Only Gujarat

Sports TOP STORIES

IND Vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન ચાલ્યું કેપ્ટન કોહલીનું જાદુ, આ વાત તમે નહીં જાણતા હોવ એ નક્કી!

એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 8 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ વિરાટ કોહલીનો લકી ચાર્મ છેલ્લા પાંચ વર્ષમાં પહેલવાર ભારત માટે કામ આવ્યો નહીં. પાંચ વર્ષમાં પહેલીવાર એવું થયું કે કોહલીએ જે ટેસ્ટમાં ટોસ જીત્યો ભારત તે મેચ હારી ગયું.

કોહલીએ એડિલેડ ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઈનિંગમાં 244 રન બનાવ્યા હતા પરંતુ બીજી ઈન્ડિંગમાં 36 રન પર આઉટ થઈને રેકોર્ડ થઈ ગયો હતો.

આ મેચ પહેલા ભારત માટે કોહલી લકી ચાર્મ રહ્યો હતો. કોહલીએ 2015 બાદ એડિલેડ ટેસ્ટથી પહેલા જેટલી પણ ટેસ્ટમાં ટોસ જીત્યો છે તે મેચ ભારત હાર્યું નથી. એવું લાગતું હતું કે, કોહલીનો લકી ચાર્મ ભારતને એડિલેડમાં કંગારૂઓની વિરૂદ્ધ પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં પણ જીત અપાવશે પણ યજમાન ટીમે ભારતને ખરાબ રીતે ધોઈ નાખ્યુ હતું.

કોહલી આ ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરશે કારણે કે તેની પત્ની અનુષ્કા શર્મા માતા બનાવવાની છે અને કોહલી પોતાના પહેલા બાળકના જન્મ સમયે પોતાના પરિવારની સાથે રહેવા માંગે છે.

હવે આંકડાની વાત કરીએ તો, વર્ષ 2015માં કેપ્ટન બનેલ કોહલી કેપ્ટનશીપ દરમિયાન ટેસ્ટ મેચમાં 26 વાર ટોસ જીતી ચૂક્યો છે. આમાં ફક્ત એડિલેડ ટેસ્ટમાં જ ભારતને ભાર મળી જ્યારે 21 મેચોમાં ભારતે જીત મેળવી છે અને ચાર મેચ ડ્રો થઈ હતી.

ભારત પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ડે-નાઈટ ટેસ્ટ રમ્યું હતું. આ સાથે જ તેની આ બીજી ડે-નાઈટ મેચ હતી જ્યારે ઓસ્ટ્રેલિયા આ ફોર્મેટમાં આઠમી વખત રમી રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ડે-નાઈટ મેચ હાર્યુ નથી. એડિલેડમાં આ તેની પાંચમી ટેસ્ટ હતી અને તેની જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો.

ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે કાંગારૂએ ડે-નાઈટ ટેસ્ટમાં ન હારવાનો ક્રમ યથાવત્ રાખ્યો છે. તેઓ આ જીત સાથે પિન્ક બોલ સાથે રમાયેલી આઠમાંથી આઠ ટેસ્ટ જીતી ગયા છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયા સતત ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસની અંદર હારી છે.

You cannot copy content of this page