Only Gujarat

FEATURED Gujarat

સિંહણને જોતાં જ ભયભીત દીપડો ફટાફટ ઝાડ પર ચડી ગયો પછી…..

જૂનાગઢ: સાસણ નજીક આવેલા જંગલમાં સિંહણ અને દીપડો અચાનક સામ સામે આવી ગયા હતાં. ત્યાર બાદ સિંહણને જોઈ ડરી ગયેલો દીપડો ફટાફટ ઝાડ પર ચડી ગયો હતો. જોકે સિંહણ ઝાડની નીચે જ ઉભી થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે, સિંહણ થોડે દૂર જતાં દીપડો ઝાડ પરથી ફટાફટ નીચે ઉતરીને ઉભી પૂછડીયે ભાગી ગયો હતો. આ દુર્લભ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને આ અંગેના તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હજારો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીર અભયારણ્ય વિસ્તારમાં 39 જાતના સસ્તન પ્રાણીઓ, 300થી વધુ પક્ષીઓના આવાસ, 550થી વધુ જાતની વનસ્પતિ તેમજ 32 સરિસૃપો અને હજારો કિટકોનો સમાવેશ થાય છે. ગીર જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ વચ્ચે રોજ અનેક દુર્લભ ઘટનાઓ બનતી હોય છે જેમાંથી ઘણી ઘટનાઓ ભાગ્યે જ જોવા પણ મળે છે.

હાલમાં જ સાસણ નજીક આવેલા જંગલ વિસ્તારમાં એક સિંહણ સામે દીપડો આવી ચડ્યો હતો. સિંહણના રસ્તા આડે દીપડો ઉતરતા સિંહણ ઉશ્કેરાઈ ગઈ હતી અને સિંહણને ગુસ્સે થયેલી જોઈ ભયભીત થયેલો દીપડો સિંહણથી બચવા ઝાડ પર ચડી ગયો હતો અને સિંહણ ત્યાં નીચે દીપડો નીચે ઉતરે તેની રાહ જોઈ ઉભી રહી હતી. પરંતુ સિંહણ ત્યાં જ ઉભી રહી હતી. ત્યાં સુધી દીપડાએ નીચે ઉતરવાની હિંમત કરી નહોતી.

પરંતુ જેવી સિંહણ થોડે દૂર ગઈ તો દીપડો ફટાફટ ઝાડ પરથી નીચે ઉતરીને ઉભી પૂછડીયે ભાગીને જંગલમાં જતો રહ્યો હતો ત્યાર બાદ સિંહણ તેની પાછળ દોડી હતી. આ દુર્લભ ઘટનાની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

You cannot copy content of this page