Only Gujarat

FEATURED Religion

18 જૂને મંગળનું રાશિ પરિવર્તન, વધશે મુશ્કેલી, જાણો તમારી રાશિ પર શું થશે અસર?

18 જૂને મંગળ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું રાશિ પરિવર્તન 18 જૂન રાતે 8 વાગ્યા 12 મિનિટે થશે. મંગળ મીન રાશિના ગોચર પછી 17 ઓગસ્ટે મેષ રાશિમાં જશે. મંગળના રાશિ પરિવર્તનથી 12 રાશિ પર શું અસર થશે.

મેષ
મંગળ મીન રાશિમાં ગોચરથી બારમાં ભાવમાં હશે. કુંડળીમાં બારમો ભાવ વ્યય અને વિદેશ યાત્રાનો સંકેત આપે છે. આ દરમિયાન મેષ રાશિના જાતકોનો ખર્ચો વધી શકે છે. તણાવ પણ થઈ શકે છે.

વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે મંગળનું ગોચર 11માં ભાવમાં હશે. વૃષભ રાશિના જાતકોના માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારમાં ઘરના સદસ્યો સાથે મતભેદ થઈ શકે છે.

મિથુન
મંગળનું ગોચર મિથુન રાશિમાં દસમા ભાવમાં હશે. કુંડળીમાં દસમો ભાવ કરિયર અને નોકરી વિશે જણાવે છે. આ રાશિ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોને તેમના પ્રયત્નમાં સફળતા મળશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે તેમના માટે આ સમયમ સર્વોત્તમ રહેશે.

કર્ક
મંગળનું ગોચર કર્ક રાશિના નવમા ભાગમાં હશે. કુંડળીમાં આ ભાવ ઉચ્ચ શિક્ષા અને ઘર્મના ક્ષેત્રમાં રૂચિ વિશે જણાવે છે. કર્ક રાશિના જાતકો લાંબા સમયથી નોકરી બદલવા વિશે વિચારી રહ્યા હોય અને પ્રયત્ન કરી રહ્યા હોય તો તેમને સારા સમાચાર મળી શકે છે. જે જાતક વ્યાપારિક ગતિવિધિઓમાં લાગેલા છે તેમને માટે વધારે નફો કમાવવાની સોનેરી તક છે.

સિંહ
મંગળનું મીન રાશિમાં ગોચર સિંહ રાશિના જાતકો માટે 8માં ભાવમાં હશે. મંગળના મીન રાશિમાં ગોચરથી સિંહ રાશિના જાતકોના જીવનમાં અલગ પ્રકારનો બદલાવ જોવા મળી શકે છે. આ દરમિયાન સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કન્યા
મંગળનું ગોચર કન્યા રાશિમાં સાતમાં ભાવમાં હશે. કુંડળીમાં આ ભાવ જીવનસાથી અને ભાગીદારી વિશે જણાવે છે. આ ગોચર કન્યા રાશિના જાતકોના સંબંધોમાં કકડાટ લાવી શકે છે.

તુલા
તુલા રાશિમાં મંગળનો ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં હશે. કુંડળીના છઠ્ઠા ભાવમાં શત્રુઓ અને મુકાબલા વિશે જણાવે છે. એવામાં મીન રાશિમાં મંગળનો ગોચરથી તુલા રાશિના જાતકો તેમના શત્રુઓ પર જીત અપાવવામાં સફળ થશે. આ દરમિયાન તુલા રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક
18 જૂને મંગળ રાશિનું પરિવર્તન વૃશ્ચિક રાશિના ગોચરમાં 5માં ભાવમાં હશે. કુંડળીમાં પાંચમો ભાવ બુદ્ધિ અને સંતાન વિશે જણાવે છે. આ સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્રફળદાયી રહેશે. આ દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને તેમના સંતાન સંબંધી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ મુદ્દા પર વિવાદ પણ થઈ શકે છે. એટલા માટે ધૈર્ય રાખવું, આ બધું ટૂંક સમય માટે છે.

ધન
ધન રાશિમાં મંગળનું ગોચર ચોથા ભાગમાં હશે. કુંડળીમાં ચોથા ભાવ સુખ વિશે જણાવે છે. ધન રાશિના જાતકો માટે સંપત્તિમાં રોકાણ કરવાની સોનેરી તક છે. કોઈ પ્રોપર્ટી ખરીદવા અથવા વેંચવા માટે ખૂબ જ અનુકૂળ સમય છે. મંગળનું આ ગોચર ધન રાશિના જાતકોની માતાના સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પાડી શકે છે.

મકર
મકર રાશિમાં મંગળનું ગોચર ત્રીજા ભાવમાં હશે. કુંડળીમાં ત્રીજો ભાવ સાહસ અને પરાક્રમ વિશે જણાવે છે. આ દરમિયાન મકર રાશિના જાતકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની સમાજમાં સરાહના થશે. અટકાયેલા કામ પણ પૂરા થવાની સંભાવના છે.

કુંભ
કુંભ રાશિ માટે મંગળનો ગોચર બીજા ભાવમાં હશે. કુંડળીમાં બીજો ભાવ ધન અને પરિવાર વિશે જણાવે છે. કુંભ રાશિના જાતકોને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. અટકાયેલું ધન મળવાની સંભાવના છે.

મીન
મંગળનું ગોચર મીન રાશિમાં જ હશે. મીન રાશિના જાતકો માટે મંગળનું ગોચર સ્વાસ્થ્ય અને નકારાત્મક પ્રભાવ પાડશે.

You cannot copy content of this page