Only Gujarat

Business TOP STORIES

SBIના લોનધારકો માટે સારાં સમાચાર, આ રીતે SMS કરીને મેળવો EMIમાં છૂટ

ભારતીય રિઝર્વ બેન્કે લોનની EMI ભરવામાં સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. જેને ભારતની સૌથી મોટી બેન્ક SBIએ લાગૂ કરી દીધો. EMIમાં પર છૂટ વધારીને ઓગસ્ટ સુધી કરી દેવાઇ છે. રિઝર્વ બેન્કે કોરોના અને લોકડાઉનની સ્થિતને ધ્યાનમાં રાખીને ટર્મ લોન લેનાર ગ્રાહકોને રાહત આપતા માર્ચ, એપ્રિલ, મેમાં EMI ન ચૂકવવાની છૂટ આપી હતી. જો કે હવે તેમાં વધુ મહિનાનો વધારો કરી દેવાયો છે. એટલે કે જૂન, જુલાઇ ઓગસ્ટ સુધી EMI ન ચૂકવવવા માટે છૂટ અપાઇ છે.

ભારતીય સ્ટેટ બેન્કે બુધવારે જણાવ્યું કે, આ નિયમનો લાભ લેવા માટે બેન્કે નિયમોને થોડા સરળ બનાવ્યાં છે. રિઝર્વબેન્કે જણાવ્યું છે કે, EMIના તમામ ખાતા ધારકોને ત્રણ મહિનાના સમયગાળા સુધી મોરેટોરિયમ લાભ મળશે.

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે,બધાં યોગ્ય લોન ગ્રાહકો પાસેથી તેમની જૂન, જુલાઇ અને ઓગસ્ટ 2020માં આવનાર EMI પર સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકશન/NACH મેટેડને રોકવા માટે સહમતિ પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

SBIએ લગભગ 85 લાખ લોન લેનાર ગ્રાહકોને SMS દ્રારા તેમની EMIને રોકવાના મુદ્દે સવાલ પુછવાનું શરૂ કરી દીધું છે. જો ગ્રાહક તેમની EMIને ત્રણ મહિના સુધી ટાળવા ઇચ્છે છે તો તેમણે SMSમાં આપવામાં આવેલ વર્ચ્યુઅલ મોબાઇલ નંબર પર YES લખીને જવાબ આપવાનો રહેશે. SMS મળ્યાના પાંચ દિવસની અંદર ગ્રાહકે જવાબ આપવાનો રહેશે.

પહેલી વખત જ્યારે EMIમાં છૂટ આપવામાં આવી તો તેની પ્રોસિઝરને લઇને ગ્રાહકમાં પરેશાન હતા. તેમની એ જાણકારી ન હતી કે સરળ રીતે આ નિયમનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય. SBIનું કહેવું છે કે ગ્રાહકોને હવે આ મુદ્દે પરેશાન થવાની જરૂર નથી. બેન્ક જે SMS મોકલશે તેને અનુસરતા જે ત્રણ મહિનાની છૂટ ઇચ્છે છે તેમને રિપ્લાય કરવાનો રહેશે. જે ગ્રાહક રાબેતા મુજબ EMI ચાલું ઇચ્છે છે, તેમને કોઇ જવાબ આપવાની જરૂર નથી રહેતી.

નોંધનિય છે કે લોકડાઉનમાં લોકોની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્રારા કેટલીક રાહત આપવામાં આવી રહી છે. આ સાથે રિઝર્વ બેન્કે પણ છૂટ આપી છે. આરબીઆઇએ લોકડાઉનના શરૂઆતના દિવસોમાં જ ત્રણ મહિના માટે EMIને ટાળવાની છૂટ આપી હતી. જો કે હવે આર્થિક સંકટને જોતા વધુ ત્રણ મહિના માટે આપ આપની EMI ટાળી શકશો.

ગ્રાહકોને કુલ 6 મહિનાનું એટલે કે માર્ચથી ઓગસ્ટ સુધીના મોરેટોરિયમની છૂટ મળી જશે. મતબલ એ કે આ કુલ 6 મહિના સુધી લોનની EMI નથી આપવા માંગતા તો બેન્ક તરફ કોઇ દબાણ કરવામાં નહીં આવે આપ આરામથી એક SMSમાં YESનો રિપ્લાય આપીને ત્રણ મહિના માટે EMIને ટાળી શકો છો. EMI ટાળવાથી આપને કોઇ નુકસાન નહી થાય. આપ બેન્કની નજરમાં ડિફોલ્ટર પણ નહીં બનો. આપનો ક્રેડિટ સ્કોર પણ સારો જ રહેશે. જો કે આ સુવિધા સાથે આપે વધુ વ્યાજ આપવું પડશે.

You cannot copy content of this page