Only Gujarat

International

પિતાની 25 કરોડની ડ્રીમ કાર સાથે દીકરાએ જે કર્યું તે જોઈને કોઈના પણ ઊડી જશે હોશ

17 વર્ષના યુટ્યુબર ગેજ ગિલિઅને તેના અબજોપતિ ઉદ્યોગપતિ પિતાની ડ્રીમ કારનાં કુચ્ચે-કુચ્ચા ઉડાવી દીધા. આ ઇટાલિયન સુપર કારની કિંમત 25 કરોડ રૂપિયા હતી.પગાની હુએરા રોડસ્ટર નામની આ કાર અમેરિકાના ટેક્સાસમાં બનાવવામાં આવી હતી.

ગેજે આ પછી એક યુટ્યુબ વીડિયો પણ બનાવ્યો, જેમાં તેણે આ અકસ્માત વિશે પણ વાત કરી છે અને કહ્યું છે કે તેની સાથે આ ઘટના કેવી બની છે. તેમણે કહ્યું કે આવી વસ્તુઓ થાય છે. ભગવાનનો આભાર કે, તેણે મને જીવનમાં બીજી તક આપી. આ ક્રેશને લીધે, અમને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી શકતી હતી,એટલે સુધીકે, મૃત્યુ પણ થઈ શકતુ હતુ, પરંતુ અમે ભાગ્યશાળી હતા કે આવું કશું થયું નથી. આવી સ્થિતિમાં હું ભગવાનનો આભાર માનું છું.

જોકે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આ કારનો અકસ્માત કેવી રીતે થયો છે. પરંતુ માનવામાં આવે છે કે આ કાર સીધા એક ઝાડમાં અથડાઈ હતી. આ અકસ્માત સમયે, ગેજ તેના યુ ટ્યુબર મિત્ર જેક વૉકર સાથે કારમાં જ હતો.

અહેવાલો અનુસાર ગેજના પિતાએ જૂન મહિનામાં જ આ સુપરકાર ખરીદી હતી. આ સિવાય તેની પાસે રોલ્સ રોયસ ડોન, ફેરારી, લેમ્બોર્ગિની અને મેકલોરેન આર્મી જેવી કાર પણ છે. તેણે હાલમાં જ 2 કરોડ ડોલરની એક મેગા યૉટ ખરીદ્યુ છે.

ગેજના પિતાનું નામ ટિમ ગિલિયન છે અને તે યુએસની ખાનગી ઇક્વિટી કંપની ક્રોસ ઇક્વિટીના સ્થાપક છે. ગેજ ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર પિતાની સ્પોર્ટ્સ કાર સાથે તેના ફોટા શેર કરે છે. આ સિવાય તેની પાસે ખાનગી જેટ પણ છે. ગેજે તેની તસવીર પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

You cannot copy content of this page