Only Gujarat

FEATURED National

એક દિવસ માટે પોલીસ બનેલીની આ દીકરીએ ફરજ માટે પિતા સાથે જે કર્યું તે જાણીને તમને પણ થશે ગર્વ!

ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક દિવસ માટે દિકરીઓનું રાજ ચાલ્યુ હતુ. મિશન શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લાના 14 પોલીસ સ્ટેશનોમાં એક દિવસ માટે વિદ્યાર્થીનીઓને પોલીસ બનાવવામાં આવી હતી. સ્ટેશન પ્રભારી તરીકે,વિદ્યાર્થીનીઓએ જાહેર ફરિયાદોને ગંભીરતાથી સાંભળી હતી. આ પછી, પોલીસ બનેલી એક પુત્રીએ ખાખીની ફરજ નીભાવતા તેના પિતાનું ચાલાન કાપ્યુ હતુ. તેઓ માસ્ક વિના ચોકમાં ફરતા હતા. પોલીસકર્મીઓ જ્યારે આ કાર્યવાહીથી આશ્ચર્યચકિત થયા હતા, તો પુત્રીની કર્તવ્યનિષ્ઠાએ પિતાને જવાબદારીનો પાઠ ભણાવ્યો હતો.

શહેર કોતવાલીમાં એક દિવસની પોલીસ ઈનચાર્જ બનેલી સદર બજારની રહેવાસી હની શર્માએ લોકોની ફરિયાદો સાંભળી હતી. સી.યુ.જી. નંબર ઉપર આવતી ફરિયાદો માટે સંબંધિત ચોકી પ્રભારીએ સ્થળ પર જઈને ફરિયાદના નિવારણની સૂચના આપી હતી. આ પછી, ભાવંત ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ અભિયાન દરમિયાન દસ્તાવેજો વગેરેની તપાસ કરવામાં આવી હતી. લોકોને હેલ્મેટ અને માસ્ક લઈને ચાલાવવાની વાત કરવામાં આવી હતી.

હની શર્માએ સાંજે પોલીસકર્મીોની સાથે બજારો અને બસ સ્ટેન્ડ નજીક ચેકિંગ કર્યુ હતુ. આ દરમિયાન હનીના પિતા કૃષ્ણકાંત શર્મા પણ બસ સ્ટેશન નજીક દેખાયા હતા. તે માસ્ક વિના ફરી રહ્યા હતા. એસએચઓ બનેલી દીકરીએ માસ્ક નહીં લગાવવા બદલ પિતાનું ચાલાન કાપ્યુ હતુ. આ દૃશ્ય જોઈને પોલીસ કર્મચારી પણ ચોંકી ગયા હતા.

મહિલા પોલીસ સ્ટેશનમાં એક દિવસની પ્રભારી બનેલી વંશીકા ચૌહાણ રહેવાસી રાઠી મિલે પહેલા ઓફિસની વ્યવસ્થા જોઇ. કાર્યાલયમાં પોસ્ટ કરેલી મહિલા પોલીસકર્મીઓ પાસેથી કામ સંબંધિત માહિતી મેળવી. આ દરમ્યાન પ્રભારી નિરીક્ષક મહિલા સ્ટેશન એકતા સિંહ પણ હાજર હતી.

કરહલ પોલીસ સ્ટેશનમાં એક દિવસના પોલીસ મૌલી ચતુર્વેદીએ જાહેર સંવાદ કર્યો. પ્રાર્થના પત્રો પર અધિકારીઓને ઘટના સ્થળે મોકલીને તેમને પરિસ્થિતિથી વાકેફ થવા જણાવ્યું હતું.

કિશની પોલીસ મથક વિસ્તારનાં રહેવાસી મહેક ચૌહાણ, કુરાવલી પોલીસ સ્ટેશનમાં કુમારી દીક્ષા મહોલ્લા કુંવરપુરમાં રહેતી, થાણા એલાઉમાં કંચન વશિષ્ઠ નિવાસી એલાઉ, થાણા દન્નાહારમાં હેમા પાલ નિવાસી ગામ પુખરા, થાણા કુરામાં કુમારી પાયલ ગુપ્તા નિવાસી કુર્રા, બરનાહલ પોલીસ સ્ટેશનમાં કુમારી રૂબી, ઔંછામાં કસ્બા નિવાસી સોનાલી, બિછવાંમાં ગોલ્ડી યાદવ, થાણા ઘિરોરમાં રહેતી આયુશી, થાણા બેવરમાં કુંવારી પ્રિયા, થાણા ભોગાંવમાં પ્રેરણા મિશ્રાએ પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળ્યો હતો.

You cannot copy content of this page