Only Gujarat

Bollywood FEATURED

આ જાણીતા એક્ટર પાસે સારવારના નહોતા પૈસા અને પછી સલમાન ખાન આવ્યો મદદે

મહેંદી અને ફરેબ જેવી ફિલમોમાં કામ કરી ચૂકેલાં એક્ટર ફરાઝ ખાન બેંગલોરની એક હોસ્પિટલમાં જીવન અને મોતની વચ્ચે જંગ લડી રહ્યો છે. ગયા જમાનાનો આ એક્ટર યુસુફ ખાનના પુત્ર ફરાઝને બ્રેન ઈન્ફેક્શન અને નિમોનિયા ડાયગ્નોસ થયુ છે. એક્ટ્રેસ પુજા ભટ્ટે ટ્વીટ કરીને ફેન્સની પાસે તેને મદદ કરવાની માંગ કરી છે. જેથી સારવાર માટે ફંડ એકત્ર થઈ શકે. પૂજાએ ટ્વીટ કરીને લખ્યુ-પ્લીઝ જેટલું બની શકે એટલું શેર કરો અને કોન્ટ્રીબ્યુટ કરો. હું પણ કરી રહી છું. બહુજ આભારી રહીશ જો તમારામાંથી કોઈ પણ કરી શકે તો, તેને સારવાર માટે લગભગ 25 લાખ રૂપિયાની જરૂર છે.

ફંડ એકત્ર કરવાનું કામ ફરાઝનાં પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં લખ્યુ છેકે, ફરાઝ લગભગ એક વર્ષથી છાતીમાં કફ અને સંક્રમણની સામે લડી રહ્યો છે. હાલમાં જ યારે પરિસ્થિતી બગડી તો રોગચાળા દરમ્યાન તેણે ડોક્ટરને વીડિયો કોલ દ્વારા કંસલ્ટ કર્યુ, ડોક્ટરે તેની હાલત જોઈને તેને દાખલ થઈ જવાની સલાહ આપી હતી.

જણાવી દઈએકે, હજી સુધી આ કેંપેન દ્વારા લગભગ 1 લાખ 8 હજાર રૂપિયા એકત્ર કરાયા છે. પરંતુ હજી પણ તેને સારવાર માટે લાખો રૂપિયાની જરૂર છે.

જણાવી દઈએકે, ફરાઝ જ એ શખ્સ છે, જેને કારણે સલમાનખાન રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. વાસ્તવમાં સલમાન પહેલાં મેને પ્યાર કિયા ફરાઝને ઓફર કરવામાં આવી હતી.

સુરજ બડજાત્યાએ ફિલ્મમાં ‘પ્રેમ’ના પાત્ર માટે ઘણા લોકોનાં ઓડિશન લીધા હતા. તેમાં વિંદુ દારા સિંહ, દિપક તિજોરી, પિયૂષ મિશ્રા અને ફરાઝ ખાન જેવા સ્ટાર સામેલ હતા. આખરે બડજાત્યાએ ફિલ્મમાં ‘પ્રેમ’ના રોલ માટે ફરાઝ ખાનને ફાઈનલ કર્યો હતો.

ફરાઝે ફિલ્મ સાઈન પણ કરી લીધી હતી. પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલાં તે બિમાર પડી ગયો હતો. આ હાલતમાં તે નહતો કે તે શૂટિંગ કરી શકે. ફરાઝ બિમાર થવાથી અને ફિલ્મનું શૂટિંગ ન થવાને કારણે બડજાત્યા અપસેટ થઈ ગયા હતા.

ત્યારે કોઈએ તેમણે સલીમ ખાનના પુત્ર સલમાનખાનનું નામ જણાવ્યુ હતુ. તે સમયે તે ફિલ્મમાં કામ શોધી રહ્યો હતો. તેમણે સલમાન થે મુલાકાત કરી હતી અને પ્રેમના રોલ માટે તેનું ઓડિશન લીધુ હતુ. જણાવી દઈએકે, સલમાનની સાથે મોહનીશ બહલે પણ ફિલ્મ માટે ઓડિશન આપ્યુ હતુ. આખરે બડજાત્યાએ બંનેને ફાઈનલ કરી દીધા હતા. અને એવામાં સલમાન ખાનને બ્રેક મળ્યો હતો.

ફરાઝ ખાન વિતેલા જમાનાનો કેરેક્ટર આર્ટિસ્ટ યુસુફ ખાન (અમર, અકબર, એન્થેની ફેમ જેબિસક)નાં પુત્ર છે. તેમણે રાની મુખર્જી સ્ટારર ‘મહેંદી’(1998)માં લીડ રોલ કર્યો હતો. તેના સિવાય તેણે ‘ફરેબ’ (1996), ‘પૃથ્વી’(1997) અને ‘દિલને ફિર યાદ કિયા’(2001) જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

મહેંદી ફિલ્મમાં રાની મુખર્જીની સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મ લોકોને બહુજ પસંદ પડી હતી, પરંતુ ફરાઝની કરિયર બહુ લાંબા સમય સુધી ચાલી ન હતી અને તે ગુમનામ થઈને રહી ગયો હતો.

You cannot copy content of this page