Only Gujarat

International TOP STORIES

62 વર્ષની દાદીને માત્ર 26 વર્ષના યુવક સાથે થઈ ગયો પ્રેમ અને પછી જે થયું તે જાણી તમને નવાઈ લાગશે

લગ્નના મામલામાં લોકો જાણી વિચારની પગલું ભરે છે. તો કહેવાય છે કે જોડી ભગવાન બનાવે છે વ્યક્તિ તો ધરતી પણ મળે છે અને લગ્નના બંધનમાં બંધાઇ જાય છે. પરંતુ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં 62 વર્ષની ઇસાબેલ ડિબ્બલેને 26 વર્ષિય યુવક સાથે પ્રેમ થઇ ગયો. ઇસાબેલે ભૂલથી 26 વર્ષના યુવકને ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવકે રિક્વેસ્ટ એક્સેપ્ટ પણ કરી. બાદમાં બંને વચ્ચે ચેટ શરૂ થઇ પછી વીડિયો કોલ્સ અને અંતે બંનેએ મળવાનો નિર્ણય લીધો. બંનેને એકબીજાનો સાથ એટલો પસંદ આવી ગયો કે અંતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેએ પોતાના લગ્નની તસવીરો પણ શેર કરી છે.

જાણકારી પ્રમાણે ઇસાબેલ જ્યારે ટ્યુનિશિયામાંથી વેકેશન માણી પરત ફરી રહી હતી ત્યારે એરપોર્ટ પર એક કોફી શોપમાં કામ કરતાં બેરે સાથે તેની સારી મિત્રતા થઇ ગઇ. બેરમ નામના આ વેટરે ઇસાબેલને ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પરંતુ ભૂલથી ઇસાબેલે રિક્વેસ્ટ ડિલિટ કરી નાખી. ત્યારબાદ ઇસાબેલે બેરમને સર્ચ કર્યો અને ભૂલથી બેટરની જગ્યાએ 26 વર્ષના બેરમ બોઉસ્સાદાને રિક્વેસ્ટ મોકલી દીધી. તેણે પણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી અને વાતચીત શરૂ કરી.

વાતચીતની શરૂઆતમાં જ ઇસાબેલની ભૂલની જાણ થઇ ગઇ પરંતુ બંને એક બીજા સાથેની વાતચીત ખુબ જ પસંદ આવી ગઈ. 10 બાળકોની દાદી ઇસાબેલ બેરમ સાથે ચેટ કરવા લાગી. બંને વચ્ચે અનેક કલાકો સુધી વાતચીત થવા લાગી.

ઇસાબેલના અગાઉના ત્રણ પતિઓના મૃત્યુ કોઇના કોઇ બીમારીથી થઇ ગયા હતા. બેરમનો સાથ ઇસાબેલને પસંદ આવવા લાગ્યો. ઇસાબેલનું કહેવું છે કે બેરમે આજસુધી તેની પાસે કોઇ ડિમાન્ડ કરી નથી. ક્યારેક તે ઇસાબેલને મળવા જતો રહેતો તો ક્યારેક તે બેરમને મળવા જતી.

અંતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બેરમ પણ પોતાનાથી મોટી ઇસાબેલ સાથે ખુશ છે. તે ઇસાબેલને પોતાની જીવનની સૌથી સુંદર મહિલા ગણાવે છે. બેરમને મળ્યા પહેલા ઇસાબેલ ચાર વર્ષ સુધી સિંગલ હતી. ફેસબૂક પર ભૂલથી મોકલવામાં આવેલી રિક્વેસ્ટ બાદ પણ બેરમે તેની સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ એક મહિના બાદથી બેરમ ઇસાબેલને પોતાની પત્ની બોલાવવા લાગ્યો.

ઇસાબેલે લગ્નને લઇને ગંભીરતાથી પુછ્યું તો બેરમે પ્રપોઝ કર્યું. બેરમે પોતાના માતા-પિતાની સામે જ ઇસાબેલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બેરમના માતા-પિતા પણ આ લગ્નથી ખુશ છે. જો કે ઇસાબેલના પરિવારજનોને એવું લાગ્યું કે બેરમ તેની સંપત્તિ માટે લગ્ન કરવા માગે છે.

ઇસાબેલની 37 વર્ષની પુત્રીએ જણાવ્યું કે પોતાની માતાના આટલા નાના યુવક સાથે લગ્ન કરવાના નિર્ણયથી તે હેરાન જરૂર થઇ હતી પરંતુ બાદમાં બેરમ એક સારો વ્યક્તિ લાગ્યો.

હાલ બંને લોકડાઉનના કારણે અલગ રહી રહ્યાં છે પરંતુ બંને ટૂંક સમયમાં જ એકસાથે જીવન પસાર કરવાનું શરૂ કરશે.

You cannot copy content of this page