Only Gujarat

Sports

ટેનિસની ગ્લેમરસ ખેલાડીએ આ બિઝનેસમેન સાથે કરી સગાઈ, આ રહી તસવીર

રશિયન ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ એલેકઝેન્ડર ગિલક્સ સાથે સગાઈ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર-2018માં મારિયા શારાપોવાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એલેકઝેન્ડર સાથે પોતાના રિલેશનની વાત કબૂલી હતી. આ વર્ષની શરૂઆતમાં જ ડેટિંગના સમાચાર આવી રહ્યા હતા પરંતુ મારિયાએ સતત એ અંગે ઈન્કાર કરી રહી હતી.

એલેકઝેન્ડર બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને વિલિયમ્સનો નજીકનો મિત્ર હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, એલેકઝેન્ડરની પ્રથમ પત્ની મિશા નૂનૂએએ જ હેરીની મુલાકાત મેગન માર્કલ સાથે કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મારિયા શારાપોવાના બોયફ્રેન્ડનું લિસ્ટ ઘણું લાંબું છે. ઘણી સેલિબ્રિટીઓ સાથે મારિયાના સંબંધો રહી ચૂક્યા છે. 2008માં તેણે ટીવી સેલિબ્રિટી ચાર્લી એબરસોલ સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ મશહૂર બાસ્કેટબોલ ખેલાડી વુજાનિક સાથે રિલેશનમાં હતી. ત્યાર બાદ એ બન્નેની સગાઈ પણ થઈ હતી પરંતુ કોઈ કારણો આ સગાઈ તુટી ગઈ હતી જેના કારણે મારિયા લગ્ન કરી શકી નહોતી.

મારિયાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ટેનિસ કરિયરને અલવિદા કહી દીધું હતું. એ સમયે મારિયા શારાપોવાએ જણાવ્યું હતું, ‘તમે એ કોર્ટથી દૂર કેવી રીતે જઈ શકો, જેના પર તમે ત્યારે ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું જ્યારે તમે એક નાની બાળકી હતાં. આ એક એવી રમત છે, જ્યાં તમને પ્રશંસકોના રૂપમાં એક પરિવાર મળે છે. મને માફ કરો… ટેનિસને હું અલવિદા કહી રહી છું.”

You cannot copy content of this page