Only Gujarat

FEATURED National

બે દીકરાઓ ને વહુઓ છતાંય દાદીમા મોદીના નામે કરવા માગે ખેતરો!

ઉત્તરપ્રદેશના મૈનપુરીના તાલુકામાં બુધવારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વૃદ્ધ મહિલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પોતાની બધી જ જમીન કરવા માટે તાલુકામાં પહોંચી હતી. વકીલો પણ વડા પ્રધાનના નામે ખેતર કરવાની વાતને લઈને આશ્ચર્યચકિત થયા હતા. મહિલા જીદ પર અડેલાં છે કે તે તેના તમામ ખેતરો વડા પ્રધાન મોદીના નામે કરશે. આ પાછળનું કારણ ભાવનાત્મક છે.

વિકાસ ખંડ કિશનીનાં ગામ ચિતાયનમાં રહેતી 85 વર્ષિય બિટ્ટન દેવી પત્ની પૂરણ લાલ તાલુકા સ્થિત એડવોકેટ કૃષ્ણપ્રતાપ સિંહની ઓફિસે પહોંચી હતી. તેમણે વકીલને કહ્યું કે, તેઓ તેમની સાડા 12 બિઘા જમીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નામે કરવા માંગે છે.

વૃદ્ધ બિટ્ટન દેવીની વાત સાંભળીને વકીલો સ્તબ્ધ થઈ ગયા, પરંતુ ફરીથી સાક્ષીમાં આ જ વાત કહેવા પર તેમને સંપૂર્ણ માહિતી આપી. એડવોકેટે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બિટ્ટન દેવી મક્કમ રહી.

બિટ્ટન દેવીએ જણાવ્યું કે, તેમના પતિનું અવસાન થયું છે. તેના બે પુત્રો અને પુત્રવધૂ તેની સંભાળ લેતા નથી. તે સરકાર દ્વારા મળતી વૃદ્ધાશ્રમ પેન્શનમાંથી જીવન પસાર કરી રહી છે. આવી સ્થિતિમાં તેણી પોતાના નામની જમીન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવા માંગે છે.

વકીલો દ્વારા સમજાવવા છતા પણ તેઓ એક પણ વાત સાંભળવા તૈયાર નથી. આના પર એડવોકેટે એમ કહીને તેઓને ઘરે મોકલી દીધા કે, તેઓ નાયબ કલેક્ટર સાથે વાત કરશે. વૃદ્ધ મહિલા બે દિવસ પછી પાછા આવવાનું કહીને ઘરે જતી રહી.

You cannot copy content of this page