Only Gujarat

Bollywood

દુનિયાની સૌથી મોંઘી કારનો માલિક છે મિ. બીન, રાજા-મહારાજાની જેમ વૈભવશાળી જીવે છે જીવન

ન્યૂ યોર્કઃ 90ના દાયકાના મોટાભાગના બાળકો મિસ્ટર બીનના ચાહક હતાં. પાંચ વર્ષ સુધી મિસ્ટર બીનનો શો ચાલ્યો હતો. મિસ્ટર બીનની દિવાનગી ચાહકોમાં જબરજસ્ત જોવા મળતી હતી. બાળકોથી લઈ મોટેરાઓ આ શોના ચાહક હતાં. મિસ્ટર બીનનું સાચું નામ રોવન એટકિન્સન છે. જોકે, આજે પણ તેઓ મિસ્ટર બીન તરીકે લોકપ્રિય છે. મિસ્ટર બીને ‘રોવન બ્લેકડર’, ‘નાઈન ઓ ક્લોક ન્યૂઝ’, ‘ધ સીક્રેટ પોલીસમેન્સ બોલ્સ’ તથા ‘ધ થીન બ્લૂ લાઈન નામ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

એન્જીનિયર છે મિસ્ટર બીન
મિસ્ટર બીનની સીરિઝ દુનિયાના 200 દેશોમાં ટેલિકાસ્ટ થઈ છે. ભાગ્યે જ એવો કોઈ દેશ હશે, જ્યાં મિસ્ટર બીનની સીરિઝ જોવામાં ના આવી હોય. રોવન ડરહમમાં જન્મ્યાં અને મોટા થયા. ત્યારબાદ ઓક્સફોર્ડની ક્વીન્સ કોલેજમાંથી ઈલેકટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. એક સમયે રોવનને લારી ચલાવવાનો શોખ હતો અને તેમની પાસે લારી ડ્રાઈવરનું લાઈસન્સ પણ છે.

2013માં વિશિષ્ટ એવોર્ડથી સન્માનિત
રોવનને એક્ટિંગ માટે યુનાઈટેડ કિંગડમ (યુકે)ની મહારાણીએ વર્ષ 2013માં ‘કમાન્ડ ઓફ ધ મોસ્ટ એક્સેલેન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ અમ્પાયર’ એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. મિસ્ટર બીન એટલે કે એટકિન્સન આઠ હજાર કરોડની સંપત્તિના માલિક છે. રોવન એટકિન્સન બ્રિટનના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ છે. લંડનમાં તેમનો આલીશાન મહેલ જેવો બંગલો છે, જેની કિંમત કરોડોમાં છે.

દુનિયાની સૌથી મોંઘી કાર આ ઉપરાંત રોવન પાસે દુનિયાની સૌથી મોંઘી કારમાંથી એક મૈકલોરેન એફ1 છે. 90ના દાયકામાં આ કારની કિંમત પાંચ લાખ 40 હજાર યુરો હતી. આજના સમયમાં આ કારની કિંમત 80થી 100 કરોડની વચ્ચે હશે.

You cannot copy content of this page