Only Gujarat

FEATURED International

આ દેશ નથી પાકિસ્તાન જેવો, મુસ્લિમ દેશ હોવા છતાંય મહિલાઓ છે આટલી સ્વતંત્ર

ઘણી વાર આપણે જોયું છે કે મુસ્લિમ સમુદાયમાં, પુરૂષો તેમની પત્ની હોય તો પણ 2 અથવા તેથી વધુ લગ્ન કરે છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ વલણ છે, પરંતુ અહીં ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓને પણ અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવાની છૂટ છે. વાસ્તવમાં, પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે એક વિસ્તાર છે, જ્યાં રહેતી મહિલાઓને ઘણી આઝાદી મળી છે. અહીં મહિલાઓને કોઈ અન્ય પુરૂષ પસંદ પડે તો તેઓ પોતાના પહેલાં લગ્ન તોડી દે છે. તો ચાલો આજે અમે તમને આ સમુદાયની કેટલીક વિચિત્ર પરંપરાઓ વિશે જણાવીએ.

આમ તો, પાકિસ્તાનની મહિલાઓ ખૂબ જ સુંદર છે અને હંમેશા કાળા રંગનાં બુરખામાં રહે છે. પરંતુ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદ નજીક રહેતી મહિલાઓ સુંદર તેમજ ખૂબ જ બિન્દાસ્ત હોય છે.

કલાશા સમુદાયની મહિલાઓને ભરપુર આઝાદી મળે છે. અહીં સ્ત્રીઓ બુરખા નહી પરંતુ કલરફુલ કપડા પહેરે છે. તેઓ પોતાના નિર્ણય જાતે લે છે. અને લગ્ન પણ પોતાની મરજીથી કરે છે.

આ વિસ્તારની વસ્તી ઘણી ઓછી છે. અહીં ફક્ત 4 હજાર લોકો જ રહે છે. પરંતુ અહીની કેટલીક વિચિત્ર પરંપરા જોયા પછી આ વિસ્તાર ખૂબ પ્રખ્યાત છે.

તેમની પસંદગી સાથે લગ્ન કર્યા પછી પણ જો અહીંની સ્ત્રીઓને અન્ય પુરુષ પસંદ પડે છે, તો તેઓ તેમના લગ્ન તોડી નાખે છે. અહીં, સ્ત્રીઓને બીજા પુરુષ સાથે સંબંધ બાંધવાની મંજૂરી છે

અહીં, સ્ત્રીઓ અને પુરુષો બધા તહેવારોમાં સાથે મળીને દારૂ પીવે છે. અફઘાન અને પાકિસ્તાનની બોર્ડર પર હોવાને કારણે અહીંના લોકો હથિયારો અને શસ્ત્રો પણ રાખે છે.

અહીંની મહિલાઓ એડવાન્સ હોવા ઉપરાંત બહારનાં કામ પણ કરે છે. ઘરે તેઓ પર્સ અને રંગીન માળાઓ બનાવે છે અને તે વેચવાનું પુરુષોનું કામ છે. અહીંની મહિલાઓ પર્વતો પર ઘેટાં-બકરાઓને ચરાવવા માટે પણ જાય છે.

અહીંની મહિલાઓને તૈયાર થવાની શોખીન હોય છે. મહિલાઓ માથા પર એક ખાસ રંગની ટોપી અને ગળામાં રંગબેરંગી માળા પહેરે છે.

કલાશા સમુદાયની પરંપરા અન્ય જાતિઓ અને સમુદાયોથી અલગ છે. અહીં, કોઈના મૃત્યુ પર દુ:ખ નહી પરંતુ ખુશી મનાવવામાં આવે છે. ક્રિયાકર્મ દરમિયાન લોકો નાચતા અને ગાતા હોય છે. તેઓ માને છે કે ઉપરવાળાની મરજીથી અહીં આવ્યા અને પછી તરત જ પાછા જતા રહ્યા.

એક તરફ, આ સમુદાયના લોકો મહિલાઓને સ્વતંત્રતા આપે છે, બીજી તરફ, તેમને પીરિયડ્સ દરમિયાન ઘરની બહાર રહેવાની ફરજ પાડે છે. લોકો દ્વારા માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, મહિલાઓ ઘરમાં રહે તો અથવા પરિવારનાં લોકોને અડે તો ઈશ્વર નારાજ થઈ જાય છે અને તેનાંથી પૂર અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ આવી શકે છે.

વર્ષ 2018માં પહેલીવાર, પાકિસ્તાનની વસ્તી ગણતરી દરમિયાન કલાશા આદિજાતિને એક અલગ સમુદાય માનવામાં આવ્યો હતો. કલાશા સમુદાય ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ ખીણના બામ્બુરાતે, બિરિર અને રામબુર ક્ષેત્રમાં રહે છે. અહીંના લોકો માટી, લાકડા અને કાદવથી બનેલા નાના મકાનોમાં રહે છે.

You cannot copy content of this page