Only Gujarat

Bollywood

ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશન કેમ નથી રાખતા માથામાં વાળ? જાણો આ રહ્યું રસપ્રદ કારણ

મુંબઈ: વર્ષ 2000માં ઋત્વિક રોશનને એના પિતા રાકેશ રોશને ફિલ્મ ‘કહો ના પ્યાર હે’થી બોલીવુડ ડેબ્યૂ કરાવ્યું હતું. રાકેશ રોશન આજે એક ડિરેક્ટર તરીકે મોટી આગવી ઓળખ બનાવી લીધી છે. પરંતુ નિર્દેશન કરતાં પહેલા એ પોતાના સમયથી પ્રસિદ્ધ એક્ટર રહી ચુક્યા છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, રાકેશ રોશનને નાની ઉંમરથી જ કેમ માથા પર વાળ રાખ્યા નથી.

વાસ્તવમાં આપણામાંથી ઘણાં બધાં લોકોએ રાકેશ રોશનને વાળ વગર જ જોયા છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે રાકેશ રોશનના ખૂબ જ વાળ હતાં અને એમના વાળ ના રહેવાનું કારણ ઉંમરની સાથે આવનાર વાળ ખરતા નહીં પરંતુ એક નિયમ છે.

વર્ષ 1987માં ફિલ્મ ‘ખુદગર્ઝ’થી ડિરેક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મની સફળતા માટે રાકેશ તિરુપતિ બાલાજી પહોંચ્યા હતા અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. એ સાથે જ એમને નક્કી કર્યું હતું કે, જો એમની ફિલ્મ સફળ થઈ તો એ ટકલા થઈ જશે.

ફિલ્મ 31 જુલાઈ 1987એ રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. પરંતુ રાકેશ રોશને પોતાનો નિયમ પૂર્ણ કર્યો નહીં અને ફિલ્મની સફળતા બાદ પણ ટકલા થયા નહીં. આ માટે એમની પત્નીએ એમને ટોક્યા પણ રાકેશ રોશને એ વખતે એમની વાત માની ન હતી.

ઘણાં સમય બાદ રાકેશે પત્નીની વાત માની અને ટકલા થઈ ગયા હતાં. આ વચ્ચે એમની બીજી ફિલ્મ ‘ખૂન ભરી માંગ’ રિલીઝ થઈ અને એ ફિલ્મ પણ સુપર હિટ સાબિત થઈ હતી. ત્યાર બાદ જ એમને એવી કસમ લીધી કે એ હંમેશા ટકલા રહેશે.

રાકેશ રોશને અત્યાર સુધી જેટલી પણ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે એ તમામ મોટેભાગે સફળ થઇ છે. તેઓ હાલ પુત્ર ઋત્વિક રોશનની સાથે કૃષ 4 પર કામ કરી રહ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે અને 2020માં એનું શૂટ શરૂ થઇ ગયું હતું.

You cannot copy content of this page