Only Gujarat

FEATURED National

પગમાં વાગી એક ઠોકરને મજૂર બની ગયો લાખોપતિ, રાતોરાત આ રીતે ચમકી ગયું નસીબ

ભોપાલઃ મધ્ય પ્રદેશનો પન્ના જીલ્લો આમેય હીરાની નગરી તરીકે જાણીતું છે. એવું કહેવાય છે કે, ભગવાન જુગલ કિશોરની નગરીમાં ક્યારે કોનું ભાગ્ય ચમકે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. મંગળવારે (21 જુલાઈ) એક મજૂર આનંદીલાલ કુશવાહાને પણ પન્નાની ધરતીએ રંકમાંથી રાજા બનાવી દીધો અને તેની અમૂલ્ય જૈમ ક્વોલિટીનો હીરો મળ્યો છે. જેની કિંમત અંદાજીત 50 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે 1 કેરેટ હીરાનું મૂલ્ય 5 લાખ રૂપિયા હોય છે અને જે હીરો મજૂર આનંદીલાલને મળ્યો છે, તેનું વજન 10 કેરેટથી વધુનું છે.

પન્નાના રાનીપુરની ઉથલી હીરા ખામણાંથી મજૂર આનંદીલાલને હીરો ત્યારે મળ્યો જ્યારે તેને કામ દરમિયાન પગમાં ઠોકર વાગી. હીરાને મજૂર તથા તેના સાથીઓએ હીરા કાર્યાલયમાં જમા કરાવી દીધો છે. હવે આ હીરાને આગામી હરાજીમાં રાખવામાં આવશે અને જે વધુ બોલી લગાવશે તે જ હીરાની કિંમત ગણાશે. ઊચ્ચત્તમ બોલીની રકમથી કાર્યાલયને 12 ટકા રકમ ટેક્સ રૂપે મળશે અને બાકીના 88 ટકા રકમ હીરા ધારકને મળશે.

કોરોના સંક્રમણને કારણે 25 માર્ચથી લૉકડાઉનને કારણે અહીં પણ કામ બંધ હતું. દેશમાં અનલૉક પ્રક્રિયા શરૂ થયા બાદ પન્નામાં ઉથલી હીરા ખાણમાં કામ શરૂ થયું. લૉકડાઉન બાદ હીરા કાર્યાલયમાં આ પ્રથમ મોટો હીરો જમા કરાવવામાં આવ્યો છે.

મજૂરે તેને ભગવાન જુગલ કિશોરની તેની પર કૃપા હોવાનું જણાવ્યું. અગાઉ પણ તેને 70 સેન્ટનો હીરો મળ્યો હતો અને હવે તેને 10.69 કેરેટનો અમૂલ્ય હીરો મળ્યો છે. મજૂર આનંદીલાલને હીરો મળવાના કારણે તેના સાથીઓ પણ ઘણાં ખુશ થયા હતા કે કોઈ મજૂરને તેની મહેનતનું ફળ મળ્યું.

You cannot copy content of this page