Only Gujarat

FEATURED Religion

આ મહિને ગુરુ રહેશે મકર રાશિમાં, આ છ જાતકોને થશે બમ્પર ફાયદો ને થશે દરેક મુશ્કેલીઓ દૂર!

અમદાવાદઃ ગુરુ ગ્રહ 20 નવેમ્બરના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં છ એપ્રિલ, 2021 સુધી રહેશે. જ્યોતિષીય મત પ્રમાણે, મકરમાં ગુરુને કારણે કેટલાક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રમાં લાભ થવાની શક્યા છે. જાણીએ કઈ છ રાશિના નસીબમાં લખાયો છે ફાયદો.

મેષઃ ગુરુનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. તમારા કાર્ય વેપારમાં પ્રગતિ થશે. આ સમય દરમિયાન તમારી તબિયત સારી રહેશે. આ ગોચર તમને માનસિક શાંતિ આપશે. વેપારમાં વધારો થવાના યોગ છે. લગ્નજીવનના શુભ પરિણામો જોવા મળશે અને સુખ શાંતિ રહેશે. જીવનસાથી સાથે સારો તાલમેલ જોવા મળશે.

કન્યાઃ ગુરુનું સ્થાન પરિવર્તન તમારા સુખમાં વૃદ્ધિ કરશે. કાર્ય-વેપારમાં લાભની નવી તકો મળશે. વેપારમાં ભાગીદારી કરવી સારી રહેશે. નોકરી શોધતા જાતકોને પણ સારું પરિણામ મળશે. ઘર તથા વાહનનું સપનું પૂરું થશે. જો કોર્ટ કચેરીનું કામકાજ ચાલતું હશે તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પ્રેમ પ્રસંગો માટે આ સમય અનુકૂળ રહેશે.

તુલાઃ ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ રહેશે. તમારા લાઈફ પાર્ટનરને કોઈ પણ પ્રકારની મોટી ઉપલબ્ધિ મળી શકે છે. મન આનંદિત રહેશે. ઘરમાં જોઈ કોઈની લગ્ન લાયક ઉંમર હશે તો તેના માટે માગા આવશે. ઘરમાં કોઈ નવું મહેમાન આવી શકે છે. વેપારમાં પડકારો આવશે પરંતુ ધીમે ધીમે તે દૂર થઈ જશે. સંતાનોની પ્રગતિ થશે.

મકરઃ સમાજમાં માન-પાનમાં વધારો થશે. જો વિદેશ જવા ઈચ્છો છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સમયમાં ધાર્મિક યાત્રા થવાના યોગ છે. જીવનસાથીની સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલા રહેશો. શિક્ષણ સાથે જોડાયેલા ક્ષેત્રમાં નવી ઓળખ બનશે અને કામમાં આવતા અવરોધો પણ દૂર થશે. અટકાયેલા પૈસા પરત મળશે. લગ્નજીવનમાં ચાલતા મતભેદ દૂર થશે.

કુંભઃ આ સમયમાં તમને રોકાણમાંથી લાભ થશે. ધન લાભના પ્રબળ યોગ છે. આર્થિક સમસ્યાનો અંત આવશે અને વેપારમાં ધનલાભ થશે. આવકના નવા સ્ત્રોતો બનશે, કોઈ પણ જૂના રોકાણથી ફાયદો થશે. જમીનમાં રોકાણ કરવા માટે આ ઉત્તમ સમય છે. પરિવારની સંપત્તિમાં વધારો થશે.

You cannot copy content of this page