Only Gujarat

Bollywood FEATURED

નવાબનો આ છે નવાબી મહેલ, ચાલો અંદર મારી આવીએ એક લટાર

મુંબઈઃ દેશમાં અનલૉક – 1 લાગૂ થયાંના થોડાં દિવસો પછી સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ પોતના ઘરની બહાર નીકળી રહ્યા છે. તો કેટલાક સેલેબ્સ શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યા છે. સેલેબ્સ સાથે જોડાયા કિસ્સા, ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. આ દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂરના પટોડી પેલેસનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અને કરીના ઘરે તેમના દીકરા સાથે સમય પસાર કરી રહ્યા છે.

હરિયાણાથી 26 કિલોમીટર દૂર પટોડીમાં વ્હાઇટ કલરનો પેલેસ છે. અહીં સૈફ-કરીના નવરાશની પળ વીતાવે છે.

આ પેલેસ ઇબ્રાહિમ કોઠીના નામે પણ ઓળખાય છે.

આ પેલેસ અંદરથી ખૂબ જ વિશાળ છે અને તેનો દરેક ખૂણો ભવ્ય છે.

આ મહેલ 84 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. આ પેલેસનું નિર્માણ 1935માં 8માં નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું.

આ પેલેસની કિંમત 800 કરોડ રૂપિયા કહેવામાં આવે છે.

આ પેલેસમાં 150 રૂમ છે અને એક સમયે 100થી વધુ નોકર કામ કરતાં હતાં.

આ મહેલને ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકી બનાવડાવ્યો હતો. તેમના દીકરા અને 9માં નવાબ મંસૂર અલી ઉર્ફે નવાબ પટોડીએ વિદેશી આર્કિટેક્ટ દ્વારા આ પેલેસનું રિનોવેશન કરાવ્યું હતું. આ અહીં અનેક મોટાં ગ્રાઉન્ડ, ગેરેજ અને ઘોડાનો તબેલો છે.

2003માં મંસૂર અલી ખાનની મા સાજિદા સુલ્તાનના મોત પછી તેમણે સરકારી બંગલો છોડવો પડ્યો હતો. તે પછી નવાબ પટોડી પત્ની શર્મિલા ટાગોર આ મહેલમાં રહેતા હતાં.

પટોડી પેલેસમાં ‘મંગલ પાંડે’, ‘વીર-ઝારા’, ‘રંગ દે બસંતી’, ‘લવ’ જેવી ફિલ્મોનું શૂટિંગ થયું છે.

મંસૂર અલી ઉર્ફે નવાબ પટોડીના મોત પછી તેમને મહેલ પરિસર સ્થિત કબ્રગાહમાં દફનાવ્યા હતા.

આ પેલેસમાં અનેક મોટાં મેદાન, તબેલા અને ગેરેજ છે. રિનોવેશન પછી સૈફે પેલેસના ફોટો શેર કર્યા હતા. આ પેલેસમાં મોટાં ડ્રોઇંગ રૂમ ઉપરાંત, સાત મોટાં બેડરૂમ અને ડ્રેસિંગ બિલિયર્ડ રૂમ છે.

એક ઇન્ટર્વ્યૂમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, ‘પિતાનાં મોત મૃત્યુ પછી આ પેલેસને નીમરાણા હોટેલને ભાડે આપ્યો હતો. આ પહેલાં અમન અને ફ્રાંસિસ તેને ચલાવતા હતાં. ફ્રાંસિસનું નિધન થયું અને મને કહેવામાં આવ્યું કે, પોતાનો પેલેસ પાછો લઈ શકુ છું પણ, તે માટે મારે ખૂબ જ રૂપિયા આપવા પડશે.’

સૈફ અલી ખાને કહ્યું કે, ‘ મને લાગે છે કે જે ઘર મને વારસામાં મળવું જોઈતું હતું તે મારે ફિલ્મોથી કમાયેલા રૂપિયા દ્વારા પાછું લેવું પડ્યું હતું. મારું પાલનપોષણ એવું જ રહ્યું પણ મને વારસામાં કંઈ પણ મળ્યું નહીં.’

પટોડી પેલેસ બહાર ભવ્ય ગાર્ડન પણ છે.

You cannot copy content of this page