Only Gujarat

Business FEATURED

હ્યુન્ડાઈની નવી ક્રેટા કારના બૂકિંગ માટે લાગી લાઈનો, જાણો નવી કારની કિંમત

પની નવી ક્રેટા 16 માર્ચ 2020ને લોન્ચ થઇ હતી તેના એક સપ્તાહ બાદ દેશમાં કોરોના સંકટના કારણે લોકડાઉન લાગુ થઇ ગયું હતું. લોકડાઉનથી લઇને અત્યારસુધી ક્રેટાની બૂકિંગ સતત વધી રહી છે. લોકડાઉન દરમિયાન પણ નવી ક્રેટાના ગ્રાહકોમાં સારો વધારો થયો છે.

વાત એમ છે કે આ કોરોના સંકટમાં પણ નવી ક્રેટાના દિવાના પોતાને રોકી શકતા નથી. હુંદાઇ મોટર ઇન્ડિયાએ બુધવારે્ જણાવ્યું કે અત્યારસુધી ક્રેટાની 55 હજાર યૂનિટથી વધુની બૂકિંગ મળી ચૂકી છે.

કંપનીએ જણાવ્યું કે નવી હ્યુન્ડાઈના ડીઝલ મોડલની સૌથી વધુ માગ છે. કુલ બૂકિંગમાંથી અંદાજે 60 ટકા બૂકિંગ ડીઝલ મોડલની થઇ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે અંદાજે 30 ટકા ગ્રાહકોએ ઓનલાઇન પ્લેટફોર્મ ક્લિક ટૂ બાયની મદદથી સંપર્ક કર્યો છે.

ક્રેટાને આ સફળતા ત્યારે મળી છે જ્યારે અંદાજે 50 દિવસ સુધી દેશમાં તમામ શોરૂમ પર લોકડાઉનના કારણે તાળું લાગી ગયું હતું. એટલું નહીં મે અને જૂનમાં ક્રેટા બેસ્ટ સેલિંગ કારની લિસ્ટમાં ટોપ પર રહી હતી.

નવી ક્રેટાના લૂકમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તેની સાથે જ અનેક ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. જેનાથી ગ્રાહકોને નવી ક્રેટા પહેલી નજરમાં જ પસંદ આવી રહી છે. નવી ક્રેટા એસયૂવી પાંચ એન્જીન-ગિયરબોક્સ કોમ્બિનેશન અને પાંચ વેરિએન્ટ લેવલમાં ઉપલબ્ધ છે.

જો કિંમતની વાત કરવામાં આવે તો બેસ મોડલની શરૂઆતી (એક્સ-શોરૂમ) કિંમત 9.99 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ મોડલની કિંમત 17.20 લાખ રૂપિયા છે. નવી ક્રેટાના ડીઝલ એન્જીનમાં 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે.

નવી હ્યુન્ડાઈ ક્રેટા BSVI પેટ્રોલ અને BSVI ડીઝલ બંને એન્જીન વિકલ્પોમાં છે. જેમાં 1.5L પેટ્રોલ, 1.4 L ટર્બો પેટ્રોલ અને 1.5L ડીઝલ એન્જીન વિકલ્પ છે. Hyundai Creta 2020 પાંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે- E,EX, S, SX અને SX(0) છે. નવી ક્રેટામાં કિઆ સેલ્ટોસમાં લગાવવામાં આવેલા એન્જીનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

જો સેફ્ટીની વાત કરીએ તો નવી 2020 હ્યુન્ડાઈ ક્રેટામાં ડ્યુઅલ એરબેગ્સ, EBDની સાથે ABS, રિયર પાર્કિંગ સેંસર્સ, ડ્રાઇવર તથા પેસેન્જર સીટબેલ્ટ રિમાઇન્ડર, ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ જેવા ફિચર્સ છે. આ સિવાય કારને હાયર વેરિએન્ટ્સમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, રિયર ડિસ્ક બ્રેક્સ, સ્ટીયરિંગ ઇડેપ્ટિવ પાર્કિંગ ગાઇડલાઇન્સની સાથે રિયર કેમેરા, ISOFIX અને બર્ગલર આલાર્મ પણ મળશે.

ભારતીય બજારમાં ક્રેટાની ટક્કર kia seltos, એમજી હેક્ટર, મહિન્દ્રા એક્સયુવી 500 અને ટાટા હેરિયર જેવી એસયૂવી સાથે છે. આ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા છે કે હ્યુન્ડાઈ પોતાની નવી ક્રેટાને ઓનલાઇન પ્લેટફોર્મ પર ફરી લોન્ચ કરી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page