચક વાત તો એ છે કે બકરાના માલિકનું કહેવું છે કે અમે આ બકરાનું દૂધ પી પણ રહ્યાં છીએ.

આ ઘટના ધૌલપુરના ગુર્જાની છે. અહીં એક બકરો હોર્મોન અનબેલેન્સના કારણે સવારે અને રાતે કુલ અંદાજે અડધો લીટર દૂધ પ્રતિદીન આપે છે. બકરાના માલિક રાજવીરના જણાવ્યા પ્રમાણે 16 મહિના પૂર્વે નજીકના કસ્બામાં યોજાયેલા પશુ હાટમાંથી તેઓએ બે મહિના પહેલા આ બકરાને માત્ર અઢી હજાર રૂપિયામાં ખરીદ્યો હતો.

16 મહિના પૂર્વે ખરીદવામાં આવેલા બકરામાંથી 6 મહિના પહેલા જ બકરીના હોર્મોન્સ વિકસિત થયા જેના કારણે બકરો દૂધ આપવા લાગ્યો અને હવે સમગ્ર પરિવાર બકરાના દૂધનું સેવન કરી રહ્યાં છે. તેઓને આ દૂધથી કોઇ પરેશાન થઇ નથી. બકરામાં નર અને માદા બંનેના અંગ વિકસિત છે.

આ ગામમાં આસપાસ તમામ લોકો આ અનોખા બકરાને જોવા માટે પહોંચી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં બકરો દૂધ આપતો હોવાની વાતથી આશ્ચર્યચકિત સમચાર ફેલાઇ ગયા છે. જિલ્લામાં પહેલીવાર એક બકરાના દૂધ આપવાની વાત સાંભળી મોટી સંખ્યામાં લોકો બકરા માલિકના ઘરે પહોંચી તે અંગે જાણકારી મેળવી રહ્યાં છે.

આ અંગે જ્યારે એક પશુ ડોક્ટર રામઅવતાર સિંઘલ સાથે વાત કરવામાં આવી તો તેઓએ પણ તેને લાખોમાંથી એક કેસ સામે આવ્યો હોવાની વાત કરી તથા તેઓએ જણાવ્યું કે હોર્મોન્સમાં ગડબડી થઇ હોવાને કારણે આવું શક્ય છે. તેઓએ પણ જણાવ્યું કે બકરાના દૂધનું સેવન કરવાથી કોઇ પરેશાની થશે નહીં પરંતુ ગરમ દૂધ જ ઉપયોગમાં લેવું જોઇએ.

બકરી ઇદ પહેલા અજીબોગરીબ મામલો સામે આવ્યા બાદ એક તરફ આ બકરો લોકોમાં ચર્ચાનો વિષય બનેલો છે તો બીજી બાજુ બકરાના માલિકે તેને વેચવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page