Only Gujarat

FEATURED Sports

ભારતમાં પબ્જી પર મૂકાયો પણ ધોની સહિતના ખેલાડીઓ છે પબ્જીના દિવાના

દુબઈઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બરના 118 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ Pubg પણ સામેલ છે. ભારતમાં મોટી સંખ્યામાં યુઝર્સ પબજી ગેમ રમતા હતા, આ ગેમના પ્રતિબંધિત થવાના કારણે ગેમ રમતા લોકોમાં નિરાશાનો માહોલ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ પણ આ ગેમ રમતા હતા અને તેના પ્રતિબંધ થવાથી નિરાશ થયા છે. યુએઈમાં આઈપીએલની તૈયારીઓ વચ્ચે આ ક્રિકેટર્સ પબજીને મિસ કરી રહ્યાં છે. અમે અહીં તમારી સમક્ષ પબજી ગેમ રમતા ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ.

મહેન્દ્રસિંહ ધોની: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સીએસકેના કેપ્ટન ધોની પબ્જી રમતો હતો. તેણે એક ઈન્ટરવ્યૂમાં ગેમ તણાવથી દૂર રાખતી હોવાની વાત કરી હતી. ધોનીની પત્ની સાક્ષીએ પણ ધોની ઘણો સમય પબ્જી રમવામાં પસાર કરતા હોવાની વાત કરી હતી.

યુઝવેન્દ્ર ચહલ: ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ પબ્જી ગેમનો ચાહક છે. તે મોટાભાગે પોતાની નવરાશની પળોમાં પબ્જી રમતો હતો. મહેન્દ્રસિંહ ધોની સાથે ચહલ ઘણીવાર પબ્જી રમતો હતો.

દીપક ચહર: દીપક ચહર યુવા ઝડપી બોલર છે જે પબ્જી ગેમ પણ રમતો હતો. દીપકને ઘણીવાર પબ્જી રમતા જોવામાં આવ્યો છે. લૉકડાઉનમાં ઘણો સમય તે આ ગેમ રમવામાં પસાર કરતો રહ્યો છે.

કેદાર જાધવ: ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર કેદાર જાધવ પણ પબ્જીની લતમાં ડૂબેલો હતો. તે ઘણીવાર એરપોર્ટ પર અને ડ્રેસિંગ રૂમમાં પબ્જી રમતો રહે છે.

મોહમ્મદ શમી: ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર પણ પોતાના સાથી ખેલાડીઓને જોઈ પબ્જી ગેમ રમતો થઈ ગયો હતો. જે પછી તે આ ગેમ માટે ક્રેઝી પ્લેયરમાં સામેલ થઈ ગયો હતો.

લોકેશ રાહુલ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી અને આઈપીએલમાં પ્રથમવાર કેપ્ટન્સી કરનાર લોકેશ રાહુલ પણ પબ્જી પ્રત્યે ક્રેઝી છે. લાંબા સમય સુધી તે પબ્જીનો ફેન રહ્યો છે અને આ ગેમના ઘણા સ્ટેજ પાર કરી ચૂક્યો છે.

You cannot copy content of this page