Only Gujarat

Bollywood FEATURED

મુંબઈ જ નહીં વિશ્વના વિવિધ શહેરોમાં છે અનિલ કપૂરના મોંઘાદાટ ઘરો, ચાલો મારીએ એક લટાર

મુંબઈઃ અનિલ કપૂર બોલિવૂડના જાણીતા એક્ટર અને પ્રોડ્યૂસર છે. તેમની ફિટનેસને કારણે લોકો તેમની સાચી ઉંમરનો અંદાજ લગાવી શકતા નથી. અનિલ કપૂર પોતાની પર્સનાલિટીની સાથે રોયલ લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. અનિલ કપૂર પોતાના પરિવાર સાથે જુહૂ સ્થિત બંગલામા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અનિલ કપૂર પાસે આ ઉપરાંત દુબઈ, કેલિફોર્નિયા અને લંડનમાં પણ ફ્લેટ્સ છે. આજે અમે તમારી સમક્ષ તેમના આ ઘરોની માહિતી સાથે તસવીરો રજૂ કરી રહ્યાં છીએ.

મુંબઈઃ સૌપ્રથમ વાત કરીએ તો અનિલ કપૂરના મુંબઈ સ્થિત બંગલા વિશે, જેમાં તે પરિવાર સાથે રહે છે. આ બંગલો પણ ઘણો લક્ઝુરિયસ છે. અહીં તેઓ પત્ની સુનીતા કપૂર, દીકરી રિયા કપૂર અને દીકરા હર્ષવર્ધન કપૂર સાથે રહે છે. આ ઘરના લિવિંગ રૂમને ટ્રેડિશનલ લુક આપવામા આવ્યો છે. આ બંગલામાં અનિલે એક મુવી રૂમ પણ બનાવ્યો છે.

અહીં તેઓ આરામથી બેસી ફિલ્મો જોવાની મજા માણતા હોય છે. આ ઉપરાંત અલગ ડ્રેસિંગ રૂમ પણ છે જેની તસવીરો સોનમ અને હર્ષવર્ધનના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જોઈ શકાય છે. ઘરમાં બાળકોની પસંદના આધારે પણ અલગ-અલગ રૂમ તૈયાર કરવામા આવ્યા છે.

કેલિફોર્નિયાઃ અનિલ કપૂર પાસે કેલિફોર્નિયામાં પણ એક ઘર છે. વાસ્તવમાં અનિલના દીકરા હર્ષવર્ધને કેલિફોર્નિયામાં અભ્યાસ કરવા ગયો હતો. આ દરમિયાન અનિલે દીકરા માટે કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં એક 3 BHK અપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ એપાર્ટમેન્ટના બેકયાર્ડમાં સમુદ્ર કિનારાનો લાભ પણ મળે છે. એક અહેવાલ અનુસાર આ એપાર્ટમેન્ટની કિંમત 1 મિલિયન ડૉલર કરતા વધુ છે.

લંડનઃ અનિલ કપૂર પાસે લંડનમાં પણ ઘરે છે. લંડનના મેફેર અપાર્ટમેન્ટમાં અનિલ કપૂર ઘણીવાર સમય પસાર કરે છે. અનિલ જ નહીં પરંતુ તેમનો દીકરો હર્ષવર્ધન પણ અહીં ઘણીવાર રોકાય છે. અનિલ કપૂરને આ ઘર ઘણું ગમે છે, તેમને આ ઘર જૂના સમયના જગતનો ભાગ હોય તેવું લાગે છે.

દુબઈઃ બોલિવૂડ સેલેબ્સના ઘર દુબઈમાં ના હોય એવું કેવી રીતે બને. ઘણા સેલેબ્સ અહીં ઘર ધરાવે છે. દુબઈ સ્થિત અનિલ કપૂરના 2 BHK ઘરની ખરીદી તેણે ‘24’ સીરિઝની શૂટિંગ દરમિયાન કરી હતી. અનિલનો આ ફ્લેટ ડિસ્કવરી ગાર્ડન પાસે અલ ફુરજાનમાં આવેલો છે. એક ઈન્ટરવ્યૂમાં અનિલે જણાવ્યું હતું કે, આ એપાર્ટમેન્ટ કિંમતમાં ઘણો સસ્તો હોવાની સાથે સારા લોકેશન પર આવેલો છે. જેના કારણે તેમને ગમ્યો હતો.

You cannot copy content of this page