Only Gujarat

Bollywood

સાઉથના હીરોએ ખરીદી લક્ઝુરિયસ વેનિટી વાન, જુઓ અંદરની તસવીરો

મુંબઈ: સાઉથ હીરો અલ્લૂ અર્જુન પેરૂ સૂર્યા, ના ઈલ્લૂ ઈન્ડિયા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના બહુ જ વખાણ થયા હતા. પરંતુ હાલ આ અભિનેતા ફિલ્મ નહીં પરંતુ નવી ખરીદેલી વેનિટી વેનના કારણે ચર્ચામાં આવ્યો છે.

અલ્લૂ અર્જુનની આ વેનિટી વેનની કિંમત 7 કરોડ રૂપિયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. આ લક્ઝરી વેનમાં ઘણાં સારા ફીચર્સ છે. રેડ્ડી કસ્ટમ્સએ સ્પેશલી કસ્ટમાઈઝ અને તેની ડિઝાઈન તૈયાર કરી છે.

અર્જુન અલ્લૂના સિગ્નેચર AAના લોગો સાથે એક ઓલ બ્લેક થીમ આપવામાં આવી છે. આ વેનિટી વેનને ભારત બેંઝ ચૈસી પર બનાવવામાં આવી છે આવું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.

અલ્લૂએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ લક્ઝરી વેનિટી વેનની કેટલીક તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ સુપરસ્ટારના ચાહકો પણ વેનિટી વેનને જોઈને ચોંકી ગયા હતાં.

તસવીરો શેર કરીને કેપ્શનમાં અર્જુને લખ્યું હતું કે, લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે અને પ્રેમના કારણે જ હું આ ખરીદવા માટે લાયક બન્યો છું. તમામનો આભાર. આ મારી વેનિટી વેન છે અને મેં તેને ફોલ્કન નામ આપ્યું છે. આ બ્યૂટીને બનાવવા માટે રેડ્ડી કસ્ટમ્સનો આભાર.

વેનિટી વાનની તસવીર

You cannot copy content of this page